LPG cylinder બુક કરતાં જ મળશે 50 લાખનો વીમો, તમારા ખિસ્સામાંથી ખર્ચ નહી થાય એકપણ રૂપિયો

LPG Consumer rights: દેશની સરકારી ઓઇલ કંપનીઓ એલપીજી યુઝર્સને 50 લાખ રૂપિયા સુધીનું ગેસ સિલિન્ડર વીમા કવચ આપે છે. તમે સિલિન્ડર બુક કરાવતા જ તમારા પરિવારને આ વીમો મળે છે.

LPG cylinder બુક કરતાં જ મળશે 50 લાખનો વીમો, તમારા ખિસ્સામાંથી ખર્ચ નહી થાય એકપણ રૂપિયો

LPG Consumer protection: LPG સિલિન્ડરનો ઉપયોગ આપણા બધાના ઘરમાં થાય છે, પરંતુ શું તમે જાણો છો કે આ સિલિન્ડર પર તમને સરકાર તરફથી 50 લાખ રૂપિયાનો પૂરો ફાયદો મળે છે. દેશની સરકારી ઓઇલ કંપનીઓ એલપીજી યુઝર્સને 50 લાખ રૂપિયા સુધીનું ગેસ સિલિન્ડર વીમા કવચ આપે છે. તમે સિલિન્ડર બુક કરાવતા જ તમારા પરિવારને આ વીમો મળે છે. અને સૌથી મહત્વની વાત એ છે કે આ વીમા માટે તમારે તમારા ખિસ્સામાંથી એક રૂપિયો પણ ચૂકવવાનો નથી.

તમને જણાવી દઈએ કે એલપીજી સિલિન્ડર એકદમ જ્વલનશીલ હોય છે, જેના કારણે અકસ્માતનો ખતરો રહે છે. ઘણી વખત આપણે લોકોના ઘરોમાં સિલિન્ડર ફાટવાના સમાચાર જોઈએ છીએ. આ પ્રકારની ઘટનાઓમાંથી બહાર નિકળવા માટે જ સરકાર તરફથી આ વિમા કવર આપવામાં આવે છે. 

સરકારી તેલ કંપનીઓ પાસે કરો ક્લેમ
આવા અકસ્માતો બાદ સરકારને નુકસાનની ભરપાઈ કરવાનો અધિકાર ગ્રાહક પાસે હોય છે. કોઈપણ ગ્રાહક પોતાના પરિવાર માટે પેટ્રોલિયમ કંપનીઓ પાસેથી 50 લાખ રૂપિયા સુધીનો દાવો કરી શકે છે.

શું છે આ વીમાની શરતો ?
>> આવી ઘટનાઓમાં સરકાર પ્રતિ સભ્ય 10 લાખ રૂપિયા આપે છે.
>> આ સિવાય સમગ્ર પરિવાર માટે મહત્તમ 50 લાખ રૂપિયાની મર્યાદા છે.
>> જો માત્ર પ્રોપર્ટીને નુકસાન થયું હોય, તો આ સ્થિતિમાં 2 લાખ રૂપિયાનો ક્લેમ મળે છે.
>> જો કોઈનું મૃત્યુ થાય છે, તો એવામાં વ્યક્તિગત અકસ્માત કવર તરીકે રૂ. 6 લાખ ઉપલબ્ધ છે.
>> આ સિવાય જો સારવારની વાત કરીએ તો તેના માટે સભ્ય દીઠ 2 લાખ રૂપિયા મળે છે. તે જ સમયે, મહત્તમ 30 લાખ રૂપિયા ઉપલબ્ધ છે.

50 લાખ સુધીનું વીમા કવર
દુર્ઘટના બાદ ક્લેમ લેવાની રીત સરકારી વેબસાઈટ http://mylpg.in પર અપાયેલી છે. વેબસાઈટ મુજબ એલપીજી કનેક્શન લેવા પર ગ્રાહકને તેમના તરફથી મળેલા સિલિન્ડરથી જો કોઈ દુર્ઘટના થાય તો તે વ્યક્તિ 50 લાખ રૂપિયા સુધીના વીમા કવરનો હકદાર રહે છે. દુર્ઘટનાથી પીડિત પ્રત્યેક વ્યક્તિને વધુમાં વધુ 10 લાખ રૂપિયાની ક્ષતિપૂર્તિ આપવામાં આવી શકે છે. 

બે વાર પેમેન્ટ લઈ શકે નહીં પોલીસ
મોટર વાહન (સંશોધક) વિધેયક 2016 મુજબ જો હેલમેટ કે કોઈ અન્ય કારણસર પોલીસે ચલણ કાપ્યું હોય તો પછી ફરીથી તે જ અપરાધ માટે તેઓ તમારું ચલણ કાપી શકે નહીં. 

ચેક કરી લેવી જોઇએ સિલિન્ડરની એક્સપાયરી 
આ સિવાય તમને જણાવી દઈએ કે સિલિન્ડર લેતી વખતે તમારે તેની એક્સપાયરી ચેક કરવી જોઈએ. સિલિન્ડરની એક્સપાયરી ડેટ સિલિન્ડરની ટોચ પર ત્રણ પહોળી પટ્ટીઓ પર કોડના રૂપમાં લખેલી હોય છે. આ કોડ A-24, B-25, C-26 અથવા D-27 તરીકે લખેલી હોય છે.

શું હોય છે ABCD મતલબ?
ચાલો તમને જણાવીએ કે આ કોડમાં ABCD નો અર્થ શું છે - A એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ, B એટલે એપ્રિલ, મે અને જૂન, C એટલે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને D એટલે ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. આ રીતે, A-24 નો અર્થ છે કે તમારું સિલિન્ડર વર્ષ 2024 માં જાન્યુઆરી અને માર્ચ વચ્ચે સમાપ્ત થઈ જશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news