આજે છે અસાધારણ ગ્રહોનો સંગમ, Sushantના ન્યાય માટે બહેને કરી ખાસ અપીલ


દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની બહેનો ભાઈને ન્યાય અપાવવાનો સતત પ્રયાસ કરી રહી છે. 
 

આજે છે અસાધારણ ગ્રહોનો સંગમ,  Sushantના ન્યાય માટે બહેને કરી ખાસ અપીલ

નવી દિલ્હીઃ 4 બહેનો વચ્ચે એકમાત્ર ભાઈ બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત  (Sushant Singh Rajput)એ 34 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધુ હતું. સુશાંતના મોત બાદ તેની બહેનો પોતાના આંસુ રોકી શકતી નથી, પરંતુ તેણે એક વચન જરૂર લીધુ છે કે તે સત્યની રક્ષા કરશે અને પોતાના ભાઈને ન્યાય અપાવીને રહેશે. સુશાંતને ન્યાય અપાવવા માટે તેની બહેન શ્વેતા સિંહ કીર્તિ સતત સોશિયલ મીડિયા પર પોતાના ભાઈ માટે પોસ્ટ શેર કરતી રહે છે. 

રવિવારે તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ કરી છે અને લોકોને એક ખાસ અપીલ કરી છે. તેણે પોતાની ઇન્સ્ટા પોસ્ટ પર લખ્યું છે, 'એક અસાધારણ ગ્રહોનો સંગમ આજે એટલે કે 13/9/2020ના સવારે 10.45થી બપોરે 12 કલાક સુધી થવાની સંભાવના છે. મુખ્ય ગ્રહોમાં મોટા ભાગના પોતાના ઘરોમાં હશે. આ ખુબ શુભ સમય કે મુહૂર્ત છે કોઈપણ વસ્તુ માટે.'

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

An extraordinary planetary confluence is set to happen on 13/9/2020 between 10.45 am and 12 noon.Most of the major planets will be in their 'own houses'.This is a very auspicious period or muhurtham (between 10.45 and 12 noon) for any thing Auspicious.. It is believed that such a constellation occurred at the time of Shri Ramji's birth. One can use this propitious period to pray for the realization of their wishes. All could also recite Navakar Mantra, Adithya Hridayam, Hanuman Chalisa, Narayana Kavacham, Ram Raksha Stotra or any other favourite hymns invoking their Ishta devata with an attitude of surrender. This astronomical event will happen again only after 250 years. Make use of this extra ordinary astrological confluence! ॐ नमो भगवते वासुदेवाय।🙏 We can use this period to pray for Sushant’s justice. 🙏🔱🙏

A post shared by Shweta Singh kirti (@shwetasinghkirti) on

તેણે આગળ લખ્યું, 'એવું માનવામાં આવે છે કે આવું નક્ષત્ર શ્રી રામજીના જન્મ સમયે થયું હતું. કોઈપણ વ્યક્તિ પોતાની ઈચ્છાઓની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવા માટે આ કાળનો ઉપયોગ કરી શકે છે. બધા નવકાર મંત્ર, આદિત્ય હ્યદયમ, હનુમાન ચાલીસા, નારાયણ કવચમ, રામ રક્ષા સ્ત્રોત કે કોઈપણ પસંદગીનું ભજન પોતાના ઈષ્ટ દેવતાને આત્મસમર્પણના દ્રષ્ટિકોણથી આમંત્રિત કરી શકે છે. આ ખગોળિય ઘટના 250 વર્ષ બાદ ફરીથી થશે. આ વધારાના સામાન્ય જ્યોતિષીય સંગમનો ઉપયોગ કરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. તો આપણે આ સમયનો ઉપયોગ સુશાંતને ન્યાય અપાવવા માટે કરી શકીએ.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news