Video: ક્રિકેટ ઈતિહાસની સૌથી અનોખી ઘટના, બેટ્સમેને શોટ મારતાની સાથે જ કંઈક એવું થયું....

ભારતમાં હાલ IPL ચાલુ છે. પરંતુ તેની ઝાકમઝોળથી દૂર શ્રીલંકામાં બાંગ્લાદેશ અને શ્રીલંકાની ટીમ વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. પલ્લેકેલેમાં શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચમાં એક અનોખી ઘટના જોવા મળી.

Video: ક્રિકેટ ઈતિહાસની સૌથી અનોખી ઘટના, બેટ્સમેને શોટ મારતાની સાથે જ કંઈક એવું થયું....

પલ્લેકેલે: ભારતમાં હાલ IPL ચાલુ છે. પરંતુ તેની ઝાકમઝોળથી દૂર શ્રીલંકામાં બાંગ્લાદેશ અને શ્રીલંકાની ટીમ વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. પલ્લેકેલેમાં શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચમાં એક અનોખી ઘટના જોવા મળી. જેની કોઈને કલ્પના સુદ્ધા ન હોય. 

ખુબ વાયરલ થઈ રહ્યો છે વીડિયો
વાત જાણે એમ છે કે આ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશના પહેલા દાવ દરમિયાન બાંગ્લાદેશી બેટ્સમેન તૈજુલ ઈસ્લામ અજીબોગરીબ રીતે હિટ વિકેટ આઉટ થઈ ગયો. તૈજુલ ઈસ્લામનો આ હિટ વિકેટનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Fox Cricket (@foxcricket)

બેટ્સમેન સાથે થયું આવું
બાંગ્લાદેશી બેટ્સમેન તૈજુલ ઈસ્લામ શ્રીલંકન બોલર સુરંગા લકમલના શોર્ટ બોલ પર બેકફૂટ પર જઈને ડિફેન્સ કરવાની કોશિશ કરવા ગયો. આ દરમિયાન તેનું જૂતું સ્ટમ્પ પર લાગ્યું અને તે હિટ વિકેટ આઉટ થઈ ગયો. 

— Saj Sadiq (@Saj_PakPassion) May 2, 2021

ક્રિકેટ ઈતિહાસમાં આ સૌથી અનોખી ઘટના
ક્રિકેટ ઈતિહાસમાં આ ઘટના સૌથી અનોખી ઘટના છે. બેટ્સમેનને ખબર જ ન પડી કે તેની સાથે શું થયું. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેના પર લોકો પણ મજા લઈ રહ્યા છે. અત્રે જણાવવાનું કે શ્રીલંકાએ પહેલા દાવમાં 242 રનની લીડ લીધા બાદ બીજો દાવ 9 વિકેટ પર 194 રન બનાવીને ડિક્લેર કર્યો હતો. બાંગ્લાદેશે પહેલા દાવમાં 251 રન કર્યા હતા. બાંગ્લાદેશના પહેલા દાવમાં ઓપનર તમીમ ઈકબાલે સૌથી વધુ 92 રન કર્યા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news