SBIએ કંઈ પણ ન કરીને 39 કરોડ રૂપિયાની કરી કમાણી!
એસબીઆઇએ 40 મહિનામાં 38.80 કરોડ રૂ. ગ્રાહકો પાસેથી ભેગા કર્યા છે
Trending Photos
નવી દિલ્હી : ગ્રાહકોની એક ભુલના કારણે ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઇ)એ ગયા 40 મહિનામાં 38.80 કરોડ રૂ.ની કમાણી કરી છે. બેંકે આ રકમ માત્ર ચેક પર સાઇન વેરિફાઇ ન થવાના કારણે ગ્રાહકોના ખાતામાંથી કાપી છે. આ પહેલાં જાન્યુઆરી મહિનામાં નાણા મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે એસબીઆઇએ એપ્રિલથી લઈને નવેમ્બર, 2017 સુધી ખાતામાં મિનિમમ બેલેન્સ ન રાખનારા ગ્રાહકો પાસેથી દંડ પેટે 1771 કરોડ રૂ. ચાર્જ તરીકે વસુલ કર્યા છે.
એક રિપોર્ટ પ્રમાણે જ્યારે ચેક રિટર્ન થાય છે તો બેંક 150 રૂ. ચાર્જ કરે છે અને એના પર જીએસટી પણ લાગે છે. આમ, રિટર્ન થયેલો દરેક ચેક ખાતેદારને 157 રૂ.માં પડે છે.
એક અહેવાલ અનુસાર, એસબીઆઇ દ્વારા 40 મહિનામાં 24,11,544 ચેક પર હસ્તાક્ષર મળતા નહીં હોવાથી પરત મોકલવામાં આવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે