RBI New Rule: તમારા ખિસ્સામાં છે આ નોટ તો થઈ જાવ સાવચેત, બની ગઈ પસ્તી; કોઈ કામની નથી હવે!
Unfit Notes: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ અનફિટ નોટને લઇને મોટી સૂચનાઓ જાહેર કરતા તમામ બેંકોને અનફિટ નોટોની મશીનની મદદથી છટણી કરવાનો આદેશ આપ્યા છે. જાણો તમારા ખિસ્સામાં પડેલી કઈ નોટ છે અનફિટ...
Trending Photos
Reserve Bank Of India New Rule: નોટોને લઇને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ મોટો નિર્ણય લીધો છે. ઘણી વખત લોકો જૂની અને ફાટેલી નોટોનો ચલાવવાનો માર્ગ શોધી લેતા હોય છે. જોકે, હવે આરબીઆઇના આ નિર્ણય બાદ નોટની ફિટનેસ ચેક કરવામાં આવશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આખા દેશની બેંકોને સૂચના આપી છે કે નોટ ગણતરીની મશીનોની જગ્યાએ નોટની ફિટનેસ ચેક કરતા મશીનો ઉપયોગ કરવામાં આવે. આરબીઆઇની આ સૂચના અનુસાર હવે દર ત્રણ મહિને નોટોની ફિટનેસ ચેક કરવામાં આવશે. એવામાં તમારા ખિસ્સામાં રહેલી નોટ ફિટ છે કે અનફિટ, તેને ચેક કરવા માટે આરબીઆઇએ 11 ધોરણો નક્કી કર્યા છે.
શું હોય છે અનફિટ નોટ?
આરબીઆઇની સૂચના બાદ સ્વચ્છ નોટોને સરળતાથી ઓળખી શકાય છે. જેથી કરીને તેને રિસાયક્લિંગમાં મુશ્કેલીનો સામનો ન કરવો પડે. અનફિટ નોટ્સ એવી છે જે રિસાયક્લિંગ માટે યોગ્ય નથી. આવો જાણીએ તે તે 11 પ્રતીકો વિશે જે કોઈફણ નોટને ફિટ કે અનફિટ જાહેર કરાશે.
કેવી રીતે થશે અનફિટ નોટની ઓળખ?
- જે નોટ ખુબ જ ગંદી અને જેમાં વધારે પડતી ધૂળ લાગેલી હશે તો આ સ્થિતિમાં તે નોટને અનફિટ માનવામાં આવશે.
- નોટ જ્યારે ઘણા લાંબા સમય સુધી માર્કેટમાં રહે છે અને એક ખિસ્સામાંથી બીજા ખિસ્સામાં ટ્રાન્સખર થતી રહે છે તો તે ઘણી ઢીલી પડી જાય છે. ઢીલી નોટ અનફિટ માનવામાં આવશે. જ્યારે નવી નોટ ફિટની કેટેગરીમાં સામેલ રહશે.
- કોર્નરથી કે પછી વચ્ચેના ભાગથી ફાટેલી નોટ અનફિટ માનવામાં આવશે.
- જો નોટમાં બનાવેલા ડોગ ઈયર્સનો એરિયા 100 વર્ગ મિલીમિટરથી વધારે છે તો તેને અનફિટ માનવામાં આવશે.
- જે નોટોમાં 8 વર્ગ મિલીમીટરથી વધારે મોટા છિદ્રો છે તો તેને અનફિટ નોટ માનવામાં આવશે.
- નોટમાં કોઈપણ પ્રકારના ગ્રાફિક ફેરફારને અનફિટ નોટ માનવામાં આવશે.
- નોટ પર વધારે પડતા ડાઘા, પેનની શાહી વગેરે લાગેલી હશે તો તે અનફિટ નોટ છે.
- નોટ પર કઈપણ લખેલું હોય અથવા કોઈપણ પ્રકારનું ચિત્ર દોરેલું હોય તો તે અનફિટ ગણાશે.
- નોટનો જો રંગ ઉડી ગયો છે તો તે અનફિટ નોટ છે.
- ફાટેલી નોટ પર કોઈપણ પ્રકારની ટેપ અથવા ગમ લગાવેલી હશે તો તે નોટ અનફિટ માનવામાં આવશે.
- નોટનો રંગ જો જતો રહ્યો છે અથવા હળવો થઈ ગયો છે તો તે પણ અનફિટની કેટેગરીમાં સામેલ થશે.
અનફિટ નોટની મશીનનો ઉપયોગ
તમને જણાવી દઈએ કે આરબીઆઇ અનફીટ નોટોને ઓળખવા માટે મશીનને અપડેટ રીતે બનાવી રહી છે. મશીન આ નોટોને ઓળકી તેને માર્કેટમાંથી બહાર કરી દેશે. આ મશીન અનફિટ નોટોની ઓળખ કરશે. આરબીઆઇએ તમામ બેંકોને સૂચના આપી છે કે, આ મશીનનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે. સાથે જ તેની કાળજી પણ ગંભીરતાથી લેવામાં આવે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે