Mother Dairy Milk Price Hike : સામાન્ય જનતાને વધુ એક ઝટકો, મધર ડેરીએ દૂધના ભાવમાં ફરી કર્યો વધારો

Mother Dairy Milk Price Hike : મધર ડેરીએ દૂધની કિંમતોમાં વધારો કર્યો છે. મધર ડેરીએ ફુલ ક્રીમ દૂધની કિંમતમાં પ્રતિ લીટર એક રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. સાથે ટોકનવાળા દૂધમાં 2 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. મધર ડેરીએ દિલ્હી-એનસીઆરમાં આ ભાવ વધાર્યાં છે. 

Mother Dairy Milk Price Hike : સામાન્ય જનતાને વધુ એક ઝટકો, મધર ડેરીએ દૂધના ભાવમાં ફરી કર્યો વધારો

નવી દિલ્હીઃ દૂધની મોંઘવારી (Milk Price Hike) જનતાને ઝટકો આપી રહી છે. મેધર ડેરીએ દૂધની કિંમતો વધારી દીધી છે. મધર ડેરીએ ફુલ ક્રીમ દૂધની કિંમતમાં એક રૂપિયો પ્રતિ લીટર વધારવાનો નિર્ણય કર્યો છે. સાથે ટોકનવાળા દૂધમાં 2 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. મધર ડેરીએ દિલ્હી-એનસીઆરમાં આ ભાવ વધાર્યા છે. નવી કિંમતો સોમવારથી લાગૂ થશે. કંપનીનું કહેવું છે કે ખર્ચ વધવાથી દૂધની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. હવે મધર ડેરી બાદ બીજી કંપનીઓ પણ દૂધનો ભાવ વધારી શકે છે. 

આ વર્ષે ચોથી વખત થયો વધારો
આ રીતે મધર ડેરીએ વર્ષ 2022માં ચોથી વખત દૂધની કિંમતોમાં વધારો કર્યો છે. મધર ડેરી દિલ્હી એનસીઆરમાં સૌથી મોટી દૂધ સપ્લાયરમાંછી એક છે. તેનું દરરોજ 30 લાખ લીટર દૂધનું વેચાણ છે. મધર ડેરીએ ફુલ ક્રીમ દૂધની કિંમત 1 રૂપિયાથી વધારી 64 રૂપિયા પ્રતિ લીટર કરી દીધી છે. કંપનીના પ્રવક્તાએ આ જાણકારી આપી છે. પરંતુ કંપનીએ ફુલ ક્રીમ દૂધના 500 મિલીલીટર એટલે કે અડધા લીટરના પેક પર કિંમતો વધારી નથી. 

આ છે નવા ભાવ
મધર ડેરીના પ્રવક્તાએ કહ્યું- ફુલ ક્રીમ દૂધનો ભાવ 63 રૂપિયા પ્રતિ લીટરથી વધારી 64 રૂપિયા પ્રતિ લીટર કરી દેવામાં આવ્યો છે. ટોકન મિલ્કનો ભાવ 48 રૂપિયા પ્રતિ લીટરથી વધારી 50 રૂપિયા પ્રતિ લીટર કરી દેવામાં આવ્યો છે. ફુલ ક્રીમ દૂધના અડધા લીટરના ભાવમાં વધારો કરવામાં આવ્યો નથી. 

દૂધ જુનો ભાવ નવો ભાવ
ફુલ ક્રીમ 63 રૂપિયા પ્રતિ લીટર 64 રૂપિયા પ્રતિ લીટર
ટોકન દૂધ 48 રૂપિયા પ્રતિ લીટર 50 રૂપિયા પ્રતિ લીટર

દૂધની માંગ અને સપ્લાયમાં ભારે અંતર
દૂઠધની કિંમતોમાં વધારો ઘરેલૂ બજેટને પ્રભાવિત કરશે, કારણ કે આ સમયે ખાદ્ય ફુગાવો પહેલાથી વધુ છે. મધર ડેરીની કિંમતોમાં વધારા માટે કિસાનો પાસેથી દૂધની ખદીરીના ખર્ચને જવાબદાર ઠેરવ્યો છે. પ્રવક્તાએ કહ્યું- આ વર્ષે ડેરી ઉદ્યોગમાં દૂધની માંગ અને સપ્લાયમાં ભારે અંતર જોઈ શકાય છે. કંપનીએ કહ્યું કે કાચા દૂધની ઉપલબ્ધતા ચારાના વધતા ખર્ચ અને અનિશ્ચિત ચોમાસાને કારણે પ્રભાવિત થઈ છે. મધર ડેરીએ કહ્યું કે આ સિવાય દૂધની માંગમાં વધારો થયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news