Reliance Industries AGM 2022: રિલાયન્સની AGMમાં 5G સેવા પર થઈ મોટી જાહેરાત, જાણો ક્યારે લોન્ચ થશે

Reliance Industries AGM 2022: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની આજે 45મી એન્યુઅલ જનરલ મીટિંગ (AGM) યોજાઈ. એજીએમને મુકેશ અંબાણીએ સંબોધિત કરી. જેમાં Jio 5જી સેવા સહિત અનેક મહત્વની જાહેરાતો કરવામાં આવી. કયા કયા શહેરોમાં સૌપ્રથમ આ સેવા લોન્ચ કરાશે  તે અંગેની પણ વિગતો આપવામાં આવી છે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ. 

Reliance Industries AGM 2022: રિલાયન્સની AGMમાં 5G સેવા પર થઈ મોટી જાહેરાત, જાણો ક્યારે લોન્ચ થશે

Reliance Industries AGM 2022: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની આજે 45મી એન્યુઅલ જનરલ મીટિંગ (AGM) યોજાઈ. એજીએમને મુકેશ અંબાણીએ પણ સંબોધિત કરી. જેમાં જિયો 5જી વિશે મોટી જાહેરાત કરવામાં આવી. ભારતમાં 5જી સેવાઓની ખુબ આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. Reliance AGM માં આજે મુકેશ અંબાણીએ દેશમાં 5જી સેવા લોન્ચ કરવા માટેના ખુશખબર આપ્યા છે. આ ઉપરાંત આ સેવા અંગે અનેક જરૂરી વાતો પણ જણાવી છે. અત્રે જણાવવાનું કે Jio અને એરટેલ આ બે એવી ટેલિકોમ કંપનીઓ છે જેમણે કહ્યું છે કે તેઓ ઓગસ્ટ 2022 કે પછી સપ્ટેમ્બર 2022 સુધીમાં 5જી સેવાઓ ચાલુ કરી શકે છે. 

5જી પર થઈ મોટી જાહેરાત, દિવાળી સુધીમાં થશે લોન્ચ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના સીએમડી મુકેશ અંબાણીએ મોટી જાહેરાત કરતા કહ્યું કે રિલાયન્સ જિયોએ વર્લ્ડના ફાસ્ટેટ્સ 5જી રોલઆઉટ પ્લાન તૈયાર ક ર્યો છે. દિવાળી 2022 સુધીમાં મેટ્રો શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતા સહિત મહત્વના શહેરોમાં 5જી સેવા લોન્ચ કરી દેવાશે. અમે દેશના દરેક તાલુકા, તહેસિલ, શહેરમાં 5જી સેવા પૂરી પાડીશું. 

— ANI (@ANI) August 29, 2022

મુકેશ અંબાણીએ કહ્યું કે જિયો 5જી સેવા તમામને દરેક જગ્યાએ અને દરેક ચીજને ઉચ્ચ ગુણવત્તા સાથે જોડશે. અમે ચીન અને અમેરિકાથી પણ આગળ ભારતને ડેટા સંચાલિત અર્થવ્યવસ્થા બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. 

ક્વાન્ટમ સિક્યુરિટી જેવા આધુનિક ફીચર્સ
મુકેશ અંબાણીએ કહ્યું કે જિયો 5જી સેવા તમામને દરેક જગ્યાએ અને દરેક ચીજને ઉચ્ચ ગુણવત્તા સાથે જોડશે. અમે ચીન અને અમેરિકાથી પણ આગળ ભારતને ડેટા સંચાલિત અર્થવ્યવસ્થા બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. તેમણે કહ્યું કે અમે દેશમાં એક એન્ડ ટુ એન્ડ 5જી સ્ટેક સર્વિસ વિક્સિત કરી છે. જે ક્વાન્ટમ સિક્યુરિટી જેવા આધુનિક ફીચર્સના સપોર્ટથી ક્લાઉડ નેટિવ, ડિજિટલી મેનેજ્ડ છે. તેને અમારા 2000થી વધુ યુવા એન્જિનિયરો દ્વારા 3 વર્ષની આકરી મહેનતથી વિક્સિત કરાઈ છે. 

— ANI (@ANI) August 29, 2022

પહેલા દિવસથી જ કરોડો યૂઝર્સને સેવાઓ આપવાની ક્ષમતા
તેમણે કહ્યું કે અમે અમારા નેટવર્કમાં મેડ ઈન ઈન્ડિયા 5જી સ્ટેકને પહેલેથી લાગૂ કરી દીધો છે. અમારી પાસે પહેલા દિવસથી કરોડો યૂઝર્સને સેવાઓ આપવાની પૂરતી ક્ષમતા છે.  બીજી બાજુ રિલાયન્સના જિયોના ચેરમેન આકાશ અંબાણીએ કહ્યું કે જિયો 5G નું લેટેસ્ટ વર્ઝન લાવશે જેને 'standalone 5G' ના નામથી ઓળખાશે. સમગ્ર ભારતને 5જી નેટવર્કથી જોડવા માટે જિયો 2 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. 

આકાશ અંબાણીએ જીયો 5જીના પ્રેઝન્ટેશન બાદ પોતાના સંબોધનમાં કહ્યું કે કંપની ભારતીય બજાર માટે ખુબ જ સસ્તા સ્માર્ટફોન વિક્સિત કરવા માટે ગૂગલ સાથે મળીને કામ કરી રહી છે. તેમણે કહ્યું કે ભારતમાં 5જીની શરૂઆત સાથે હાલમાં 80 કરોડ કનેક્ટેડ ઈન્ટરનેટ ડિવાઈસિસની સંખ્યા બમણી થઈને માત્ર એક વર્ષમાં 150 કરોડ થઈ જશે. 

આરઆઈઆલના પ્રેસિડેન્ટ કિરણ થોમસે કહ્યું કે 'JioAirFiber' ના ઉપયોગથી ગ્રાહક એક વર્ચ્યુઅલ પીસી-જિયો ક્લાઉડ પીસીનો ઉપયોગ કરી શકે છે. આ માટે કોઈ વચગાળાનું રોકાણ, કોઈ અપગ્રેડ કરવાની જરૂર નથી. તે દરેક ભારતીય ઘર અને બિઝનેસમાં એક પીસી, એટલે સુધી કે અનેક પીસીનો પાવર લાવવા માટે ખુબ જ સસ્તી રીત છે. 

મુકેશ અંબાણીના પાંચ પ્રણ

પીએમ મોદીનો ઉલ્લેખ કર્યો. રિલાયન્સ ચેરમેને કહ્યું કે પીએમ મોદીએ 15 ઓગસ્ટના રોજ પોતાના ભાષણમાં પાંચ પ્રણની કે પાંચ જરૂરિયાતની વાત કરી હતી. જેનાથી નિશ્ચિતપણે ભારતને 2027 સુધી એક વિક્સિત રાષ્ટ્ર બનાવી શકાશે. આ અવસરે તેમણે પણ પોતાના પાંચ પ્રણની વાત કરી. 

1. તેમણે પોતાના પાંચ પ્રણ ગણાવતા કહ્યું કે કંપની સંલગ્ન ગ્રાહકોના ડિજિટલ અને ભૌતિક અનુભવોને વધુ સારા બનાવવા માટે નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. તેના દવારા અમારી સાથે જોડાનારા તમામને સરળતાથી મંચ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સાથે જ સેવાઓનો દાયરો સમગ્ર દેશમાં વધશે. 

2. સમગ્ર દેશમાં ખાસ કરીને ગ્રામીણ ભારતમાં તેઓ કંપનીની સેવાઓના દાયરાનો વિસ્તાર કરશે. તેનાથી નાના વેપારીઓને સારો મંચ મળશે અને તેઓ પોતાના ઉત્પાદનોને મોટા શહેરોમાં વેચવા માટે સક્ષમ  બનશે. આ  ઉપરાંત ગ્રામીણ ક્ષેત્રોના ગ્રાહકોને પણ તે ઉત્પાદનો મળી શકશે જે મોટા શહેરો સુધી સીમિત છે. તેનાથી લાખો નાના વેપારીઓને ફાયદો થશે. 

3. તેમણે કહ્યું કે દેશભરમાં ફેલાયેલી રિલાયન્સના ગ્રાહકોના અનુભવ વધુ શાનદાર થવાના છે. તેમને સામાન ખરીદી માટે અનેક વિકલ્પ હશે. આ માટે કંપનીએ ડિઝાઈન, વેલ્યૂ અને સર્વિસને વધુ સારી બનાવવા માટે રોકાણનો પ્લાન બનાવ્યો છે. જેનાથી દરેક ક્ષેત્રના ગ્રાહકોને તમામ પ્રકારનો સામાન કે એવું કહો કે સામાનની મોટી રેન્જ મળશે. 

4. અંબાણીએ પાંચ પ્રણનો ઉલ્લેખ કરતા વધુમાં કહ્યું કે કંપની પોતાના પ્રોડક્ટ્સ પોર્ટફોલિયોનો વિસ્તાર કરવા જઈ રહી છે. જે ફક્ત વેપારીઓ માટે જ નહી પરંતુ ગ્રાહકો માટે પણ સારો હશે. ગ્રાહકોને મેક્સિમમ ચોઈસ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તમામ બ્રા્ડ્સ અને હાઈ ક્વોલિટી સાથે વિભિન્ન પ્રાઈઝ રેન્જ પર ગ્રાહકોની ઈચ્છા મુજબ દરેક પ્રકારના ઉત્પાદનો એક મંચ પર મળશે. તેનાથી ગ્રાહકોનું આકર્ષણ તો વધશે જ સાથે સાથે MSME ની પહોંચમાં પણ વધારો થશે. 

5. અંતિમ પ્રણ વિશે જણાવતા તેમણે કહ્યું કે સપ્લાય ચેનને મજબૂત બનાવીશુ. દેશના અલગ અલગ ભાગો પ્રમાણે રોડમેપ તૈયાર  કરવામાં આવશે. આ દરમિયાન તેમણે Eliminating Inefficiencies શબ્દનો ઉપયોગ કર્યો. તેમણે કહ્યું કે અક્ષમતાઓને દૂર કરતા ગ્રાહકો અને દેશની અર્થવ્યવસ્થાને લાભ પહોંચાડવાનું કામ કરીશું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news