Government Schemes: વૃદ્ધાવસ્થાને મોજથી જીવવા માટે જબરદસ્ત છે આ સરકારી યોજના, મળશે 50,000થી વધુ પેન્શન, જાણો વિગતો

NPS (National Pension System) નામની એક ખુબ જ જાણીતી સરકારી યોજના છે જેને સરકારે ભારતના નાગરિકોની વૃદ્ધાવસ્થાના સમયને સિક્યોર કરવા માટે તૈયાર કરી છે. આ યોજના દ્વારા તમે સારું એવું ફંડ ભેગુ કરી શકો છો અને તમે તમારા માટે લાંબા ગાળે દર મહિને પેન્શનની વ્યવસ્થા પણ કરી શકો છો.

Government Schemes: વૃદ્ધાવસ્થાને મોજથી જીવવા માટે જબરદસ્ત છે આ સરકારી યોજના, મળશે 50,000થી વધુ પેન્શન, જાણો વિગતો

NPS (National Pension System) નામની એક ખુબ જ જાણીતી સરકારી યોજના છે જેને સરકારે ભારતના નાગરિકોની વૃદ્ધાવસ્થાના સમયને સિક્યોર કરવા માટે તૈયાર કરી છે. આ યોજના દ્વારા તમે સારું એવું ફંડ ભેગુ કરી શકો છો અને તમે તમારા માટે લાંબા ગાળે દર મહિને પેન્શનની વ્યવસ્થા પણ કરી શકો છો. એનપીએસની શરૂઆત પહેલા ફક્ત સરકારી કર્મચારીઓ માટે કરવામાં આવી હતી. જો કે ત્યારબાદ તેને દેશના નાગરિકો માટે પણ ઓપન કરાઈ. આ યોજના વિશે જરૂરી માહિતી ખાસ જાણો અને સમજો કે તમે કઈ રીતે આ યોજના દ્વારા 50,000 રૂપિયાથી વધુ પેન્શન દર મહિને મેળવી શકો.

શું છે આ NPS?
NPS માર્કેટ લિંક્ડ સ્કીમ છે જેમાં તમે જે પણ કઈ ફાળો આપો છો તેનું રિટર્ન માર્કેટ પ્રમાણે નક્કી  થાય છે. આ યોજનામાં બે પ્રકારના એકાઉન્ટ તૈયાર થાય છે ટિયર 1 અને ટિયર 2. ટિયર 1 એકાઉન્ટ કોઈ પણ વ્યક્તિ ખોલાવી શકે છે. જ્યારે ટિયર-2 એકાઉન્ટ ત્યારે જ ખોલાવી શકાય જ્યારે તમારી પાસે ટિયર 1 એકાઉન્ટ હોય. એનપીએસમાં રોકા કરાયેલી કુલ રકમના 60 ટકા તમે 60 વર્ષ બાદ એક સાથે મેળવી શકો છો. એટલે કે આ રકમ એક પ્રકારે તમારું રિટાયરમેન્ટ ફંડ હોય છે. જ્યારે ઓછામાં ઓછા 40 ટકા જેટલો ભાગ તમે એન્યુટી તરીકે ઉપયોગ કરી શકો છો. આ એન્યુટીથી તમને પેન્શન મળે છે. તમે કેટલું પેન્શન મેળવશો એ તમારી એન્યુટી પર નિર્ભર કરે છે. 

આ રીતે મળી શકે તમને 50 હજારથી વધુ પેન્શન
માની લો કે તમે 35 વર્ષની ઉંમરે એનપીએસમાં રોકાણની શરૂઆત કરો છો તો તમારે સતત 60 વર્ષ સુધી આ યોજનામાં રોકાણ કરવાનું રહેશે. એટલે કે 25 વર્ષ સુધી તમે આ યોજનામાં રોકાણ કરશો. 50,000 રૂપિયાથી વધુ પેન્શન મેળવવું હોય તો તમારે તે માટે દર મહિને ઓછામાં ઓછું 15,000 રૂપિયા રોકાણ કરવાનું રહેશે. એનપીએસ કેલ્ક્યુલેટર પ્રમાણે જો તમે 15,000 રૂપિયા દર મહિને સતત 25 વર્ષ સુધી રોકાણ કરશો તો તમારું કુલ રોકાણ 45,00,000 રૂપિયા થશે. પરંતુ 10% પ્રમાણે તેના પર વ્યાજ 1,55,68,356 રૂપિયા મળશે. 

આ રીતે તમારી પાસે કુલ 2,00,68,356 રૂપિયા હશે. આ રકમમાંથી તમે 40 ટકા રકમ એન્યુટી તરીકે ઉપયોગમાં લઈ શકો છો. એ પ્રમાણે જોઈએ તો 80,27,342 રૂપિયા તમારી એન્યુટી હશે અને 1,20,41,014 રૂપિયા તમને એક સાથે આપવામાં આવશે. એન્યુટીની રકમમાં પર જો તમને 8 ટકા રિટર્ન મળે તો તમને દર મહિને 53,516 રૂપિયા જેટલું પેન્શન મળી શકે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news