PNB કૌભાંડ: નીરવ મોદીની બહેન વિરૂદ્ધ રેડ કોર્નર નોટીસ જાહેર, 25 સપ્ટેમ્બરે કોર્ટમાં થશે હાજર

ઓગસ્ટમાં મુંબઇની એક વિશેષ કોર્ટે નીરવ મોદીની બહેન પૂર્વી અને ભાઇ નિલેશને કોર્ટ સમક્ષ 25 સપ્ટેમ્બર સુધી હાજર થવા માટે સમન જાહેર કર્યું હતું. બંને બેલ્ઝિયમના નાગરિક છે. 

PNB કૌભાંડ: નીરવ મોદીની બહેન વિરૂદ્ધ રેડ કોર્નર નોટીસ જાહેર, 25 સપ્ટેમ્બરે કોર્ટમાં થશે હાજર

નવી દિલ્હી: ઇન્ટરપોલે 13,500 કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડ મામલે ભાગેડૂ હીરાના વેપારી નીરવ મોદીની બહેન પૂર્વી દીપક મોદી વિરૂદ્ધ રેડ કોર્નર નોટીસ જાહેર કરી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇડીના અનુસાર 'ઇંટરપોલે અમારા આગ્રહ પર મની લોડ્રીંગ કેસમાં પૂર્વી મોદી વિરૂદ્ધ રેડ કોર્નર નોટીસ જાહેર કરી છે. 

ઓગસ્ટમાં મુંબઇની એક વિશેષ કોર્ટે નીરવ મોદીની બહેન પૂર્વી અને ભાઇ નિલેશને કોર્ટ સમક્ષ 25 સપ્ટેમ્બર સુધી હાજર થવા માટે સમન જાહેર કર્યું હતું. બંને બેલ્ઝિયમના નાગરિક છે. 

— ANI (@ANI) September 10, 2018

કોર્ટમાં હાજર નહી થાય તો જપ્ત થશે સંપત્તિ
કોર્ટે એ પણ કહ્યું હતું કે જો બંને કોર્ટ સમક્ષ હાજર થવામાં નિષ્ફળ રહેશે તો નવા ભાગેડૂ આરોપી અધિનિયમ હેઠળ તેમની સંપત્તિ જપ્ત કરવામાં આવી શકે છે. ઇંટરપોલે જણાવ્યું હતું કે ગત અઠવાડિયે નીરવ મોદીના અંગર મિહિર ભણસાણી વિરૂદ્ધ આ મામલે રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી. નીરવ મોદીની ફાયરસ્ટાર ઇંટરનેશનલ કંપનીના કાર્યકારી ભંસાલી પીએનબી કૌભાંડની તપાસ શરૂ થયા બાદથી ફરાર છે. ઇડી નીરવ મોદી અને તેમના મામા તથા ગીતાંજલિ ગ્રુપના મેહૂલ ચોક્સી દ્વારા કૌભાંડની અન્ય જાણકારીઓ પ્રાપ્ત કરવા માટે ભણસાલી તથા પૂર્વી સાથે પૂછપરછ કરવા ઇચ્છે છે. 

ભણસાણી વિરૂદ્ધ પણ જાહેર થઇ ચૂકી છે નોટીસ
થોડ દિવસ પહેલાં ઇન્ટરપોલે પંજાબ નેશનલ બેંક કૌભાંડ મામલે ભાગેડૂ મિહિર આર.ભણસાલી વિરૂદ્ધ 'રેડ કોર્નર નોટિસ' જાહેર કરી હતી. ભણસાલી મુંબઇના રહેવાસી છે. નીરવ મોદીની ફાયરસ્ટાર ઇન્ટરનેશનલ કંપનીના કાર્યકારી ભણસાલી પીએનબી કૌભાંડની તપાસ શરૂ થયા બાદ ફરાર છે. ઇડી નીરવ મોદી અને તેમના મામા મેહુલ ચોક્સી દ્વારા આ મામલે અન્ય જાણકારીઓને જાણવા માટે ભણસાલી સાથે પૂછપરછ કરવા માંગે છે. નોટીસમાં કહેવામાં આવ્યું છે કે ભણસાલી (40) મની લોડ્ર્રીંગ ભારતમાં વાંછિત છે. 

ઇનપુટ એજન્સીમાંથી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news