'ઔદ્યોગિક ક્રાંતિ' માટે મોદી સરકારનો 65000 કરોડનો નેશનલ માસ્ટર પ્લાન, જાણો તમામ માહિતી
ઔદ્યોગિક ક્રાંતિ લાવવા માટે મોદી સરકાર આગામી પાંચ વર્ષમાં 200 ઇકોનોમિક ઝોનને આપસમાં જોડવા માટે 65000 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.
Trending Photos
નવી દિલ્હીઃ મોદી સરકાર દેશમાં આર્થિક ગતિવિધિમાં તેજી લાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. કોરોનાને કારણે અર્થવ્યવસ્થા પર ખુબ ખરાબ અસર થઈ છે. જ્યાં સુધી કોરોના વેક્સિન ન આવે અને વેક્સિનેશનનો પ્રોગ્રામ મોટા સ્તર પર શરૂ ન થાય, ત્યાં સુધી ઔદ્યોગિક ગતિવિધિમાં તે હદ સુધીની તેજી લાવવી સંભવ નથી. તેનાથી અલગ કે આપણા દેશમાં ટ્રાન્સપોટ્રેશન સિસ્ટમ એટલી નબળી છે કે ઉદ્યોગ જગત માટે કોસ્ટ કટિંગ મોટો પડકાર છે. હવે આ સમસ્યાને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ઔદ્યોગિક ગતિવિધિમાં તેજી લાવવા ટ્રાન્સપોટ્રેશનની સમસ્યાને દૂર કરવા માટે મોદી સરકારે 65 હજાર કરોડનો નેશનલ માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. આ માસ્ટર પ્લાન હેઠળ દેશમાં આશરે 200 ઇકોનોમિક ઝોન આપસમાં જોડાઇ જશે જેથી ટ્રાન્સપોર્ટ્રેશન સરળ અને ઝડપી બને.
200 ઇકોનોમિક ઝોન આપસમાં જોડાશે
નેશનલ માસ્ટર પ્લાનને લઈને પીએમ મોદીએ ખુદ હાઈ લેવલ બેઠક કરી છે. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે, આગામી પાંચ વર્ષઓમાં 200 ઇકોનોમિક ઝોન માટે મલ્ટી મોડલ કનેક્ટિવિટી હેઠળ સરકાર 65 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. કનેક્ટિવિટીના જાળને તે રીતે બિછાવવામાં આવશે કે ઉદ્યોગ જગતને કોસ્ટિંગ અને ટાઇમિંગની બચત થાય.
ચીનને મસમોટો ફટકો મારવાની તૈયારી, PM મોદીએ તમામ મંત્રાલયોને આપ્યો આદેશ
સરળ કનેક્ટિવિટી માટે માસ્ટર રોડમેપ તૈયાર
દેશના અલગ-અલગ શહેરોમાં એગ્રિકલ્ચર, ફિશિંગ, ડિફેન્સ, ક્લસ્ટર, ઇલેક્ટ્રોનિક્સ, ટેક્સટાઇલ અને ફોર્માસ્યુટિકલને લઈને અલગ-અલગ ઇકોનોમિક ઝોન બનેલા છે. રોડ, રેલવે, શિપિંગ અને સિવિલ એવિએશન મિનિસ્ટ્રીએ આ ઇકોનોમિક ઝોનને આપસમાં કનેક્ટ કરવા માટે એક ડીટેલ્ડ કનેક્ટિવિટી રોડમેપ તૈયાર કર્યો છે. આ રોડમેપમાં ધ્યાન રાખવામાં આવ્યું છે કે, આ ઝોન આપસમાં એટલી સારી રીતે કનેક્ટ થાય કે લોકો અને સામાનની અવર-જવર સરળતાથી અને ઓછા સમયમાં થઈ શકે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે