પક્ષમાંથી સસ્પેન્ડ કરાયેલા કોર્પોરેટર જમનાબેન વેગડાના કાર્યાલયનું ઉદ્ઘાટન શહેર કોંગ્રેસ પ્રમુખે કરતા વિવાદ

કોંગ્રેસમાં ફરી આંતરિક વિવાદ સામે આવ્યો છે. પાર્ટીએ જે કોર્પોરેટરને સસ્પેન્ડ કર્યાં હતા, તેના જનસંપર્ક કાર્યાલયના ઉદ્ઘાટનમાં અમદાવાદ શહેર પ્રમુખ પહોંચી ગયા હતા. 
 

પક્ષમાંથી સસ્પેન્ડ કરાયેલા કોર્પોરેટર જમનાબેન વેગડાના કાર્યાલયનું ઉદ્ઘાટન શહેર કોંગ્રેસ પ્રમુખે કરતા વિવાદ

અમદાવાદઃ અમદાવાદ કોર્પોરેશનમાં વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણ સામે કાળો જાદૂ કરવાને લઈને ચર્ચામાં આવેલા કોર્પોરેટર જમનાબેન વેગડાને કોંગ્રેસે ફેબ્રુઆરી મહિનામાં પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. પરંતુ આજે શહેર કોંગ્રેસ પ્રમુખ નીરવ બક્ષીએ દાણીલીમડા વોર્ડના કોર્પોરેટર જમનાબેન વેગડાના જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરતા વિવાદ સર્જાયો છે. ઉદ્ઘાટન સમયની સામે આવેલી તસવીરમાં કમળાબેન કોંગ્રેસનો ખેસ પહેરીને પણ જોવા મળી રહ્યાં છે. 

વિવાદમાં આવ્યા બાદ પાર્ટીએ કર્યા હતા સસ્પેન્ડ
અમદાવાદ કોર્પોરેશનમાં વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણ પર કાળો જાદૂ કરવાને લઈને જમનાબેન વેગડા વિવાદમાં આવ્યાં હતા. તેમનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. ત્યારબાદ આજે શહેર કોંગ્રેસ પ્રમુખ સસ્પેન્ડ કરાયેલા કોર્પોરેટરના જનસંપર્ક કાર્યાલયના ઉદ્ઘાટનમાં પહોંચી જતા વિવાદ શરૂ થયો છે. આ કાર્યક્રમમાં કોંગ્રેસના અન્ય કોર્પોરેટરો પણ હાજર રહ્યાં હતાં. 

લોકાપર્ણ કરવામાં આવેલા કાર્યાલયનું બાંધકામ જ ગેરકાયદેસર
તો મહિલા કોર્પોરેટરે કાર્યાલયનું નિર્માણ કર્યું તે ગેરકાયદેસર છે. તેમણે રહેણાંક સોસાયટીમાં આ કાર્યાલય ઉભુ કર્યું છે. આ માટે એએમસી દ્વારા બે વખત નોટિસ પણ આપવામાં આવી છે. તો જમનાબેનના કાર્યાલયના ઉદ્ઘાટનમાં શહેર પ્રમુખે હાજરી આપતા કોંગ્રેસે ગંભીર નોંધ લીધી છે. કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ નીરવ બક્ષીને ઠપકો પણ આપ્યો છે, જેમ સૂત્રોએ જણાવ્યું હતું. 

ઉદ્ઘાટન સમયે અન્ય કોર્પોરેટરો રહ્યાં હાજર
જમનાબેન વેગડાના જનસંપર્ક કાર્યાલયના ઉદ્ઘાટનમાં ખુદ કોંગ્રેસના અન્ય કોર્પોરેટરો પણ હાજર રહ્યાં હતા. પક્ષમાંથી સસ્પેન્ડ થયેલા હોવા છતાં જમનાબેને પાર્ટીનો ખેસ પહેર્યો હતો. આ કાર્યક્રમમાં બરેરામપુરા વોર્ડના કોર્પોરેટર કમળાબેન ચાવડા, તસ્લિમ આલમ તીર્મિઝી, દરિયાપુરના કોર્પોરેટર માધુરી કલાપી અને ગોમતીપુર વોર્ડના કોર્પોરેટર સહિત અન્ય કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યાં હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news