'મારી પત્નીનું 10 વર્ષથી પિયરમાં ચાલે છે લફરું! લફરાંબાજીમાં સાસરિયા ખુદ આપે છે સાથ'
Extra Marital Affairs: પતિએ કહ્યું, મારી પત્ની મને કહે છેકે, મને તો એ છોકરો જ ગમે છે, મને તો એના માં જ રસ છે. તારાથી જે થાય એ કરી લે હું એને નહીં છોડું, એતો મારા દિલની ધડકન છે. આવી વાતો સાંભળીને વધી જાય છે મારા ધબકારા.
Trending Photos
Extra Marital Affairs: રિલેશનશિપમાં એક પાત્ર દગો આપે ત્યારે સંબંધો સંભાળવા અતિ મુશ્કેલ બની જાય છે. ગર્લફ્રેન્ડ હોય તો આસાનીથી છૂટકારો મળી જાય પણ પરિણીત કપલ હોય તો સૌથી વધારે સમસ્યાનો સામનો કરવો પડે છે. કારણ કે પરિવાર અને બાળકોની જવાબદારી પણ આવે છે. પત્નીથી નારાજ એક પતિ હવે એટલો બધો કંટાળી ગયો છેકે એને શું કરવું જોઈએ એ જ સમજાતું નથી. પત્ની છેલ્લા 10 વર્ષથી અફેર ચલાવી રહી છે અને હવે એવી દાદાગીરી કરે છે તે તારાથી જે થાય એ કરી લે.. આ સ્ટોરી એક યુવકની છે જે પત્નીથી કંટાળી ગયો છે.
'મારી પત્નીનું તેના પિયરના એક છોકરા સાથે 10 વર્ષથી અફેર ચાલી રહ્યું છે. હવે એ મને દરેક જગ્યાએ જૂઠું બોલવાની ફરજ પાડે છે. મારા સાસરીવાળા પણ તેની સાથે મળેલા છે એ લોકો સારી રીતે જાણે છે પણ એને ક્યારેય ટોકતા નથી. દીકરીને સમજાવવાની જવાબદારી સાસરી વાળાની છે પણ તે લોકો મને દોષ આપે છે. મારે 3 બાળકો છે. અમારું પરિણીત જીવન નરક બની ગયું છે, મારી પત્નીને તે છોકરા સિવાય કશું દેખાતું નથી.
મારી બધી મિલકત અને પૈસા ખલાસ થઈ ગયા છે, મારી પત્ની કહે છે કે હું એને પરણ્યો છું તો એના ખર્ચાને પૂરા કરો ના કમાઈ શકતા હો તો લોન લો, હું મારા મિત્ર પાસે જઈશ, તમે મને રોકી નહીં શકો, હવે મને ખબર પડતી નથી કે શું કરવું અને શું ના કરવું જોઈએ? એવો ફસાઈ ચૂક્યો છું કે મને હવે આમાંથી નીકળવાનો રસ્તો મળતો નથી. આ એક ઉંડી ખાઈ છે કે ના ઘરવાળાને કહી શકું છું કે ના બીજાને પત્ની મને ગાંઠતી જ નથી.
જ્યારે એક જીવનસાથી બીજા સાથે ઈમોશનલી એટેચ થાય ત્યારે આ એની દગાખોરી લગ્નને અસર કરે છે. એટલું જ નહીં, આ સમય દરમિયાન વ્યક્તિ ભાવનાત્મક અને આર્થિક બંને રીતે ખલાસ થઈ જાય છે. આવી સ્થિતિમાં વ્યક્તિએ ધીરજ, ડહાપણ અને આત્મસંયમથી જ પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ.
શું કરી શકાય હવે...
