પેટ્રોલ સસ્તુ કરવા મોદી સરકારે બનાવ્યો ‘ગેમચેન્જર પ્લાન’, જોતી રહી જશે દુનિયા

સરકાર હવે ઓઇલ રિઝર્વની ક્ષમતા વધારવાનો વિચાર કરી રહી છે, આ માટે સરકાર ઓઇલ ટ્રેડર્સ અને ઓઇલ પ્રોડ્યૂસર્સ સાશે કરશે વાતચીત

પેટ્રોલ સસ્તુ કરવા મોદી સરકારે બનાવ્યો ‘ગેમચેન્જર પ્લાન’, જોતી રહી જશે દુનિયા

નવી દિલ્હી: પેટ્રોલ ડીઝલમાં વધી રહેલા ભાવોના કરાણે સરકાર પણ મુશ્કેલીમાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મામલે સોમવારે ક્રુડ ઓઇલની કંપનીઓના પ્રમુખો સાથે મુલાકાત કરી હતી. પરંતુ સરકાર લાંબા સમય માટે પેટ્રોલ અને ડિઝલના ભાવને નિયંત્રિક કરવા માંગે છે. જેમનાથી સામાન્ય માણસને સૌથી વધારે રાહત મળવાની શક્યતાઓ છે. જેના માટે સરકારે એક ગેમ ચેન્જર પ્લાન બનાવ્યો છે. આશા છે,કે આ પ્લાનને અમલમાં લાવતાની સાથે જ ભારતમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો કરી શકાશે. એટલુ જ નહિં આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડના ભાવોમાં વધારો થાય તો પણ અમૂક અંશે ભાવોમાં નિયત્રણ લાવી શકાય છે. અત્યારે આ એક પ્લાનિંગનો જ ભાગ છે. પરંતુ સરકારે આ અંગે કામ કરવાનું શરૂ કરી દીધુ છે. જો તમામ વસ્તુઓ બરોબર રહી તો ભારતે ક્રુડ માટે બીજી ઓઇલ ઉત્પાદક દેશો સામે નહિ જવું પડે. 

ઓઇલ સંગ્રહ વધારાવા પર કરાશે વિચાર 
ખરેખર તો સરકાર હવે ઓઇલ સંગ્રહ ક્ષમતા વધારવાનો વિચાર કરી રહી છે. જેના માટે સરકાર ઓઇલ ટ્રેડર્સ અને ઓઇલ ઉત્પાદકો સાથે વાત કરી છે. જેનાથી ઓઇલ અને સંગ્રહ માટે રોકાણ વધારવા માટે ચર્ચા કરાવમાં આવશે, આ ભંડારોને સ્ટ્રેટેઝિક પેટ્રોલિયમ રેઝર્વ(SPR) કહેવામાં આવે છે. અત્યારે ભારત પાસે ત્રણ અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ છે. આ ત્રણેયની ક્ષમતા 5.33 MNT લાખ ટન કરતા પણ વધારે ક્રુડ ઓઇલ સંગ્રહ કરવાની ક્ષમતા છે. જેમાં અત્યારે આટલુ ક્રુડ સંગ્રહ કરવાની ક્ષમતા છે. ભારત પાસે વિશાખાપટ્ટનમમાં એક સ્ટોર છે. જેમાં 1.33 MNT ક્રુડ ઓઇલ સ્ટોર કરી શકાય છે,  બીજુ સ્ટોરેજ મેંગ્લોરમાં છે જે આડધુ ભરેલુ છે. અને ત્રીજુ કર્નાટકમાં રાખવામાં આવ્યું છે. જ્યારે સરકારે બીજા બે સ્ટોરેજ વધારવાનો આદેશ આપી દીધો છે.

ક્યાં છે ભારત પાસે ઓઇલ SPR
ઓડિશા અને કર્નાટકમાં અંડરગ્રાઉન્ડ ક્રુડ ઓઇલ સ્ટોરેજ બનાવવા માટે મોદી સરકારે પહેલાથી જ સૈદ્ધાતિક મંજૂરી આપી દીધી છે. આ સ્ટોરેજ બની જવાથી ભારત પાસે 12 થી 22 દિવસનો ઇમરજન્સી સ્ટોક રહેશે. આ બંન્ને સ્ટ્રેટેઝિક પેટ્રોલિયમ રેઝર્વ ફેસિલિટીની કૈપિસિટી 6.5 મિલિયન મૈચ્રિક ટન (MNT)છે. ભારતની પાસે પહેલાથી જ ત્રણ જગ્યાઓ પર 5.33MNT સ્ટોરેજ ઘરાવતી અંડરગ્રાઉન્ટ સ્ટોરેજ છે. જેમાં વિશાખાપટ્ટનમ (1.33 MMT) , મેગ્લોર (1.5 MMT) , અને પદૂર(2.5 MMT)નો સમાવેશ થાય છે. તેમ છતા પણ બીજા બે સ્ટોરેજ બનાવાના નિર્ણય પાછળ કોઇને કોઇ રણનીતિ જરૂર હોઇ શકે છે.

રોકાણકારોની તાપસ શરૂ 
સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર સરકાર પેટ્રોલ સ્ટોરેજ ટેન્ક બનાવ માટે રોકાણકારોને શોધી રહી છે, જે આ પ્રોજેક્ટમાં 1.5 અબજ ડોલરનું રોકાણ કરી શકે. રોકાણકારોને આકર્ષવા માટે સરકારે પ્લાન પણ તૈયાર કર્યા છે. જેના માટે સરકાર નવી દિલ્હી સિવાય સિંગાપોર અને લંડનમાં રોડ શો કરી શકે છે. જેથી રોકાણકારોને આકર્ષવામાં મદદ મળી રહે છે. અને જો પ્રાઇવેટ રોકાણકાર મળી જાય તો સરકારની ભાર ઓછો થઇ જશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news