રિઝર્વ બેન્કે પીએનબી અને બેન્ક ઓફ બરોડા પર ફટકાર્યો 50-50 લાખ રૂપિયાનો દંડ

ભારતીય રિઝર્વ બેન્કે સૂચનાઓ આપવામાં મોડુ કરવાને કારણે પંજાબ નેશનલ બેન્ક તથાં બેન્ક ઓફ બરોડા પર 50-50 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. 
 

 રિઝર્વ બેન્કે પીએનબી અને બેન્ક ઓફ બરોડા પર ફટકાર્યો 50-50 લાખ રૂપિયાનો દંડ

નવી દિલ્હીઃ સૂચનાઓ ઉપલબ્ધ કરાવવામાં અનિયમિતતા દાખવવાને કારણે ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ એકવાર ફરી બેન્કો પર દંડ ફટકાર્યો છે. આરબીઆઈએ જાહેર ક્ષેત્રની પંજાબ નેશનલ બેન્ક પર 50 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. 

પીએનબીએ શનિવારે શેર બજારને મોકલેલી સૂચનામાં કહ્યું હતું કે કિંગફિશર એરલાઇન્સના એક લોન એકાઉન્ટ્સમાં છેતરપિંડી સંબંધિત જાણકારી આપવામાં મોડું કરવાને કારણે આ દંડ ફટકારવામાં આવ્યો છે. 

બેન્ક ઓફ બરોડાએ પણ શેર બજારને કહ્યું કે, આ પ્રકારના એક મામલામાં રિઝર્વ બેન્કે તેના ઉપર 50 લાખનો દંડ ફટકાર્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news