વરસાદી માહોલ વચ્ચે જમજીરનો ધોધ થયો સક્રીય, સહલાણીઓનો લાગ્યો જમાવડો

ગીરસોમનાથ જીલ્લામાં  જાણે વરૂણ દેવ રીસાયા હતા. ત્યારે લોકોની પુજા અર્ચના બાદ છેલ્લા બે દીવસથી મેધરાજા મન મુકીને વરસી રહ્યા હતા. ત્યારે ઉપર ગીર વાસના ધોધમાર વરસાદના કારણે શિંગોડા ડેમમાં પણ પાણીની આવક થતા ગીર ગઢડાનો જમજીરનો ધોધ સક્રીય થયો હતો. 

વરસાદી માહોલ વચ્ચે જમજીરનો ધોધ થયો સક્રીય, સહલાણીઓનો લાગ્યો જમાવડો

ગીર સોમનાથ: ગીરસોમનાથ જીલ્લામાં  જાણે વરૂણ દેવ રીસાયા હતા. ત્યારે લોકોની પુજા અર્ચના બાદ છેલ્લા બે દીવસથી મેધરાજા મન મુકીને વરસી રહ્યા હતા. ત્યારે ઉપર ગીર વાસના ધોધમાર વરસાદના કારણે શિંગોડા ડેમમાં પણ પાણીની આવક થતા ગીર ગઢડાનો જમજીરનો ધોધ સક્રીય થયો હતો. 

ગીરગઢડાનો જમજીરનો ધોધ નવસર્જન થયો છે. ત્યારે આ ખુશનુમાં વાતાવરણમાં વહેતા ધોધનો નજારો જોવા લોકો તેમજ સેહલાણીઓ ઉમટીયા રહ્યા છે. જમજીરના વહેતા ધોધનો અદભૂત નજારો થયો ડ્રોન કેમેરામાં કેદ થયા હતા. જેથી મોટી સંખ્યામાં લોકો આ ધોધને નિહાળવા માટે પહોંચ્યા હતા.

આકાશી દ્રશ્યોથી વહેતો ધોધ તેમજ ગીરની લીલી હરીયાળી જાણે વરસાદી મહોલ વચ્ચે ગીર જંગલે લીલી ચાદર ઓઢી હોય તેવું લાગી રહ્યુ છે. ઉલ્લેખનીય છે, કે ચોમાસાની સિઝન દરમિયાન લોકો તેમજ પર્યટકોને જમજીરના ધોધની બાજુમાં જવાની મનાઈ તંત્ર દ્વારા કરવામાં આવેલ હોય છતા પણ લોકો ધોધની નજીક જઈ જોખમી સેલ્ફી લેતા જોવા મળીયા હતા. હાલ વરસાદી માહોલ વચ્ચે ગીર અને ઊનામાં મેધ રાજા ધીમીધારે વરસી રહ્યો છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news