કોરોના વાયરસના લીધે બેંકોએ ઘટાડી દીધી ક્રેડિટ કાર્ડની લિમિટ, આ કારણથી ભર્યું પગલું
કોરોના વાયરસના લીધે ચાલી રહેલા લોકડાઉનના કારણે હવે બેંક ક્રેડિટ કાર્ડની લિમીટ પણ ઘટાડવા લાગી છે. જેથી લોકો ને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આખરે બેંકોએ આ પ્રકારનો નિર્ણય કેમ લીધો, એ પણ જણાવુ ખૂબ જરૂરી છે.
Trending Photos
નવી દિલ્હી: કોરોના વાયરસના લીધે ચાલી રહેલા લોકડાઉનના કારણે હવે બેંક ક્રેડિટ કાર્ડની લિમીટ પણ ઘટાડવા લાગી છે. જેથી લોકો ને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આખરે બેંકોએ આ પ્રકારનો નિર્ણય કેમ લીધો, એ પણ જણાવુ ખૂબ જરૂરી છે. બેંકના આ નિર્ણયથી એ લોકો પર સૌથી વધુ અસર પડી છે, જેનો પગાર આવતો નથી અને તે ખર્ચ કરવા માટે ક્રેડિટ કાર્ડ પર નિર્ભર છે.
આ લોકોના ક્રેડિટ કાર્ડની ઘટી લિમિટ
ટેક્સ અને રોકાણના સલાહકાર જીતેન્દ્ર સોંલકીએ જણાવ્યું કે જે ગ્રાહકોએ પોતાના લોનના ઈએમઆઈ ન લેવાની વાત બેંક સાથે કરી હતી, તેમના કાર્ડની લિમિટને ઘટાડવામાં આવી છે. એમ તો બેંક હમેંશા કાર્ડ હોલ્ડરની પેમેન્ટ અને ખર્ચની સ્થિતિનું હમેંશા મૂલ્યાકન કરતા રહે છે, પરંતું અત્યારના સમયમાં આવું થવું કંઈ નવી વાત નથી, બેંક ગમે ત્યારે ક્રેડિટ કાર્ડની લિમીટને વધારી કે ઘટાડી શકે છે.
બેંકે આ માટે લીધો નિર્ણય
બેંકોનું માનવું છે કે જો કોઈ ગ્રાહક તેના હપ્તા સયમસર ભરી નથી શકતો તો, પછી તે ક્રડિટ કાર્ડનું બિલ કેવી રીતે ભરી શકશે. એટલા માટે જે ગ્રાહકોએ પોતાની લોનના હપ્તાને ૩ મહિના ટાળવાની ઈચ્છા પ્રગટ કરી, તેમના ક્રેડિટ કાર્ડની લિમિટ ઘટી ગઈ છે. બેંકોનું કહેવું છે કે ગ્રાહક જ્યારે લોનના હપ્તા જમા કરી દેશે, તેના ક્રેડિટ કાર્ડની લિમીટને વધારી દેવામાં આવશે.
૨૦૦૮માં પણ થયું હતું આવું
૨૦૦૮માં જ્યારે વૈશ્વિક મંદી આવી હતી, ત્યારે પણ બેંકોએ પોતાના ગ્રાહકોની ક્રેડિટ કાર્ડ લિમીટને ઘટાડી દીધી હતી. ક્રેડિટ કાર્ડના બીલ ન ભરવા પર બેંકો ક્યારેક આવો નિર્ણય લે છે. જોકે બેંક તે ગ્રાહકોની ક્રેડિટ લિમીટને પણ ઘટાડી રહી છે, જેમના વિશે તેમને એવું લાગે કે આ લોકો કાર્ડનું બિલ નહી ભરી શકે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે