થાઈલેન્ડ ઓપનઃ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી ફાઇનલમાં પહોંચી

વર્લ્ડ રેન્કિંગમાં 16મા સ્થાન પર રહેલી આ ભારતીય જોડીએ ચેમ્પિયન બનવા માટે હવે રવિવારે ચીનની લી જુન હેઈ અને લિયૂ યૂ ચેનની જોડીના પડકારનો સામનો કરવો પડશે. 
 
થાઈલેન્ડ ઓપનઃ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી ફાઇનલમાં પહોંચી

બેંગકોકઃ સાત્વિકસાઈરાજ રંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતીય પુરૂષ ડબલ્સ જોડીએ શનિવારે અહીં થાઈલેન્ડ ઓપનના સેમિફાઇનલમાં કોરિયાના સુંગ હ્યૂન અને શિન બેક શેઓલને પરાજય આપીને ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. આ ભારતીય જોડીએ અંતિમ-4 મુકાબલાને 22-20, 22-24, 21-9થી પોતાના નામે કર્યો હતો. 

વર્લ્ડ રેન્કિંગમાં 16મા સ્થાન પર રહેલી આ ભારતીય જોડીએ ચેમ્પિયન બનવા માટે હવે રવિવારે ચીનની લી જુન હેઈ અને લિયૂ યૂ ચેનની જોડીના પડકારનો સામનો કરવો પડશે. 

ચીનની આ જોડીએ એક અન્ય સેમિફાઇનલ મુકાબલામાં જાપાનના હિરોયુકી એન્ડો અને યુતા વાજાનાબેની જોડીને 21-13, 22-20થી પરાજય આપ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news