ઉઈગર મુસ્લિમો પર અત્યાર મુદ્દે US આકરા પાણીએ, ચીનની 28 સંસ્થાઓને કરી બ્લેક લિસ્ટ

અમેરિકાના વાણિજ્ય મંત્રાલયે ચીનના અશાંત વિસ્તાર શિનજિયાંગમાં ઉઈગર મુસલમાનો અને અન્ય લઘુમતીઓને નિશાન બનાવવા તથા તેમની સાથે દુર્વ્યવ્હાર કરવા બદલ ચીનની 28 સંસ્થાઓને સોમવારે બ્લેક લિસ્ટમાં નાખી.

ઉઈગર મુસ્લિમો પર અત્યાર મુદ્દે US આકરા પાણીએ, ચીનની 28 સંસ્થાઓને કરી બ્લેક લિસ્ટ

વોશિંગ્ટન: અમેરિકાના વાણિજ્ય મંત્રાલયે ચીનના અશાંત વિસ્તાર શિનજિયાંગમાં ઉઈગર મુસલમાનો અને અન્ય લઘુમતીઓને નિશાન બનાવવા તથા તેમની સાથે દુર્વ્યવ્હાર કરવા બદલ ચીનની 28 સંસ્થાઓને સોમવારે બ્લેક લિસ્ટમાં નાખી. અમેરિકાના વાણિજ્ય મંત્રી વિલ્બર રોસે આ નિર્ણયની જાહેરાત કરી. 

જુઓ LIVE TV

અમેરિકાના આ પગલાંથી હવે આ સંસ્થાઓ અમેરિકી સામાન ખરીદી શકશે નહીં. રોસે કહ્યું કે અમેરિકા ચીનની અંદર જાતીય લઘુમતઓના ક્રુર દમનને સહન કરી શકે નહીં અને ન તો કરશે. અમેરિકી ફેડરલ રજિસ્ટરની જાણકારી મુજબ બ્લેક લિસ્ટમાં નાખવામાં આવેલી અનેક સંસ્થાઓમાં કંપની હિકવિઝન, મેગ્વી ટેક્નોલોજી, અને સેન્સ ટાઈમ સામેલ છે. આ જાણકારી બુધવારે પ્રકાશિત કરાશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news