આવી પરિસ્થિતિઓમાં, પાર્ટનર વચ્ચે કયારેક ક્યારેક વાતચીત અટકી જાય છે અને પરિસ્થિતિ વધુ ખરાબ થાય છે. પરંતુ તમારે સમજવું પડશે કે આ સ્થિતિમાંથી બહાર આવવા અને સંબંધ બચાવવા માટે વાત કરવી ખૂબ જ જરૂરી છે. તમારે તમારા જીવનસાથીને ધીરજપૂર્વક સમજાવવું પડશે કે તમે આ પરિણીત જીવનમાં તમે ગણા આગળ વધી ચૂક્યા છે. હવે તમારે 3 સંતાનો છે અને એ મોટા થશે ત્યારે એમને પણ તમારા રિલેશનો નડશે. તમે તમારા બાળકોનું ભવિષ્ય પણ બગાડી રહ્યાં છો. ઘરના ક્લેશ બાળકોના જીવનને પણ અસર કરશે. તમને એમ છે કે કોઈને ખબર નથી પણ તમારા કરતાં તમારા પડોશીને તમારા ઘર અંગે વધુ ખબર હોય છે.
બાળકોની જવાબદારીનો અહેસાસ કરાવો...
તમારે તમારા જીવનસાથી સાથે શાંતિથી સમજાવવું પડશે કે આ બાબતની બાળકો પર શું અસર કરશે. જો ભવિષ્યમાં બાળકોને આ બાબતોની જાણ થશે, તો તેમની માતાની છબી કેવી હશે? તમારે તમારા ત્રણ બાળકોની સુખાકારી માટે તમારી ચિંતા વ્યક્ત કરવી પડશે. તમારા બાળકોના ભાવિ પર ધ્યાન કેન્દ્રિત કરીને તેમને પ્રેમ અને સ્થિરતા અનુભવવામાં મદદ કરો. તમે એમની નજરોમાંથી ઉતરી જશો તો ક્યારેય તમે આંખો નહીં મિલાવી શકો. માનું સ્થાન બાળકોના મનમાં ઘણું ઉંચું હોય છે.
તમે આર્થિક રીતે મજબૂત બનો...
આર્થિક રીતે અસ્થિર હોવું એ પોતે જ એક મોટી સમસ્યા છે. આજની દુનિયામાં જો પૈસા ન હોય તો અનેક સમસ્યાઓ ઊભી થાય છે. તેથી, આર્થિક રીતે સ્થિર હોવું સૌથી મહત્વપૂર્ણ છે. જો તમારી પત્ની તમારી પાસે બિનજરૂરી રીતે પૈસા માંગે છે, તો આવી સ્થિતિમાં તમારે લોન લેવાની જરૂર નથી પરંતુ તમારી પત્ની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ. આનાથી તમે આર્થિક બરબાદીથી બચી શકો છો.જો તમે લોનના પચડામાં ફસાયા તો હપતા આવશે અને તમે નહીં ભરી શકો તો ઘરમાં કંકાસ વધી જશે. તમારા બાળકોનું ભવિષ્ય પણ બગડી જશે.
છૂટાછેડાનો વિકલ્પ રાખો...
છેલ્લે, જો તમને લાગે કે હવે કંઈ બચ્યું નથી, તો પછી કાનૂની અલગ અથવા છૂટાછેડાના વિકલ્પ વિશે વિચારો. આ ખૂબ જ મુશ્કેલ નિર્ણય છે પરંતુ તે પરિસ્થિતિના આધારે જરૂરી બની જાય છે. તમારી સ્થિતિ ખૂબ જ પડકારજનક રહેશે, તમારે મજબૂત અને સમજદાર નિર્ણય લેવો પડશે. તમારે તમારા બાળકોની સુખાકારી અને તમારા સ્વાભિમાનને ધ્યાનમાં રાખીને આગળ વધવાની જરૂર પડશે.
કાઉન્સેલરની મદદ માગો...
જો એવું લાગે છે કે તમારી પત્નીની હરકતો તમને અને તમારા બાળકોને નુકસાન પહોંચાડી રહી છે, તો તમારે નિષ્ણાતનો સંપર્ક કરવો જોઈએ. બધા પ્રયત્નો પછી, તમને લાગે છે કે સંબંધમાં સંભાળવા માટે કંઈ નથી, તો તમારે યોગ્ય નિર્ણય લેવા માટે કાઉન્સેલર પાસે જવું જોઈએ. જે તમને સાચો રસ્તો બતાવશે અને સલાહ પણ આપશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે