West Bengal, Assam Election 2021 Updates: બંગાળના મતદાતામાં જબરદસ્ત ઉત્સાહ, 3 કલાક સુધી 70 ટકાથી વધુ મતદાન
બંગાળના 5 જિલ્લામાં 30 વિધાનસભા સીટો માટે મતદાન કરવામાં આવી રહ્યું છે, જ્યારે અસમની 47 સીટો માટે મતદાન થઇ રહ્યું છે. ચૂંટણી કમિશને આ વખતે મતદાનનો સમય વધાર્યો છે.
Trending Photos
પુરલિયા: First Phase West Bengal Assam Vidhan Sabha Elections 2021 Updates: પશ્વિમ બંગાળ અને અસમ વિધાનસભા ચૂંટણીના પહેલાં તબક્કાનું મતદાન આજે થઇ રહ્યું છે. બંગાળના 5 જિલ્લામાં 30 વિધાનસભા સીટો માટે મતદાન કરવામાં આવી રહ્યું છે, જ્યારે અસમની 47 સીટો માટે મતદાન થઇ રહ્યું છે. ચૂંટણી કમિશને આ વખતે મતદાનનો સમય વધાર્યો છે.
બંગાળમાં પહેલાં તબક્કાના મતદાન પહેલાં શુક્રવારે (26 માર્ચ)ના રોજ પુરલિયા જિલ્લામાં હિંસા જોવા મળી હતી. પુરલિયાના બંડોયાનમાં ગરૂ પ્રાથમિક સ્વાસ્થ્ય કેંદ્ર અને સાગા સુપુરૂદી ગામ વચ્ચે ચૂંટણી પંચના વાહનોને આગ લગાવી દીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે ગાડી ચૂંટણી અધિકારીઓને મતદાન કેંદ્ર પર છોડવા ગઇ હતી. ન્યૂઝ એજન્સી એએનઆઇના અનુસાર ગઇકાલે રાત્રે (શુક્રવારે) પુરલિયામાં મતદાનકર્મીઓને ભોજન બાદ પરત ફરતી વખતે રહસ્યમય પરિસ્થિતિમાં એક વાહનને આગ લગાવી દીધી હતી. પોલીસ કેસની તપાસ કરી રહી છે. ડ્રાઇવરને પૂછપરછ માટે લઇ જવામાં આવ્યો છે.
West Bengal: A vehicle caught fire under mysterious circumstances as it was returning after delivering food to the polling workers in Purulia, last night. The driver has been taken for questioning. More details awaited. pic.twitter.com/SPLNohNbHO
— ANI (@ANI) March 27, 2021
ભાજપના (BJP) ના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય (Kailash Vijayvargiya) અન્ય ભાજપના નેતાઓ સાથે પશ્વિમ બંગાળના ચીફ ઇલેક્ટોરલ ઓફિસર (Chief Electoral Officer) સાથે મુલાકાત કરવા માટે રાજ્ય ચૂંટણી પંચની ઓફિસ પહોંચી ગયા છે. ભાજપના નેતાઓએ ચૂંટણીમાં હિંસાને લઇને ચૂંટણી પંચને ફરિયાદ કરી.
પશ્વિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021 (West Bengal Assembly Elections 2021) માં બપોરે 1 વાગ્યા સુધી બાંકુરામાં 57.40 ટકા, ઝારગ્રામમાં 59.23 ટકા, પશ્વિમ મેદિનીપુરમાં 52.60 ટકા, પૂર્વી મેદિનીપુરમાં 57.75 ટકા પુરલિયામાં 51.42 ટકા મતદાન થયું છે.
અસમના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ (Sarbananda Sonowal) એ ડિબ્રૂગઢમાં મતદાન કર્યું. સીએમ સોનોવાલે દાવો કર્યો કે ભાજપ અસમ વિધાનસભા ચૂંટણી 2021 (Assam Assembly Elections 2021) માં 100 વધુ સીટો જીતશે.
તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ EVM માં ગરબડીના આરોપ લગાવ્યા. ટીએમસીના 10 સાંસદ રાજ્ય ચૂંટણી પંચની ઓફિસમાં ફરિયાદ કરવા માટે પહોંચ્યા.
ચૂંટણી પંચ (ECI) ના અનુસાર પશ્વિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021 (West Bengal Assembly Elections 2021) ના પહેલા તબક્કામાં સવારે 11 વાગ્યા સુધી 24.61 ટકા મતદાન થયું, અસમ વિધાનસભા ચૂંટણી 2021 (Assam Assembly Elections 2021) માં શરૂઆતી 4 કલાકમાં 24.48 ટકા મતદાન થયું.
ચૂંટણી પંચના અનુસાર પશ્વિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021 (West Bengal Assembly Elections 2021) પહેલાં તબક્કામાં સવારે 9 વાગ્યા સુધી 7.72 ટકા મતદાન અને અસમ (1st Phase Of Assam Elections) માં શરૂઆતી 2 કલાકમાં 8.84 ટકા મતદાન થયું.
પશ્વિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021 (West Bengal Assembly Election 2021) ના પહેલાં તબક્કાના મતદાનના દિવસે ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રોયને કહ્યું કે 2 મેના રોજ પશ્વિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની સરકાર બનશે. ટૂરિસ્ટ ગેંગ હારશે.
પશ્વિમ બંગાળ (West Bengal Elections 2021) માં તોફાનીતત્વોએ ગરબેટા વિધાનસભા સીટ પરથી ટીએમસી (TMC) ઉમેદવાર પર હુમલો કર્યો. ટીએમસી નેતા કોઇપણ પ્રકારે પોતાનો જીવ બચાવી નિકળી ગયા.
અસમ (1st Phase of Assam elections) ના ડિબ્રૂગઢમાં પોલીંગ બૂથ બહાર વોટર્સના શરીરનું તાપમાન ચેક કરીને તેમને મતદાન કરવા માટે અંદર જવા દેવામાં આવી રહ્યા છે. લોકો અહીં લાઇનમાં ઉભા છે અને સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરી રહ્યા છે.
સવારે 9 વાગ્યા સુધી અસમમાં 8.84 ટકા, બંગાળમાં 7.72 ટકા મતદાન
અસમમાં સવારે 9 વાગ્યા સુધી 8.84 ટકા મતદાન થયું છે, જ્યારે બંગાળમાં પણ 7.72 ટકા મતદાન થયું છે. પહેલાં તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે.
નંદીગ્રામથી ભાજપના ઉમેદવાર શુભેંદુ અધિકારી EC લખ્યો પત્ર
નંદીગ્રામથી ભાજપના ઉમેદવાર શુભેંદુ અધિકારીએ ચૂંટણી પંચને પત્ર લખીને હલ્દિયાના એડિશનલ એસપી પાર્થ ઘોષ, હલ્દિયા એસડીઓ બારૂ બારૂનબૈધ અને નંદીગ્રામના કેટલાક પોલીસ અધિકારીઓ પર ટીએમસી કાર્યકર્તાઓની મદદ કરવાનો આરોપ લગાવ્યો છે. અધિકારીઓએ પંચ પાસે તેને સસ્પેંડ કરવાની માંગ કરી છે.
ટીએમસીએ ભાજપ પ લગાવ્યો વોટિંગ પ્રભાવિત કરવાનો આરોપ
ટીએમએસીએ ઝારગ્રામ અને પશ્વિમ મેદિનીપુર જિલ્લામાં વોટિંગ પ્રભાવિત કરવાનો આરોપ લગાવ્યો છે. ટીએમસીએ ઝારગ્રામના બૂથ નંબર 218 પર ભાજપ કાર્યકર્તાઓ તરથી ઇવીએમ ખરાબ કરી સમસ્યા ઉત્પન્ન કરવાનો અને પશ્વિમી મેદિનીપુરના ગારબેટા વિધાનસભા ક્ષેત્રના બૂથ નંબર 167 પર મતદારોને અંદર ન જવા દેવાનો આરોપ લગાવ્યો છે. ટીએમસીનો આરોપ છે કે ચૂંટણી અધિકારી પણ તેમને સપોર્ટ કરી રહ્યા છે.
The first phase of elections begin in Assam. Urging those eligible to vote in record numbers. I particularly call upon my young friends to vote.
— Narendra Modi (@narendramodi) March 27, 2021
શુભેંદુ અધિકારીના ભાઇનો આરોપ- મતદારોને મતદાન કરવા જતાં રોકવામાં આવી રહ્યા છે
ભાજપ નેતા શુભેંદુ અધિકારીના ભાઇ સૌમેંદુ અધિકારીએ બૂથ સંખ્યા 149 પર મતદારોને પ્રભાવિત કરવા અને મતદાન કરતાં અટકાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે. કેટલીક જગ્યાએ ઇવીએમ ખરાબ છે. આમ દરેક ચૂંટણીમાં થાય છે.
