Silver Price: ચાંદીના ભાવમાં ચમક, 1 લાખ રૂપિયાના આંકડાને કરી શકે છે પાર, મધ્યમ વર્ગનો મરો

Silver Rate Hike: બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલના અનુસાર હાલ ચાંદીના ભાવમાં સ્થિરતા આવવાની આશા ઓછી છે. સોમવારે 8 એપ્રિલના રોજ ચાંદીના ભાવ 81,313 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો રેકોર્ડ બનાવ્યો છે. 
 

Silver Price: ચાંદીના ભાવમાં ચમક, 1 લાખ રૂપિયાના આંકડાને કરી શકે છે પાર, મધ્યમ વર્ગનો મરો

Aaj na Sona Chandi Na Bhav: સોના અને ચાંદીના ભાવમાં હાલ જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. સોમવારે 8 એપ્રિલના રોજ ગોલ્ડના ભાવ 70,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ ગયા હતા. ચાંદીમાં તેજી સાથે વધતાં 81,313 રૂપિયા પ્રતિ કિલોગ્રામના રેકોર્ડને પાર કરી ગઇ હતી. સોના અને ચાંદીના ભાવમાં આ તેજી ઘણા કારણોના લીધે આવી છે. હવે ચાંદીનો ભાવ 1 લાખ રૂપિયા પ્રતિ કિલોના આંકડાને પાર કરવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

વર્ષ 2024માં જબરદસ્ત ઉછાળો
સોના-ચાંદીના ભાવમાં વધારા માટે આર્થિક કારણોની સાથે સાથે વિશ્વમાં ચાલી રહેલા ઘણા યુદ્ધને પણ જવાબદાર ગણવામાં આવી રહ્યા છે. આ જ કારણ છે કે સોના-ચાંદીની ખરીદીમાં ઝડપથી વધારો થયો છે. વર્ષ 2023માં સોનાના ભાવમાં લગભગ 13 ટકાનો વધારો થયો હતો. બીજી તરફ ચાંદીના ભાવમાં પણ લગભગ 7.19 ટકાનો વધારો થયો છે. 2024ના ડેટા પર નજર કરીએ તો આ વર્ષે 8 એપ્રિલ સુધી ચાંદીમાં લગભગ 11 ટકા અને સોનું લગભગ 15 ટકાનો વધારો થયો છે. 

હાલ અટકશે નહી ચાંદીના ભાવ
ગોલ્ડ અને સિલ્વર માર્કેટમાં થઇ રહેલી ઉથલપાથલ પર બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલે સોમવારે કહ્યું કે હજુ પણ સોના અને ચાંદીના ભાવમાં સ્થિરતા આવવાની કોઇ આશા નથી. હાલ ચાંદી 1 લાખ રૂપિયા કિલો સુધી જઇ શકે છે. તેના મીડિયમથી લઇને લોન્ગ ટર્મમાં 92 હજાર રૂપિયા પ્રતિ કિલોના રેટ પર સ્થિરતાની આશા છે. જિઓપોલિટિકલ તણાવે રોકાણકારોના વલણને બદલી દીધું છે. સાથે જ ઇંડસ્ટ્રીમાં પણ ચાંદીની ડિમાન્ડ ઝડપથી વધી છે. તેમાં ઓટોમોટિવ અને કંઝ્યૂમર ઇલેક્ટ્રોનિક્સ સામેલ છે. સોલાર એનર્જીની ડિમાંડ વધવાની સાથે જ ચાંદીની માંગમાં પણ તેજી આવે છે. 

વધુ ખરીદવામાં આવ્યું?
મીડિયા રિપોર્ટમાં કેડિયા કોમોડિટિઝના  પ્રેસિડેન્ટ અજય  કેડિયાએ જણાવ્યું છે કે ફેબ્રુઆરીમાં દુનિયાભરના દેશોની કેન્દ્રીય બેંકના સોનાના ભંડારમાં 19 ટનનો વધારો જોવા મળ્યો. જે સતત નવમાં મહિને વધારો છે. એ રીતે જોઈએ ટેક્નિકલી તો સોનું જરૂર કરતા વધુ ખરીદવામાં આવ્યું હોય તેવું લાગે છે. જો કે સોનામાં લાંબા ગાળાની તેજીથી ઈન્કાર કરી શકાય નહીં. પરંતુ ટેક્નિકલ ઘટાડાની આશા છે. 

કેન્દ્રીય બેંકોએ ખુબ ખરીદ્યું સોનું
જો કે ફેબ્રુઆરીની ખરીદી જાન્યુઆરીની કુલ 45 ટનથી 58 ટકા ઓછી હતી. વર્ષ દર વર્ષેના આધાર પર, કેન્દ્રીય બેંકોએ જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં 64 ટન જોડ્યું. જે 2022માં ચાર ગણો વધારો છે. પીપલ્સ બેંક ઓફ ચાઈના સૌથી મોટી ખરીદાર હતી. જેણે પોતાના સોનાના ભંડારને વધારીને 2257 ટન કરી દીધો. ભંડાર સતત 16 મહિના સુધી વધ્યો છે. નેશનલ બેંક ઓફ કઝાકિસ્તાને ફેબ્રુઆરીમાં પોાતના સોનાના ભંડારમાં 6 ટકાનો વધારો કર્યો. જેનાથી કુલ હોલ્ડિંગ્સ વધીને 306 ટનથી વધુ થઈ ગયો. ફેબ્રુઆરીમાં ભારતીય રિઝર્વ બેંકના સોનાના ભંડારમાં 6 ટકાનો વધારો થયો. જેનાથી તેની વાર્ષિક ખરીદી 13 ટનથી વધુ થઈ, અને કુલ સોનાનું હોલ્ડિંગ 817 ટન થઈ ગયું. 

6 મહિનામાં 23 ટકા જેટલો વધ્યો ભાવ
એમસીએક્સ ગોલ્ડ છેલ્લા 6 મહિનામાં લગભગ 23 ટકા જેટલો વધ્યો છે. જે સુધારના સંભવિત જોખમનો સંકેત આપે છે. છ મહિનામાં સોનું લગભગ 500 ડોલર પ્રતિ ઔંસ વધી ગયું છે. જેનાથી કોમેક્સમાં તેજી વધી છે. કેડિયાએ જણાવ્યું કે સોનામાં આવેલી તેજીથી અનેક લોકો પાસે હાલ મોંઘી સંપત્તિ ખરીદવાનું મોંઘુ થઈ શકે છે. જ્યારે સોનાનું સમર્થન આપવા માટે વ્યાજ દરનો અભાવ છે. સોનાના ભાવ વધવાનું એક કારણ એ પણ છે કે અમેરિકી ડોલરની વધતી કિંમત એક વધુ ફાયદાકારક સુરક્ષિત ઠેકાણું બન્યું છે. 

Zee 24 kalakના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news