ITR: Taxpayers માટે મોટી રાહત, 31 મે સુધી વધી Tax Compliance અને ITR ની સમયસીમા

ITR Last Date 2020-21 Extended: Income Tax Return ભરનારાઓ માટે મોટી રાહતના સામચાર છે. સરકારે કોરોનાની મહામારીના વધતા પ્રકોપને કારણે નાણાંકીય વર્ષ 2020 માટે ટેક્સ કંપ્લાયંસ (Tax Compliance) અને ITR ભરવાની સમયસીમા 31 મે સુધી વધારી દીધી છે.

ITR: Taxpayers માટે મોટી રાહત, 31 મે સુધી વધી Tax Compliance અને ITR ની સમયસીમા

નવી દિલ્લીઃ Income Tax Return ભરનારાઓ માટે મોટી રાહતના સામચાર છે. સરકારે કોરોનાની મહામારીના વધતા પ્રકોપને કારણે નાણાંકીય વર્ષ 2020 માટે ટેક્સ કંપ્લાયંસ (Tax Compliance) અને ITR ભરવાની સમયસીમા 31 મે સુધી વધારી દીધી છે. ટેક્સપેયર્સ નાણાંકીય વર્ષ 2020નું Revised Return પણ ભરી શકે છે.

ITR, ટેક્સ કંપ્લાયંસની ડેડલાઈન વધી:
કેન્દ્રીંય પ્રત્યક્ષ કર બોર્ડ (Central Board of Direct Taxes- CBDT) એ કહ્યું કે કોરાનાની મહામારીના સંકટના સમયે ટેક્સપેયર્સ, ટેક્સ કંસલ્ટેંટ્સ અને બીજા પક્ષોની સલાહને ધ્યાને લઈ સરકારે કેટલીક મહત્ત્વની તારીખોને આગળ વધારી છે. CBDT એ કહ્યું કે Tax compliance માં લોકોએ અપીલ કરી હતી.  ત્યાર બાદ સરકારે Tax compliance ની સમયસીમા વધારીને 31 મે સુધી વધારી દીધી છે. જેને પગલે નાણાંકીય વર્ષ 2019-20 નું Revised Return પણ ભરી શકાશે.

31 મે 2021 સુધી વધી મુદ્દત:
CBDT એ કહ્યુંકે, Assessment Year 2020-21 માટે સંશોધિત રિર્ટન ભરવા માટે ની તારીખ પહેલાં 31 માર્ચ 2021 હતી, જેમાં એક મહિનાની મુદ્દત વધારીને તેને 31 મે 2021 કરી દેવામાં આવી છે. આ સાથે જ જે બાબતોમાં કરદાતાઓને નોટિસ મોકલવામાં આવી છે તેમને તેનો જવાબ આપવા માટે 1 એપ્રિલ સુધીની મુદ્દત આપવામાં આવી હતી, એમાં પણ તારીખ આગળ વધારીને 31 મે સુધી કરી દીધી છે. આ રીતે કોઈપણ વ્યક્તિ ઈનકમ ટેક્સને લઈને કમિશ્નર સામે 31 મે સુધી અપીલ કરી શકે છે. પહેલાં 30 એપ્રિલ તેની ડેડલાઈન હતી.

— Income Tax India (@IncomeTaxIndia) May 1, 2021

DRP વાંધા અરજી કરવાની તારીખ પણ વધી:
એ જ રીતે ડિસ્પ્યૂટ રેજોલ્યૂશન પૈનલ (DRP) સમક્ષ વાંધા અરજી દાખલ કરવાની તારીખ પણ વધારી દેવામાં આવી છે. સરકારે 1 એપ્રિલથી વધારીને તેની તારીખ હવે 31 મે કરી દીધી છે.  CBDT એ કલમ 194-IA, 194-IB અને 194M ના અંતર્ગત 30 એપ્રિલ સુધી ભરપાઈ થનારી કટૌતી અને સ્ટેટમેંટ અથવા ચાલાનની તારીખ પણ વધારીને 31 મે કરી દીધી છે.

કોરોનાની મહામારીના કારણે વધારી તારીખોઃ
દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. જે ખુબ જ ઘાતક સાબિત થઈ રહી છે. જેને પગલે હાલ મોટાભાગના શહેરોમાં નાઈટ કરફ્યૂ અને એક પ્રકારનું આંશિક લોકડાઉન લાગૂ કરાયું છે. આ સ્થિતિને જોતા સરકારે ઈનકમ ટેક્સ વિભાગને લગતી વિવિધ તારીખોની મુદ્દત વધારી દીધી છે. જેને કારણે કરદાતાને એટલી રાહત મળી રહે. નિષ્ણાતોનું કહેવું છેકે, જો સ્થિતિ ન સુધરે તો આ તારીખો હજુ પણ આગળ વધારવી પડશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news