Petrol Price: સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ, ઓઈલ સેક્રેટરીએ આપ્યા દિલ ખુશ કરી દેતા સમાચાર

Diesel Price: ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડો આવવાના સંકેત જોવા મળી રહ્યાં છે, તેથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ મોટો ઘટાડો આવી શકે છે, ઓઈલ સેક્રેટરીએ આગામી સમયમાં તેલ કંપનીઓ તરફથી કિંમતમાં ઘટાડો આવ્યાની વાત કરી છે 

Petrol Price: સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ, ઓઈલ સેક્રેટરીએ આપ્યા દિલ ખુશ કરી દેતા સમાચાર

Petrol and Diesel Prices: ક્રુડ ઓઈલમાં ઘટાડાની અસર જલ્દી જ ભારતીય માર્કેટમાં જોવા મળી શકે છે. ઓઈલ સેક્રેટરી પંકજ જૈને કહ્યું કે, દુનિયાભરમાં કાચા તેલની કિંમત લાંબા સમય સુધી લાંબા સમય સુધી રહેશે તો તેલ કંપનીઓ પેટ્રોલ ડીઝલ (Petrol and Diesel Price) નો ભાવ ઓછો કરવા વિશે વિચાર કરી શકે છે. તેમનું આ નિવેદન ત્યારે સામે આવ્યું, જ્યારે સરકાર તેલના ઉત્પાદન વધારવામાં અને સસ્તામાં તેલ વેચતા દેશો જેમ કે રશિયા પાસેથી કાચું તેલ ખરીદવાનો પ્રયાસ કરી રહી છે. 

બે વર્ષ બાદ નાગરિકોને રાહત
કંપનીઓ તરફથી ભાવમાં ઘટાડો કરી શકાય છે, અંદાજે બે વર્ષ બાદ દેશની જનતા માટે મોટી રાહત હશે. છેલ્લા એપ્રિલ 2022 માં તેલની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના સેક્રેટરી પંકજ જૈને કહ્યું કે, જો કાચા તેલની કિંમત લાંબા સમય સુધી ઓછી રહે તો તેલ કંપનીઓ પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કરવા વિશે વિચારી શકે છે. 

કેમ ઘટી રહ્યા છે ક્રુડ ઓઈલના ભાવ
તેલની કિંમત છેલ્લા કેટલાક દિવસોમાં ઓછા થઈને ત્રણ વર્ષના નીચા સ્તર પર આવી ગયા છે. તેનાથી ઓઈલ કંપનીઓનું પ્રોફિટ વધે છે. કિંમતમાં ઘટાડોથી ઓછા ભાવમાં પેટ્રોલ-ડીઝલના સપ્લાયનો રસ્તો સાફ થઈ રહ્યો છે. બે દિવસ પહેલા 10 સપ્ટેમ્બરના રોજ બ્રેંટ ક્રુડ ડિસેમ્બર 2021 બાદ પહેલીવાર 70 ડોલર પ્રતિ બેરલના નીચે જતુ રહ્યું હતું. ગુરુવારે (12 સપ્ટેમ્બર) ના રોજ બ્રેંટ ક્રુડનો ભાવ 71.49 ડોલર પ્રતિ બેરલ પર જોવા મળ્યો છે. કિંમતમાં ઘટાડાથી રિટેલ વિક્રેતાઓ અને સરકારી તેલ કંપનીઓનું માર્જિન વધી ગયું છે. સરકારી કંપનીઓની માર્કેટમાં અંદાજે 90 ટકા ભાગેદારી છે. 

આજે શું રહ્યો ક્રુડનો ભાવ
ક્રુડ ઓઈલ ગુરુવારે વાયદા કારોબારમાં 51 રૂપિયા વધીને 5709 પ્રતિ બેરલ થઈ ગયું છે. એમસીએક્સ (MCX) પર ઓક્ટોબર ડિલીવરી માટે ક્રુડ તેલ 11,306 લોટમાં 51 રૂપિયા વધારી ચઢાવી 5,709 પ્રતિ બેરલ પર ટ્રેડ કરતું જોવા મળ્યું. ગ્લોબલ લેવલ પર ન્યૂયોર્કમાં ક્રુડ ઓઈલ 1.26 ટકા વધીને 68.16 યુએસ ડોલર પ્રતિ બેરલ પર અને બ્રેંટ ક્રુડ 1.32 ટકા વધીને 71.54 અમેરિકન ડોલર પ્રતિ બેરલ પર કારોબાલ કરી રહ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news