દબંગોના ડરથી પલાયન કરવા મજબૂર થયો પરિવાર, ઘરની બહાર લખ્યું 'મકાન વેચવાનું છે'

ઉત્તર પ્રદેશના શામલીમાં એક પરિવાર પલાયન થઇ ગયો છે. સમાચાર સામે આવ્યા બાદ પોલીસ મહેકમમાં હડકંપ મચી જવા પામ્યો છે. મળતી માહિતી અનુસાર દબંગો દ્વારા મારઝૂડ કરવા અને પોલીસ દ્વારા કાર્યવાહી ન કરવાના લીધે તે પલાયન થઇ ગયો છે. પીડિત પરિવાર પોતાના મકાન પર 'મકાન વેચવાનું છે' લખીને પરિવાર સાથે ગામ છોડીને જતો રહ્યો છે.

દબંગોના ડરથી પલાયન કરવા મજબૂર થયો પરિવાર, ઘરની બહાર લખ્યું 'મકાન વેચવાનું છે'

નવી દિલ્હી/શામલી: ઉત્તર પ્રદેશના શામલીમાં એક પરિવાર પલાયન થઇ ગયો છે. સમાચાર સામે આવ્યા બાદ પોલીસ મહેકમમાં હડકંપ મચી જવા પામ્યો છે. મળતી માહિતી અનુસાર દબંગો દ્વારા મારઝૂડ કરવા અને પોલીસ દ્વારા કાર્યવાહી ન કરવાના લીધે તે પલાયન થઇ ગયો છે. પીડિત પરિવાર પોતાના મકાન પર 'મકાન વેચવાનું છે' લખીને પરિવાર સાથે ગામ છોડીને જતો રહ્યો છે. તમને જણાવી દઇએ કે આ મામલો જનપદ શામલી ઝિંઝાના પોલીસ ક્ષેત્રના કેરટૂ ગામનો છે. પીડિત પરિવારનું કહેવું છે કે થોડા દિવસો પહેલાં પાણી ભરવાના મામલે તેમના એક સમુદાયના કેટલાક લોકો સાથે વિવાદ થયો હતો, જેની ફરિયાદ પોલીસમાં કરી હતી, પરંતુ પોલીસે કાર્યવાહી ન કરી. તો બીજી તરફ પોલીસનું કહેવું છે કે તે આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. 

પાણી ભરવા બાબતે થયો વિવાદ
મળતી માહિતી અનુસાર થોડા દિવસો પહેલાં પાણી ભરવાને લઇને તેમનો એક સમુદાયના કેટલાક લોકો સાથે વિવાદ થયો. પરિવારના અનુસાર સમગ્ર ઘટનાની ફરિયાદ તેમણે પોલીસ મથકમાં કરી છે. તે વખતે પોલીસ દ્વારા તેમની સુનવણી કરવામાં આવી હતી. પરંતુ ચૂંટણી બાદ ફરીથી દબંગોએ તેમની સાથે મારઝૂડ કરી. પીડિતોએ તેની ફરિયાદ ફરી પોલીસને કરી પરંતુ પોલીસ તેમની કોઇ સુનાવણી કરી રહી નથી. 

— ANI UP (@ANINewsUP) June 4, 2018

ગામમાં વિશેષ સમુદાયનો ડર
દબંગોના ડરથી વધુ એક પરિવાર ગામ છોડીને પલાયન થઇ ગયો છે. લોકસભાની ચૂંટણીને હજુ ઝાઝા દિવસો બાકી નથી અને કૈરાના લોકસભામાં એક સમુદાયના વિશેષ ડરથી વધુ એક પરિવાર પલાયન થઇ ગયો છે. પલાયન કરનાર પરિવારનો આરોપ છે, દબંગો તેમની સાથે દરરોજ મારઝૂડ કરતો હતો અને પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી ન કરવામાં આવતાં તેમને આમ કરવું પડ્યું. 
 
પલાયનના હોબાળાથી પોલીસમાં હડકંપ
જાણકારી અનુસાર ગામ કેરટૂમાં પરિવારના મોભી પોતાના પરિવાર સાથે પોતાની સાસરીએ જતો રહ્યો છે. પરિવારનો આરોપ છે કે એક વિશેષ સમુદાય તેમના પરિવાર સાથે અવાર-નવાર મારઝૂડ કરતો હતો, જેના લીધે ગામમાંથી પલાયન થઇ ગયો છે. તો બીજી તરફ પલાયનનો હોબાળો થતાં પોલીસમાં હડકંપ મચી ગયો છે. પોલીસનું કહેવું છે કે મહિલા દ્વારા હેંડપંપ વડે પાણી ભરવાથી વિવાદ થયો હતો. તેમાં કાર્યવાહી કરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news