વેસ્ટ મિદનાપુર: ભાજપના ઉમેદવારનો આરોઅ- અશાંતિ ફેલાવી રહ્યા છે ટીએમસીના લોકો, EC ને ફરિયાદ
વેસ્ટ મિદનાપુરથી ભાજપના ઉમેદવાર સમિત દાસે આરોપ લગાવ્યો છે કે ગ્રામીણ વિસ્તારોમાં કેટલીક જગ્યાએ ટીએમસીના લોકો અશાંતિ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ટીએમસી કાર્યકર્તાઓએ બૂથ નંબર 266 અને 267 પર 7 થી 8 સંખ્યામાં પ્રવેશ કરી મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કર્યો.
પશ્વિમ મિદનાપુર: ભાજપના ઉમેદવારે કર્યું મતદાન
પશ્વિમ મિદનાપુરથી ભાજપના ઉમેદવાર સમિત દાસે પોલિંગ બૂથ પર પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.
મમતા બેનર્જીએ કરી અપીલ- લોકતાંત્રિક અધિકારનો કરો ઉપયોગ
બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ટ્વીટ કરી લોકોને અપીલ કરી છે કે ઘરથી બહાર નિકળે પોતાના લાંકતાંત્રિક અધિકારનો ઉપયોગ કરે. ભારે સંખ્યામાં મતદાન કરે.
અત્રે ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. પ્રથમ તબક્કામાં 30 વિધાનસભા બેઠકો પર મતદારો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. 5 જિલ્લાઓની 30 વિધાનસભા બેઠકો પર થનારા મતદાન પર સૌની નજર છે. પુરૂલિયા, બાંકુરા, ઝારગ્રામ, પૂર્વી મેદનીપૂર અને પશ્ચિમી મેદનીપુરમાં મોટી સંખ્યામાં મતદારો ઉમટી પડ્યા છે. 30 વિધાનસભા બેઠકો માટે 191 ઉમેદવારો મેદાને છે. પ્રથમ તબક્કાના મતદાનમાં 7 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. બાંકુરાની 4, પૂર્વી મેદનીપુરની 7, પશ્ચિમી મેદનીપુરની 6, ઝારગ્રામની 4 અને પુરૂલિયાની 9 બેઠકો પર મતદાન છે. પશ્ચિમ બંગાળ (West Bengal Assembly election 2021) ના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી TMCની પરીક્ષા થશે. 30 બેઠકો પર મતદાન થવાનું છે, તે બેઠકો પર વર્ષ 2016માં TMCએ શાનદાર પ્રદર્શન કર્યુ હતું.
તો બીજી તરફ, આસામ વિધાનસભાની ચૂંટણી માટે આજે પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. પ્રથમ તબક્કામાં 47 બેઠક પર મતદાન કરવા માટે મતદારો આવી રહ્યા છે. જેમાં મતાધિકારનો ઉપયોગ કરી મતદારો 264 ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ કરશે. પ્રથમ તબક્કાના મતદાનમાં 78 અપક્ષ ઉમેદવાર છે, 23 મહિલાઓ પણ પ્રથમ તબક્કાના મતદાનમાં ચૂંટણી મેદાનમાં છે. આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ, વિધાનસભાના અધ્યક્ષ હિતેન્દ્રનાથ ગોસ્વામી, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ રિપુન વોરા સહિતના મંત્રીઓ ચૂંટણી મેદાને છે. પ્રથમ તબક્કાના મતદાનમાં મતદાન માટે એક કલાકનો સમય વધારવામાં આવ્યો છે. 47 બેઠકો માટે 39 બેઠક પર ભાજપ અને 10 તેમની સહયોગી પાર્ટી AGP ચૂંટણી મેદાનમાં છે. આસામ વિધાનસભામાં 126 બેઠકો છે જેનું ત્રણ તબક્કામાં મતદાન થશે.બીજા તબક્કાનું 1 એપ્રિલે તો અંતિમ તબક્કાનું મતદાન 6 એપ્રિલે થશે. 2મેએ આસામ વિધાનસભાનું પરિણામ જાહેર થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે