મળો Ratan Tataના ભાઈ જિમી ટાટાને, આજે પણ રહે છે 2 BHK ફ્લેટમાં, નથી વાપરતા મોબાઈલ ફોન

Jimmy Tata Life: ચેરમેન રતન ટાટાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નાના ભાઈ જિમી ટાટાની સાથે પોતાના સંબંધને યાદ કર્યા. બિઝનેસમેન રતન ટાટાએ પોતાના નાના ભાઈની સાથે 1945માં ખેંચેલી એક બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શેર કરી છે. 

મળો Ratan Tataના ભાઈ જિમી ટાટાને, આજે પણ રહે છે 2 BHK ફ્લેટમાં, નથી વાપરતા મોબાઈલ ફોન

નવી દિલ્હીઃ Ratan Tata Brother Jimmy Tata: ટાટા સન્સ એમેરિટસના ચેરમેન રતન ટાટાએ ગત મંગળવારે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર નાના ભાઈ જિમી ટાટા સાથેના સંબંધોને યાદ કર્યા છે.  રતન ટાટાએ નાના ભાઈ સાથેના 1945માં લીધેલા એક બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોને શેર કર્યો છે.  તેઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 7 મિલિયન ફોલોઅર્સ સાથે સુંદર તસવીર શેર કરી છે. અને સાથે જ કેપ્શન આપ્યું છે, વો ખુશી કે દિન. હમારે બીચ કુછ નહીં આયા. (1945માં મારા ભાઈ જિમી સાથે)

શું તમે જાણો છો કોણ છે જિમી ટાટા?
ટાટા સન્સ અને ટાટા ગ્રૂપની અન્ય કંપનીઓમાં શેર ધારક 82 વર્ષીય જિમી ટાટા લો પ્રોફાઈલ લાઈફ જીવે છે. તે મુંબઈમાં કોલાબા સ્થિત 2BHK ફ્લેટમાં રહે છે. અને તેમની પાસે મોબાઈલ ફોન પણ નથી. અગાઉ, RPG ગ્રુપના ચેરમેન હર્ષ ગોએન્કાએ ગયા વર્ષે 19 જાન્યુઆરી, 2022 ના રોજ શેર કરેલી ટ્વિટર પોસ્ટમાં તેમણે દુનિયા સામે પરિચય કરાવ્યો હતો.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ratan Tata (@ratantata)

હર્ષ ગોએન્કાએ પોતાના વાયરલ ટ્વીટમાં લખ્યું, "શું તમે રતન ટાટાના નાના ભાઈ જિમી ટાટા અંગે જાણો છો? જેઓ મુંબઈના કોલાબામાં 2BHK ફ્લેટમાં શાંતિપૂર્ણ જીવન જીવે છે. તેમને ક્યારેય બિઝનેસમાં રસ નહોતો, તે ખૂબ જ સારા સ્ક્વોશ પ્લેયર હતા. મને દર વખતે હરાવતા.  દર વખતે મને હરાવવા માટે. ટાટા જૂથની જેમ લો પ્રોફાઇલ!

— Harsh Goenka (@hvgoenka) January 19, 2022

જિમી ટાટાના અનેક વેન્ચર્સમાં શેર
તેઓ આગળ જણાવે છે કે જીમી ટાટા એન્ડ ટાટા સન્સ, ટીસીએસ, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ટાટા કેમિકલ્સ, ઈન્ડિયન હોટેલ્સ અને ટાટા પાવરમાં શેરહોલ્ડર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જિમી ટાટા, અપરિણીત છે, તેમની પાસે મોબાઈલ ફોન પણ નથી અને ભાગ્યે જ તેમના એપાર્ટમેન્ટમાંથી બહાર નીકળે છે. સર રતન ટાટા ટ્રસ્ટના ટ્રસ્ટી, જીમીને તેમના પિતા, નવલ ટાટા, જેમનું 1989માં અવસાન થયું હતું, તેમની ઈચ્છાના અનુસંધાનમાં આ પદ વારસામાં મળ્યું હતું. અહેવાલમાં જણાવાયું છે કે સર રતનજી ટાટાની પત્ની નવાબાઈએ તેમના પિતાના મૃત્યુ પછી મધ્યમ વર્ગના પારસી પરિવારમાંથી એક યુવાન જીમીને દત્તક લીધો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news