EXCLUSIVE : શું નહીં થાય વોડાફોન-આઇડિયાનું બહુ ગાજેલું મર્જર? બેંકોને છે આ ડર
આઇડિયા અને વોડાફોન ઇન્ડિયાનું મર્જર એના અંતિમ તબક્કામાં છે
Trending Photos
નવી દિલ્હી : આઇડિયા અને વોડાફોન મર્જર એના અંતિમ તબક્કામાં છે. આ મર્જર જૂન મહિનાના અંત સુધી થઈ જાય એવી સંભાવના છે. હાલમાં વધી રહેલા NPA અને ફસાયેલી લોનને કારણે બેંકોની હાલત ખરાબ છે. બેંકોને ટેલિકોમ સેક્ટરથી બહુ નુકસાન થયું છે. હાલમાં દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ (SBI)એ આઇડિયા-વોડાફોનના પ્રસ્તાવિત મર્જર પર શંકા વ્યક્ત કરી છે. આઇડિયાની વર્કિંગ કેપિટલ લિમિટના રિન્યૂના પ્રસ્તાવ પર ચર્ચા કરતી વખતે SBIએ આ શંકા વ્યક્ત કરાીછે. આ પ્રસ્તાવના કેટલાક દસ્તાવેજો DNA પાસે છે જેમાં આઇડિયાના મોટા નુકસાનની ચર્ચા છે. આમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે વોડાફોન ઇ્ન્ડિયા મર્જરને કેન્સલ કરી શકે છે.
આઇડિયા સેલ્યુલર લિમિટેડની વર્કિંગ કેપિટલ (ક્લિન કેશ ક્રેડિટ)ની લિમિટને વધારવાના પ્રસ્તાવ પર ચર્ચા માટે બેંકોની એક હાઇ લેવલ મીટિંગમાં વિચારણા કરવામાં આવી હતી. આ મામલા સાથે જોડાયેલા એક અધિકારીએ નામ ન જાહેર કરવાની શરતે DNAને માહિતી આપી છે કે આઇડિયાને વોડાફોન ઇ્ન્ડિયા સાથે્ વિલિનીકરણની પ્રક્રિયા પહેલા સ્પેકટ્ર્સ શુલ્કન બાકી રહેલી રકમ જેટલી બેંક ગેરંટી જમા કરવાની પરવાનગી આપી શકાય છે. આ મામલે સ્પષ્ટતા માટે આઇડિયા સેલ્યુલરનો વારંવારૃ સંપર્ક કરવાના પ્રયાસ પછી પણ કોઈ સ્પષ્ટતા નથી મળી શકી જ્યારે વોડાફોને આ ધારણાને આધારવિહીન ગણાવીને કહ્યું છે કે વિલય માટે જરૂરી મંજૂરી લઈ લેવામાં આવી છે.
રિલાયન્સ જિયોએ ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં આગમન સાથે ભારે સસ્તો ડેટા ઓફર કર્યો છે જેના કારણે વોડાફોન અને આઇડિયા જેવી કંપનીઓએ પ્રાઇસ વોરનો સામનો કરવો પડ્યો હતો. આ પ્રાઇસ વોરના કારણે કંપનીઓને બહુ નુકસાન થયું છે અને આ વાત સમગ્ર ઇન્ડ્સ્ટ્રી પર લાગુ પડે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે