Facebook Secret Tips and Tricks: જાણો Facebook પર કોણ કરી રહ્યું છે તમારી જાસૂસી, આ રીતે મેળવો માહિતી
અમે તમને એક ખાસ રીત જણાવીશું, જેનાથી Facebook યૂઝરો પોતાના એકાઉન્ટની જાસૂસી કરનારની માહિતી મેળવી શકશે સાથે મંજૂરી વગર એકાઉન્ટ લોગ-ઇન કરનારને પણ રોકી શકશે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતમાં લગભગ કોઈ એવો વ્યક્તિ હશે, જેણે ફેસબુકનું નામ સાંભળ્યું નહીં હોય. સામાન્ય રીતે માનવામાં આવે છે કે ઇન્ટરનેટનો ઉપયોગ કરનાર દરેક એક વ્યક્તિ Facebook યૂઝર છે, જેણે ક્યારેક તો જરૂર Facebook નો ઉપયોગ કર્યો હશે. પરંતુ આ Facebook યૂઝર્સમાં ખુબ ઓછા લોકોને ખ્યાલ હશે કે આખરે કોણ તમારી જાસૂસી કરી રહ્યું છે. તેવામાં અમે તમને એક ખાસ રીત જણાવીશું, જેનાથી Facebook યૂઝરો પોતાના એકાઉન્ટની જાસૂસી કરનારની માહિતી મેળવી શકશે સાથે મંજૂરી વગર એકાઉન્ટ લોગ-ઇન કરનારને પણ રોકી શકશે.
જાણો કોણ કરી રહ્યું છે જાસૂસી
- ઓફિસ કે પછી બીજી ડિવાઇસ પર તમે Facebook એકાઉન્ટ લોગ-ઇન કરીને ભૂલી જાવ છો, તો કોઈપણ તમારા એકાઉન્ટની જાસૂસી કરી શકે છે. પરંતુ જાસૂસી કરનારની માહિતી મેળવી શકાય છે.
- સૌથી પહેલા Facebook રાઇડ સાઇડ પર નજર આવનારી ત્રણ ડોટેડ લાઇન પર ક્લિક કરો
- ત્યારબાદ Facebook ના સેટિંગ વિકલ્પ પર ક્લિક કરો
- જ્યાં તમને Security and Loginનો ઓપ્શન જોવા મળશે
- ત્યારબાદ Where you are logged Inનો વિકલ્પ જોવા મળશે
- જ્યાં તમને ફેસબુક એકાઉન્ટને કઈ ડિવાઇસ પર કઈ જગ્યાએથી અને ક્યા સમયે લોગ-ઇન કરવામાં આવ્યું છે. તેની બધી જાણકારી મળશે, જેની મદદથી તમે માહિતી મેળવી શકો કે તમારા સિવાય બીજુ કોણ તમારા એકાઉન્ટનો ઉપયોગ કરી રહ્યું છે.
-
Reliance Jioનો સૌથી સસ્તો પ્લાન, માત્ર 3.5 રૂપિયામાં 1 GB ડેટા
આ રીતે રોકો એકાઉન્ટની જાસૂસી
- જો તમને લાગે છે કે કોઈ બીજી ડિવાઇસથી તમારી જાસૂસી કરવામાં આવી રહી છે તો સૌથી પહેલા તે ડિવાઇસ પર તમારા એકાઉન્ટને લોગ-આઉટ કરો
- તેના માટે તમારે Where you are logged in ડિવાઇસની રાઇટ સાઇડના ત્રણ ડોટેડ પોઈન્ટ પર ક્લિક કરવું પડશે.
- ક્લિક કર્યાં બાદ Review Log inનું પેજ ખુલશે.
- ત્યારબાદ તમે તે ડિવાઇસથી તમારા એકાઉન્ટને લોગ-આઉટ કરી શકો છો. સાથે સિક્યોર એકાઉન્ટ ઓપ્શન પસંદ કરી શકો છો.
- અહીં તમને બે ઓપ્શન Not you અને Log Out જોવા મળશે.
- Not You પર ક્લિક કરીને યૂઝર પોતાના એકાઉન્ટને સિક્યોર બનાવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે