હવે મધ્યમ વર્ગને મળશે મોટી ભેટ, મોદી સરકાર કરી રહી છે તૈયારી
ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને જોરદાર જીત મળી છે. આવનારા સમયમાં લોકસભા ચૂંટણી પણ યોજાવાની છે. તેવામાં કેન્દ્ર સરકાર લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી કેટલીક મોટી જાહેરાત કરી શકે છે.
Trending Photos
નવી દિલ્હીઃ ત્રણ મોટા રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીતથી ભાજપ ગદગદ છે. હવે માનવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી કેટલાક મોટા નિર્ણયો લઈ શકે છે. ઉદાહરણ માટે પીએમ-કિસાનનો હપ્તો વધારવાની જાહેરાત થવાની સંભાવના છે. આ રીતે મિડલ ક્લાસને પણ ઘરની ભેટ આપવાની તૈયારી થઈ રહી છે. નોંધનીય છે કે 77માં સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાથી રાષ્ટ્રને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેના સંકેત પણ આપ્યા હતા.
શું છે સરકારનો પ્લાન
હકીકતમાં સરકાર હાઉસિંગ સ્કીમ હેઠળ લોન વ્યાજ પર સબ્સિડી આપવાની યોજના બનાવી રહી છે. પાછલા દિવસોમાં ન્યૂઝ એજન્સી રોયટર્સે એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે 5 વર્ષોમાં 600 અબજ રૂપિયા (7.2 અબજ ડોલર) ખર્ચ થશે. યોજના હેઠળ 9 લાખ રૂપિયા સુધીની લોન પર 3-6.5 ટકૈ વચ્ચે વાર્ષિક વ્યાજ સબ્સિડી આપવાની યોજના છે. તેની હેઠળ 20 વર્ષના ટેન્યોર માટે 50 લાખ રૂપિયાથી ઓછાની લોન આવવાની આશા છે. યોજનાને વર્ષ 2028 સુધી લાગૂ કરવાનો પ્લાન છે.
વચગાળાના બજેટમાં જાહેરાત સંભવ
તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સરકાર વચગાળાના બજેટમાં આ યોજનાની જાહેરાત કરી શકે છે. નોંધનીય છે કે લોકસભા ચૂંટણી પહેલા ફેબ્રુઆરી મહિનામાં નાણામંત્રી નિર્મલા સીતારમણ વચગાળાનું બજેટ રજૂ કરશે. આ બજેટમાં ચૂંટણીને ધ્યાનમાં રાખી જાહેરાતો થવાની સંભાવના છે. આ કડીમાં પીએમ-કિસાન યોજનાનો હપ્તો વધારવાની કોઈ જાહેરાત થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે