મથુરા: શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મામલે અલાહાબાદ હાઈકોર્ટે આપ્યો મોટો આદેશ
શ્રીકૃષ્ણ જન્મભૂમિ મથુરા અને શાહી ઈદગાહ પરિસર મામલે આજે અલાહાબાદ હાઈકોર્ટમાં સુનાવણી થઈ. હાઈકોર્ટે મથુરા જિલ્લા કોર્ટમાં શ્રીકૃષ્ણ જન્મભૂમિના પક્ષકાર મનિષ યાદવ તરફથી શાહી ઈદગાહ પરિસરનું કોર્ટ કમિશનર નિયુક્ત કરીને સર્વેક્ષણની માગણી લઈ દાખલ થયેલી અરજીને ચાર મહિનાની અંતર નીકાલ કરવાનો આદેશ આપ્યો છે. મંદિર પક્ષ તરફથી હર્ષિત ગુપ્તા અને રામાનંદ ગુપ્તાએ કોર્ટમાં પક્ષ રજૂ કર્યો. જસ્ટિસ પિયુષ અગ્રવાલની સિંગલ બેન્ચે અરજી પર સુનાવણી કરતા આ મહત્વનો આદેશ આપ્યો.
Trending Photos
શ્રીકૃષ્ણ જન્મભૂમિ મથુરા અને શાહી ઈદગાહ પરિસર મામલે આજે અલાહાબાદ હાઈકોર્ટમાં સુનાવણી થઈ. હાઈકોર્ટે મથુરા જિલ્લા કોર્ટમાં શ્રીકૃષ્ણ જન્મભૂમિના પક્ષકાર મનિષ યાદવ તરફથી શાહી ઈદગાહ પરિસરનું કોર્ટ કમિશનર નિયુક્ત કરીને સર્વેક્ષણની માગણી લઈ દાખલ થયેલી અરજીનો ચાર મહિનાની અંદર નિવેડો લાવવાનો આદેશ આપ્યો છે. મંદિર પક્ષ તરફથી હર્ષિત ગુપ્તા અને રામાનંદ ગુપ્તાએ કોર્ટમાં પક્ષ રજૂ કર્યો. જસ્ટિસ પિયુષ અગ્રવાલની સિંગલ બેન્ચે અરજી પર સુનાવણી કરતા આ મહત્વનો આદેશ આપ્યો.
નોંધનીય છે કે મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ પરિસરના વૈજ્ઞાનિક સર્વની માંગણીને લઈને મથુરા જિલ્લા કોર્ટમાં મંદિર પક્ષ તરપથી અરજી દાખલ કરાઈ છે. મથુરા જિલ્લા કોર્ટમાં લાંબા સમયથી અરજી પેન્ડિંગ હોવાના કારણે અરજીકર્તા મનિષ યાદવે અલાહાબાદ હાઈકોર્ટમાં ગુહાર લાવી. હાઈકોર્ટમાં મંદિર પક્ષ તરફથી દાખલ અરજીમાં કહેવાયું કે જિલ્લા કોર્ટ મથુરામાં શાહી ઈદગાહ પરિસર અને મંદિર પરિસરના વૈજ્ઞાનિક સર્વેની માંગણીવાળી અરજી પેન્ડિંગ છે, આ અરજીને જિલ્લા કોર્ટ જેમ બને તેમ જલદી સુનાવણી કરીને નિકાલ લાવવા માટે હાઈકોર્ટ પાસે નિર્દેશની માંગણી કરવામાં આવી હતી.
હાઈકોર્ટે આ અરજી પર સુનાવણી કરતા મથુરા કોર્ટમાં દાખલ અરજીનો ચાર મહિનામાં નિવેડો લાવવાનો જિલ્લા કોર્ટને નિર્દેશ આપ્યો છે. કોર્ટમાં મંદિર પક્ષની સાથે જ વક્ફ બોર્ડ અને શાહી ઈદગાહ કમિટીના વકીલ પણ હાજર રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે