લેમ્બોર્ગિનીથી પોર્શે સુધી... દરિયામાં બિનવારસી તરી રહી છે હજારો લક્ઝરી કાર, જાણો શું છે કારણ

એટલાન્ટિક મહાસાગરમાં Felicity Ace નામની એક Cargo Ship માં આગ લાગી છે. આ જહાજમાં Volkswagen Group ની હજારો Luxury Cars છે. જેમાં Porsche થી લઈને Lamborghini નો સમાવેશ થાય છે.

લેમ્બોર્ગિનીથી પોર્શે સુધી... દરિયામાં બિનવારસી તરી રહી છે હજારો લક્ઝરી કાર, જાણો શું છે કારણ

નવી દિલ્હી: પનામાથી રવાના થયેલા ફેલિસિટી એસ નામના માલવાહક જહાજમાં 16 ફેબ્રુઆરીએ એટલાન્ટિક મહાસાગરના અઝોરસ ટાપુ પાસે આગ લાગી હતી. એવું કહેવામાં આવ્યું છે કે 3,965 ફોક્સવેગન લક્ઝરી કાર હાજર હતી જ્યારે આ જહાજને કોઈ પણ કેપ્ટન વિના સમુદ્રમાં તરવા માટે છોડવામાં આવ્યું હતું. જેમાં લેમ્બોર્ગિની, પોર્શ અને ઓડી જેવી લક્ઝરી બ્રાન્ડની કારનો સમાવેશ થાય છે. આ જહાજ પર સવાર તમામ 22 ક્રૂ મેમ્બર્સને પોર્ટુગીઝ નેવી અને એરફોર્સ દ્વારા બચાવી લેવામાં આવ્યા છે અને સુરક્ષિત હોટેલમાં લઈ જવામાં આવ્યા છે. આ માહિતી નૌકાદળ દ્વારા તેમના એક નિવેદનમાં સામે આવી છે, જ્યારે જહાજને કોઈપણ ક્રૂ મેમ્બર વિના સમુદ્રમાં એકલા તરવા માટે છોડી દેવામાં આવ્યું છે.

જહાજ પર લગભગ 1,100 પોર્શ કાર
ફોક્સવેગન યુએસ ઓપરેશન્સ દ્વારા મોકલવામાં આવેલ મેઈલ, મીડિયા વેબસાઈટ બ્લૂમબર્ગ દ્વારા જોવામાં આવે છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે કન્સાઈન્મેન્ટ 100 થી વધુ GTR, Golf R અને ID.4 મોડલ લઈને ટેક્સાસના હ્યુસ્ટન પોર્ટ માટે રવાના થયો હતો. પોર્શના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, જ્યારે ફેલિસિટી એસમાં આગ લાગી ત્યારે શિપ પર બ્રાન્ડની લગભગ 1,100 કાર હાજર હતી. જો કે, લેમ્બોર્ગિનીએ હજુ સુધી જહાજ પરની કારની સંખ્યા જાહેર કરી નથી. આ કંપનીઓએ કહ્યું છે કે અમે નુકસાન અને વર્તમાન માહિતી માટે સતત શિપિંગ કંપનીના સંપર્કમાં છીએ.

શિપને કરવામાં આવશે ટો
જ્યારે કાર્ગો ડેક પર આગ લાગી ત્યારે ફેલિસિટી એસ ડેવિસવિલે પોર્ટ તરફ આગળ વધી રહ્યું હતું. આગ લાગતા જ ડિસ્ટ્રેસ સિગ્નલ જાહેર કરવામાં આવ્યું હતું. નેવીએ જણાવ્યું કે, હાલ આ જાહાજના માલિક વેસલ પહોચી રહ્યા છે જેથી તેને ટો કરી શકાય. તેમણે કહ્યું કે, આ સમગ્ર મામલે નજર રાખવા માટે સ્થળ પર હાજર રહેવા પ્લાન બનાવ્યો છે અને અત્યાર સુધી પ્રદૂષણની કોઈ જાણકારી સામે આવી નથી. આ પ્રથમવખત નહીં જ્યારે ફોક્સવેગનની કાર દરિયા ફસાઈ હોય. અગાઉ 2019 માં ગ્રાન્ડે અમેરિકામાં આગ લાગી હતી અને આ જહાજની સાથે ઓડી અને પોર્શે જેવી 2,000 લક્ઝરી કાર ડૂબી ગઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news