આપણે આપણા અહંકાર રૂપી રાવણનો મર્યાદા રૂપી શ્રીરામ દ્વારા સંહાર કરી શકીએ છીએ: સુભાષ ચંદ્રા
દર વર્ષે શ્રીરામની રાવણ પર જીત એટલે કે ધર્મની અધર્મ પર જીતને દશેરા કે વિજયાદશમી તરીકે ઉજવવામાં આવે છે.
Trending Photos
નવી દિલ્હી: દર વર્ષે શ્રીરામની રાવણ પર જીત એટલે કે ધર્મની અધર્મ પર જીતને દશેરા કે વિજયાદશમી તરીકે ઉજવવામાં આવે છે. આ અવસરે એસ્સેલ ગ્રુપના ચેરમેન અને રાજ્યસભા સાંસદ સુભાષ ચંદ્રાએ દશેરાની શુભેચ્છાઓ પાછવી. ટ્વીટર પર દેશવાસીઓને વીશ કરતા સુભાષ ચંદ્રાએ લખ્યું કે ધર્મ હંમેશા અધર્મ પર વિજય પ્રાપ્ત કરતો રહે તે જ પ્રાર્થના છે. વિજયાદશમીની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ.
विजयादशमी का ये पर्व हमें स्मरण कराता है कि हम अपने अहंकार रुपी रावण का मर्यादा रुपी श्रीराम से संहार कर सकते हैं।
धर्म नित्य ही अधर्म पर विजय प्राप्त करता रहे यही प्रार्थना है।
विजयादशमी की आप सभी को हार्दिक बधाई।
— Subhash Chandra (@subhashchandra) October 8, 2019
રાજ્યસભા સાંસદ સુભાષ ચંદ્રાએ ટ્વીટર પર પોસ્ટ શેર કરીને દશેરાના પર્વની શુભેચ્છાઓ પાઠવી. અત્રે જણાવવાનું કે દશેરાના પર્વનું ધાર્મિક મહત્વ તો છે જ પરંતુ આ તહેવાર આજે પણ ખુબ પ્રાસંગિક છે. આ પર્વ અસત્ય પર સત્યની જીતનું પર્વ છે. આ તહેવાર ભગવાન શ્રી રામની કહાની તો વર્ણવે જ છે પરંતુ સાથે સાથે અત્યંત શક્તિશાળી ગણાતા રાવણે અહંકારમાં જે ગુમાવ્યું તે પણ દર્શાવે છે.
જુઓ LIVE TV
લંકામાં 9 દિવસ સુધી સતત ચાલેલા યુદ્ધ પછી ભગવાન શ્રી રામે અહંકારી રાવણનો વધ કર્યો હતો અને માતા સીતાને રાવણની કેદમાંથી છોડાવ્યાં હતાં. હિન્દુ કેલેન્ડર મુજબ આસો માસની શુક્લ પક્ષની દસમી તિથિ એટલે કે દશેરા કે વિજયાદશમી તરીકે ઉજવાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે