PM Awas Yojana: પીએમ આવાસ યોજનાની સબસિડીના મળ્યા પૈસા! આ રીતે ફટાફટ ચેક કરો સ્ટેટસ

PM Awas Yojana: દેશમાં મોટી સંખ્યામાં લોકો પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી છે. જો કે, એવા પણ કેટલાક લોકો છે જેઓ આ યોજનાની તમામ શરતો પૂર્ણ કરે છે, પરંતુ હજુ સુધી તેમના ખાતામાં સબસિડીના પૈસા જમા થયા નથી.

PM Awas Yojana: પીએમ આવાસ યોજનાની સબસિડીના મળ્યા પૈસા! આ રીતે ફટાફટ ચેક કરો સ્ટેટસ

નવી દિલ્હી: દેશમાં મોટી સંખ્યામાં લોકો પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી છે. જો કે, એવા પણ કેટલાક લોકો છે જેઓ આ યોજનાની તમામ શરતો પૂર્ણ કરે છે, પરંતુ હજુ સુધી તેમના ખાતામાં સબસિડીના પૈસા જમા થયા નથી. આવો જાણીએ આ યોજનામાં આવેદનની રીત અને ખાતામાં સબસિડી ન મળ્યા પાછળ શું કારણ હોઈ શકે છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે નબળા વર્ગના લોકોને ઘર બનાવવા માટે ગ્રાન્ટ આપવામાં આવે છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આર્થિક રીતે નબળા વર્ગના લોકોના 'આપણું ઘર'નું સ્વપ્ન સાકાર કરવા માટ આ યોજનાની શરૂઆત કરી હતી. આ યોજનાના લાભાર્થીઓને પ્રથમ વખત મકાન ખીદવા પર સરકાર તરફથી 2.67 લાખ રૂપિયાની સબ્સિડી આપવામાં આવી રહી છે.

આ કારણોસર અટકી જાય છે સબસિડી
ઘણી વખત અરજદારો યોજના માટે અરજી કરતી વખતે ફોર્મમાં ખોટી માહિતી ભરે છે, તેથી સબસિડી અટકી જાય છે. આ યોજનાનો લાભ લેવા માટે સૌથી મહત્વની શરત એ છે કે અરજદાર પ્રથમ વખત ઘર ખરીદે છે. જો અરજદાર આ શરત પૂરી નહીં કરે તો તેને આ યોજનાનો લાભ નહીં મળે. પીએમ આવાસ યોજના હેઠળ નાણાકીય સહાયનો લાભ લેવા માટે સરકારે કુટુંબની આવકને ત્રણ કેટેગરીમાં વહેંચી છે: રૂ. 3 લાખ, રૂ. 6 લાખ અને રૂ. 12 લાખ. જો અરજદાર દ્વારા પસંદ કરાયેલ આવક શ્રેણી અને તેની વાસ્તવિક આવક શ્રેણી વચ્ચે તફાવત હોય તો. આવી સ્થિતિમાં સબસિડી પણ બહાર પાડવામાં આવતી નથી.

કોને મળે છે આ યોજનાનો લાભ
તે પરિવાર જેમની વાર્ષિક આવક 3 લાખ રૂપિયાથી ઓછી છે, જેમને આર્થિક રીતે નબળા વર્ગ હેઠળ સબસિડી આપવામાં આવે છે. આ રીતે જે પરિવારની આવક 3 લાખથી 6 લાખ વચ્ચે છે, તેમને નિમ્ન આવક વર્ગ હેઠળ સબસિડી આપવામાં આવે છે. આ ઉપરાંત 6 લાખથી 12 લાખ રૂપિયા સુધી વર્ષની આવક ધરાવતા પરિવારોને મધ્યમ આવક વર્ગ હેઠળ સબસિડી આપવામાં આવે છે. EWS અને LG વર્ગ શ્રેણીની મહિલાઓ પણ આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે.

જાણો કેવી રીતે કરી શકાય યોજના માટે આવેદન
તમે તમારા મોબાઈલ ફોનમાં ગુગલ પ્લે સ્ટોરમાંથી પ્રધાનમંત્રી આવાસ યોજના એપ ડાઉનલોડ કરો. તમને આ એપમાં તમારા મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ તમારું નામ, સરનામું, આધાર નંબર અને આવક જેવી જરૂરી માહિતી નોંધાવવાની રહેશે.

આ રીતે ચેક કરો તમારું સબસિડી સ્ટેટસ
સૌથી પહેલા તમારે પ્રધાનમંત્રી આવાસ યોજનાની વેબસાઈટ https://pmaymis.gov.in/ પર વિઝિટ કરવી પડશે.
તે પછી તમારે 'Search Benefeciary' ના ઓપ્શન પર ક્લિક કરવાનું રહશે.
તે પછી તમારે 'Search By Name' ના ઓપ્શન પર ક્લિક કરવાનું રહશે.
તે પછી તમારે તમારું નામ અહીં એન્ટર કરવાનું રહેશે. આ પછી, તમારી સ્ક્રીન પર તમારા નામ જેવી જ બનાવવામાં આવેલી તમામ એપ્લિકેશન્સની સૂચિ ખુલશે.
તમે આ યાદીમાં તમારું નામ ચકાસી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news