મારી નાખ્યા! ભરઉનાળે વરસાદની આગાહી, ગુજરાતમાં ડિસકમ્ફર્ટ કન્ડિશનની પણ વોર્નિંગ

Gujarat Weather Update: સામાન્ય રીતે વરસાદ દરેકને ગમતો હોય છે. પણ જ્યારે આઉટ સિઝનમાં વરસાદ પડે ત્યારે તે બીમારીઓ સાથે લઈને આવે છે. અત્યાર ભરઉનાળામાં કરવામાં આવેલી વરસાદની આગાહી આ જ બીમારીઓનો સંકેત આપે છે.

મારી નાખ્યા! ભરઉનાળે વરસાદની આગાહી, ગુજરાતમાં ડિસકમ્ફર્ટ કન્ડિશનની પણ વોર્નિંગ

Gujarat Weather Forecast: ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. લોકો એક તરફ ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યાં છે. ત્યાં બીજી તરફ હજુ પણ મિક્સ ઋતુનો અનુભવ થાય છે. હજી પણ વહેલી સવારે અને રાતે ઠંડા પવનો ફૂંકાઇ રહ્યા છે. જેને કારણે લોકોને ડબલ સિઝનનો અહેસાસ થાય છે. આવી ડબલ સિઝનની વચ્ચે કરાયેલી આગાહી બીમારીઓ નોતરી શકે છે. જીહાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે વરસાદની આગાહી. સવાલ એ થાય છેકે, શું આ વરસાદ ગરમીથી રાહત આપશે કે પછી ત્રિપલ સિઝનથી બીમારીઓના ઘર કરશે? વરસાદ વિશે વિગતવાર જાણીએ એ પહેલાં ગરમીના આંકડા પર પણ કરી લઈએ નજર...

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ:
મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રી પાર
7 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી ઉપર નોંધાયુ
સૌથી વધુ તાપમાન ભુજમાં 41.7 ડિગ્રી તાપમાન નોંધાયુ
સૌરાષ્ટ્ર અને કચ્છમાં ડિસ્કમ્ફર્ટ કન્ડિશનની આગાહી
ગરમીના અને ભેજના કારણે ડિસ્કમ્ફર્ટ કન્ડિશનની સંભાવના

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ તાપમાનના આંકડા:

અમદાવાદ 40.0 ડિગ્રી

ગાંધીનગર 39.3 ડિગ્રી

ડીસા  41.1 ડિગ્રી

વલ્લભ વિદ્યાનગર 39.5 ડિગ્રી

વડોદરા 38.6 ડિગ્રી

સુરત 37.0 ડિગ્રી

ભાવનગર 37.2 ડિગ્રી

રાજકોટ 41.0 ડિગ્રી

સુરેન્દ્રનગર 41.1 ડિગ્રી

મહુવા 37.0 ડિગ્રી

ભુજ  41.7ડિગ્રી

કંડલા 40.7 ડિગ્રી

કેશોદ  39.0 ડિગ્રી

જાણો ક્યાં-ક્યાં પડી શકે છે વરસાદ?
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે કરવામાં આવી છે વરસાદની આગાહી. આગામી તારીખ 12 અને 13 તારીખ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે વરસાદની આગાહી. પ્રી મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદની આગાહી કરાઈ હોવાનું જણાવાયું છે. હવામાન વિભાગ દ્વારા 12 એપ્રિલ નવસારી,વલસાડ,સુરત, દીવ,દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ 13 એપ્રિલે બનાસકાંઠા,સાબરકાંઠા,કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આમ, હવામાન વિભાગે ગુજરાતમાં બે દિવસ વરસાદ વરસવાની આગાહી કરી છે. આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં ડિસકમ્ફર્ટ કન્ડિશનની વોર્નિંગ પણ આપવામાં આવી છે. ગુજરાતમાં આજથી ચાર દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. જે બાદ બે દિવસ છૂટાછવાયા સ્થળો પર સામાન્ય વરસાદની શક્યતા છે. આ ઉપરાંતના જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેવાની આગાહી કરવામાં આવી છે. આ વરસાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે થશે. તેમણે એમ પણ જણાવ્યુ કે, સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં આવનાર પાંચ દિવસ માટે હોટ અને હ્યુમીડ એરને કારણે ડિસકમ્ફર્ટ કન્ડિશનની વોર્નિંગ આપવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news