જાણો, નિવૃત થયા બાદ પોતાના માટે કેવું ઘર બનાવશે પીએમ મોદી...

વડાપ્રધાન નરેંદ્વ મોદી આજે (મંગળવારે) વીડિયો કોગ્રેંસિંગના માધ્યમથી વડાપ્રધાન આવાસ યોજના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો. આ દરમિયાન તેમણે ઝારખંડના ખૂંટી જિલ્લાના લાભાર્થીઓ સાથે વાત કરી. લાભાર્થીઓમાં જુબૈદા ખાતૂન, ઉષા દેવી અને અંજલી દેવી સહિત ઘણી અન્ય મહિલાઓ સાથે પીએમ મોદીએ સીધો સંવાદ કર્યો. 
જાણો, નિવૃત થયા બાદ પોતાના માટે કેવું ઘર બનાવશે પીએમ મોદી...

ખૂંટી: વડાપ્રધાન નરેંદ્વ મોદી આજે (મંગળવારે) વીડિયો કોગ્રેંસિંગના માધ્યમથી વડાપ્રધાન આવાસ યોજના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો. આ દરમિયાન તેમણે ઝારખંડના ખૂંટી જિલ્લાના લાભાર્થીઓ સાથે વાત કરી. લાભાર્થીઓમાં જુબૈદા ખાતૂન, ઉષા દેવી અને અંજલી દેવી સહિત ઘણી અન્ય મહિલાઓ સાથે પીએમ મોદીએ સીધો સંવાદ કર્યો. 

લાભાર્થીઓએ પીએમ મોદીને ઘર માટે ધન્યવાદ કહ્યું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે 2022 સુધી ગરીબોને પાકુ મકાન આપવાનો ટાર્ગેટ રાખ્યો છે. આ દરમિયાન મહિલાઓ પોત-પોતાના ઘરના ફોટા બતાવે, જે તેમણે વડાપ્રધાન આવાસ યોજના હેઠળ બનાવ્યા છે. ફોટા જોઇને પીએમ મોદીએ કહ્યું કે અત્યારે તો હું સરકારી ઘરમાં રહું છું. નિવૃત થયા બાદ હું પણ આવું જ ઘર બનાવીશ.
PM Narendra Modi interacts with Pradhan Mantri Awas Yojana beneficiaries across the nation.

(Screen Grab)
ખૂંટીના લાભાર્થીઓ સાથે વાતચીત કરતાં પીએમ મોદી રાણી મિસ્ત્રીનો ઉલ્લેખ કર્યો અને તેમના વિશે મહિલાઓને જાણકારી આપી. પીએમ મોદી સાથે વાત કરતાં મહિલાઓએ 2019માં ફરીથી વડાપ્રધાન  બનવાની શુભેચ્છા પાઠવી. 

વાતચીત દરમિયાન મહિલાઓએ પોતાના અનુભવ શેર કર્યા. એક લાભાર્થીએ જણાવ્યું કે કાચું મકાન હોવાના લીધે તેમને વરસાદના દિવસોમાં ખૂબ મુશ્કેલી થતી હતી. હવ પાક્કુ ઘર બન્યા પછી તેમને આ સમસ્યામાંથી મુક્તિ મળી ગઇ. આ દરમિયાન પીએમ મોદીએ મુદ્વા યોજનાના લાભાર્થીઓ સાથે પણ વાત કરી. 

સંવાદ દરમિયાન વડાપ્રધાન નરેંદ્ર મોદી સતત સમજાવવાનો પ્રયત્ન કરતા રહ્યા કે ઘર બની જવાથી લાભાર્થીઓના જીવનમાં શું પરિવર્તન આવ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news