Switzerland જ નહીં પરંતુ આ જગ્યાએ પણ જમા છે અનેક દેશોની GDP કરતાં વધારે સંપત્તિ!

માત્ર સ્વિત્ઝરલેન્ડ જ નહીં પરંતુ દુનિયામાં અનેક એવી જગ્યાઓ છે, જ્યાં અખૂટ વિદેશી સંપત્તિ જમા છે. 2024 સુધી તેમાં વાર્ષિક 9 ટકા સુધીનો વધારો થવાની આશા છે.

Switzerland જ નહીં પરંતુ આ જગ્યાએ પણ જમા છે અનેક દેશોની GDP કરતાં વધારે સંપત્તિ!

નવી દિલ્લી: હાલમાં સમાચાર સામે આવ્યા હતા કે ટેક્સ હેવન દેશ કહેવાતા સ્વિત્ઝરલેન્ડમાં જમા ભારતીયોની સંપત્તિમાં રેકોર્ડબ્રેક વધારો થયો છે. પરંતુ અહીંયા માત્ર ભારતીય નાગરિક જ નહીં પરંતુ દુનિયાભરના કુબેરપતિ પોતાની સંપત્તિ સુરક્ષિત જમા કરાવે છે. સ્વિત્ઝરલેન્ડ જ નહીં પરંતુ દુનિયામાં અનેક એવી જગ્યા છે, જ્યાં પૈસાદાર લોકોએ પોતાની અખૂટ સંપત્તિ રાખી છે. બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપે પોતાના હાલના રિપોર્ટમાં તેનો ઉલ્લેખ કર્યો છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 2020 દરમિયાન સ્વિત્ઝરલેન્ડમાં લગભગ 2.4 ટ્રિલિયન ડોલર જમા કરવામાં આવ્યા છે. તે આખી દુનિયામાં જમા કુલ ધનના લગભગ એક ચતૃથાંસ છે. તે સિવાય સિંગાપુર અને હોંગકોંગમાં પણ રેકોર્ડબ્રેક વધારાની આશા છે. ત્યારે અમે તમારા માટે તે જગ્યા શોધી કાઢી છે જ્યાં સૌથી વધારે વિદેશી સંપત્તિ જમા થયેલી છે.

 

1. સ્વિત્ઝરલેન્ડ:
અહીંયા કુલ જમા રકમ 2.4 ટ્રિલિયન ડોલર છે. તમે આ રકમનો અંદાજ તે વાતથી લગાવી શકો છો કે આ રકમ ભારતીય અર્થવ્યવસ્થાથી માત્ર થોડી જ ઓછી છે. અનુમાન છે કે તેમાં 2024 સુધી 3 ટકાના દરથી વિકાસ જોવા મળશે.

2. હોંગકોંગ:
આ યાદીમાં બીજા નંબરે છે હોંગકોંગ. હોંગકોંગમાં કુલ જમા રકમ 2.1 ટ્રિલિયન ડોલર છે. અનુમાન છે કે 2024 સુધી તેમાં વાર્ષિક 9 ટકાના દરથી વધારો થશે.

3. સિંગાપુર:
ત્રીજા નંબરે સિંગાપુરનો નંબર આવે છે. અહીંયા કુલ જમા રકમ 1.2 ટ્રિલિયન ડોલર છે. અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે કે તેમાં વાર્ષિક 9 ટકાના દરથી વધારો થશે.

4. અમેરિકા:
અમેરિકામાં પણ વિદેશી અમીરોની સંપત્તિ રહેલી છે. અહીંયા કુલ જમા વિદેશી ખાનગી સંપત્તિ લગભગ 0.9 ટ્રિલિયન ડોલર છે. 2024 સુધી તેમાં વાર્ષિક 7 ટકાના દરથી વધારો થવાનું અનુમાન છે.

5. ચેનલ ઓફ આઈલેન્ડ:
બ્રિટનના ચેનલ ઓફ આઈલેન્ડમાં વિદેશી ધન લગભગ 0.5 ટ્રિલિયન ડોલર છે. 2024 સુધી તેમાં 2 ટકા વધારો થવાનું અનુમાન છે.

6. UAE:
આ યાદીમાં આગામી નંબર UAEનો છે. જ્યાં કુલ 0.5 ટ્રિલિયન ડોલર ખાનગી સંપત્તિ એકઠી થયેલી છે. અનુમાન છે કે 2024 સુધી વાર્ષિત 5 ટકાના દરથી તેમાં વધારો થશે.

7. લક્ઝમબર્ગ:
લક્ઝમબર્ગમાં પણ કુલ 0.4 ટ્રિલિયન ડોલર વિદેશી સંપત્તિ જમા છે. 2024માં તેમાં વાર્ષિક 3 ટકાના દરથી વધારાનું અનુમાન છે.

8. બ્રિટન:
યૂનાઈટેડ કિંગ્ડમમાં પણ કુલ 0.3 ટ્રિલિયન ડોલર વિદેશી સંપત્તિ છે. અનુમાન છે કે તેમાં વાર્ષિક 4 ટકાના દરથી વધારો થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news