યુવતીએ વર્ચ્યુઅલ સેક્સ કરવાનું કીધું' તો યુવકે દેખાડ્યો પ્રાઇવેટ પાર્ટ...ભરાયો તો મિત્રને જાણ કરી, પણ મિત્રે જ મિત્રને લૂંટ્યા!
વાત જાણે એમ છે કે સુરતમાં રહેતા યુવાન પર 26 ઓગસ્ટના રોજ મોબાઈલ પર અજલી શર્મા નામથી એક ફોન આવ્યો હતો. બાદમાં યુવાન સાથે મિત્રતા કેળવ્યા બાદ યુવતીએ વીડિયો કોલ કરી પોતાના પ્રાઇવેટ પાર્ટ બતાવી બિભત્સ ચેનચાળા કરી તેને ઉત્તેજિત કર્યો હતો.
Trending Photos
ચેતન પટેલ/સુરત: વોટ્સઅપમાં અજાણ્યા મોબાઇલ નંબર ધારકે યુવાનને વિડીયો કોલ કરી બિભત્સ વીડીયો બનાવી તે વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ કરવાની ધમકી મળતા મિત્રને જાણ કરી હતું. જો કે મિત્રએ જ પોતે પોલીસમાં ભરતી હોવાનું કહી યુવાન પાસેથી પતાવટ ના નામે રૂ. 17.62 લાખની રકમ પડાવી લીધી હતી. જે બનાવ અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ થતા પોલીસે આરોપી મિત્ર ની ધરપકડ કરી તેને જેલ ભેગો કર્યો હતો.
વાત જાણે એમ છે કે સુરતમાં રહેતા યુવાન પર 26 ઓગસ્ટના રોજ મોબાઈલ પર અજલી શર્મા નામથી એક ફોન આવ્યો હતો. બાદમાં યુવાન સાથે મિત્રતા કેળવ્યા બાદ યુવતીએ વીડિયો કોલ કરી પોતાના પ્રાઇવેટ પાર્ટ બતાવી બિભત્સ ચેનચાળા કરી તેને ઉત્તેજિત કર્યો હતો. બિભત્સ વિડીયો બનાવી તે વીડિયો વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી. એટલું જ નહીં, બળજબરીથી રૂપિયાની માંગણી કરી હતી. જેથી યુવાને કુલ્લે રૂ.11,100/- આપ્યા હતા. છતાં વધુ રૂ.5,000/- ની માંગણી કરી હતી.
જેથી યુવાને તેના મિત્ર મનોજ શર્માને સમગ્ર હકીકત જણાવતા તેણે પોતે સુરત પોલીસમાં ભરતી થયેલ હોવાનું જણાવી તથા National Crime Invstigation Bureau ની બનાવટી ડોક્યુમેન્ટ બતાવ્યા હતા. મનોજે National Crime Invstigation Bureau માં એપ્લીકેશન કરવાના ચાર્જ પેટે, વિડીયો ફેસબુક કે અન્ય સોશિયલ મિડીયામાં અપલોડ નહિં થવા દેવાના ચાર્જ પેટે, તથા એપ્લીકેશન ક્લોઝ કરવાના ચાર્જ પેટે પૈસાની માગણી કરી હતી.
અરજી હાયર ઓથોરીટી પાસે પહોંચી ગઈ છે ગમે ત્યારે દિલ્હી પોલીસ આવીને ઉંચકી જશે તેવી ધમકી આપી ફરીયાદી પાસેથી ટુકડે ટુકડે રૂ.17,62,230 બળજબરીથી મેળવી લીધા હતા. જે બાબતે યુવાને સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે સાયબર ક્રાઇમે મનોજની ધરપકડ કરી તેને જેલ ભેગો કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે