દુનિયાના સૌથી મોંઘા શેર, ખરીદતા પહેલા કરોડપતિ પણ 10 વાર વિચારશે, 1 શેર 8 ફોર્ચ્યુનર બરાબર

ભારતનો સૌથી મોંઘો શેર એમઆરએફ છે. આ શેરને ક્યારેય સ્પ્લિટ કરવામાં આવ્યો નથી અને આજે તેની કિંમત 1.50 લાખથી વધુ છે. પરંતુ શું તમે જાણો છો કે વિશ્વમાં તેના કરતા અનેક ગણા મોંઘા શેર છે.
 

દુનિયાના સૌથી મોંઘા શેર, ખરીદતા પહેલા કરોડપતિ પણ 10 વાર વિચારશે, 1 શેર 8 ફોર્ચ્યુનર બરાબર

નવી દિલ્હીઃ ભારતમાં જો સૌથી મોંઘા શેરની વાત કરીએ તો મગજમાં સૌથી પ્રથમ નામ MRF નું આવે છે. તેની કિંમત વર્તમાનમાં 1.50 લાખ રૂપિયાની આસપાસ છે. પરંતુ શું તમે દુનિયાના સૌથી મોંઘા શેર વિશે જાણો છો? તેની કિંમત લાખોમાં નહીં પરંતુ કરોડોમાં છે. તે ગૂગલ, માઇક્રોસોફ્ટ, એપલ કે સાઉદી અરામકોનો શેર નથી. આ શેર છે દિગ્ગજ ઈન્વેસ્ટર વોરેન બફેની કંપની બર્કશાયર હેથવેનો. આ શેરની કિંમત 23 ફેબ્રુઆરી 2024ના 6,28,930 ડોલર હતી.

શનિવારે આ શેર 3400 ડોલરના વધારા સાથે બંધ થયો હતો. તેની કિંમત જો ભારતીય રૂપિયામાં જોઈએ તો તે 5.21 કરોડ રૂપિયાથી વધુ થશે. આટલા રૂપિયામાં તો ફોર્ચ્યુનરના ઓછામાં ઓછા 8 ટોપ મોડલ આવી જશે. આટલા રૂપિયામાં સારા વિસ્તારમાં એક બંગલો મળી જશે. આ શેર ખરીદતા પહેલા કરોડપતિ પણ 10 વખત વિચાર કરે છે.

ક્લાસ એ અને બી
આ કિંમત બર્કશાયર હેથવેના ક્લાસ એ શેરની છે. કંપનીએ 1996માં એકવાર ફરી શેર જારી કર્યાં હતા, જેને ક્લાસ બી શેર કહેવામાં આવે છે. તેની કિંમત 417 ડોલરથી થોડી વધુ છે. ભારતીય કરન્સીમાં તે 34561 રૂપિયા બને છે. બર્કશાયર હેથવે આમ તો ક્લાસ એ વાળા શેરથી ખુશ નહોતા પરંતુ બદલાતા સમય અને લોકોની માંગને જોતા કંપનીના સીઈઓ અને બોર્ડે 1996માં 517,500 ક્લાસ બી શેર જારી કર્યાં. આ શેરની કિંમત ઓરિજનલ શેરની કિંમતનો  1/30 મો ભાગ રાખવામાં આવી. ત્યારબાદ 2010માં ફરી ફેરફાર કરવામાં આવ્યો અને ઈન્વેસ્ટરોને વિકલ્પ આપવામાં આવ્યો કે જો કોઈ ઈચ્છે તો તે ક્લાસ એ વાળા શેરને બદલે ક્લાસ બીના 1500 શેર લઈ શકે છે. પરંતુ ક્લાસ બી શેર રાખનાર પાસે વોટિંગ રાઇટ્સ ઓછા હોય છે.

અન્ય મોંઘા શેર
બર્કશાયર હેથવે સિવાય અન્ય મોંઘા શેરની યાદીમાં Lindt & Sprüngli AG, Next Plc, Seaboard Corp અને NVR Inc છે. Lindt & Sprüngli AG ના એક શેરની કિંમત 10930 સ્વિસ ફ્રેંક છે. તમને જાણકારી માટે જણાવી દઈએ કે 1 સ્પિસ ફ્રેંકમાં 94 રૂપિયા હોય છે. Next Plc નો એક શેર 8444 જીબીએક્સ છે. NVR Inc નો એક શેર 7584 ડોલર અને  Seaboard Corp નો એક શેર 3371 ડોલરનો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news