4 જૂને જાહેર થશે ચૂંટણી પરિણામ, જાણો છેલ્લી 5 લોકસભા ચૂંટણીના રિઝલ્ટ બાદ કેવું રહ્યું બજારનું પ્રદર્શન

ચૂંટણી અને શેર બજારનો સીધો સંબંધ હોય છે. ચૂંટણી પરિણામના દિવસે બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળે છે.  

4 જૂને જાહેર થશે ચૂંટણી પરિણામ, જાણો છેલ્લી 5 લોકસભા ચૂંટણીના રિઝલ્ટ બાદ કેવું રહ્યું બજારનું પ્રદર્શન

Share Bazaar: લોકસભા ચૂંટણી 2024માં સાત તબક્કાનું મતદાન સમાપ્ત થઈ ગયું છે. પરિણામ 4 જૂને જાહેર કરવામાં આવશે. ચૂંટણી અને શેર બજારનો સીધો સંબંધ હોય છે. ચૂંટણી પરિણામના દિવસે બજારમાં ઉતાર-ચઢાવ જોઈ શકાય છે. નવી સરકારની નીતિઓની અસર આગામી કેટલાક મહિનામાં બજારમાં જોવા મળે છે. આ આર્ટિકલમાં અમે તમને છેલ્લી પાંચ લોકસભા ચૂંટણીના આંકડાનું વિશ્લેષણ જણાવીશું.

મતગણનાના દિવસે બજારની ચાલ
છેલ્લી પાંચ લોકસભા ચૂંટણીમાં મતગણનાના દિવસે સેન્સેક્સે ત્રણવાર 1999, 2004 અને  2019 માં ક્રમશઃ 0.24%, 11.10% અને 0.76% નું નેગેટિવ રિટર્ન આપ્યું. તો બે વખત 2009 અને 2014માં ક્રમશઃ 17.70% અને 0.90% ટકાનું પોઝિટિવ રિટર્ન આપ્યું હતું. પરિણામ જાહેર થયાના એક મહિના બાદ સેન્સેક્સે 2009માં 22.20%, 2014 માં 4.59%  ટકા અને 2019માં 0.99% નું પોઝિટિવ રિટર્ન આપ્યું હતું. 1999 અને 2014માં બજારે 2.11% અને 10.50% નું નેગેટિવ રિટર્ન આપ્યું હતું. સામાન્ય ચૂંટણીનું પરિણામ આવ્યાના છ મહિના બાદ બજારે પાંચ વખત પોઝિટિવ રિટર્ન આપ્યું છે. સેન્સેક્સે 1999માં 7.56%, 2004 માં 9.82%, 2009માં 35.05%,  2014માં 15.71%, 2019માં 4.27 ટકાનું રિટર્ન આપ્યું છે. 

ઘટાડો થાય તો કરો ખરીદી
આનંદ રાઠી શેયર્સ અને બ્રોકર્સની યૂએઈ બિઝનેસ એન્ડ સ્ટ્રેટેજીના પ્રમુખ તનવી કંચનનું કહેવું છે કે ભારતીય શેર બજાર પર આ ચૂંટણીની કોઈ અસર પડશે નહીં. પરંતુ જો વર્તમાન સરકાર મજબૂતી સાથે આવે છે તો ભારતમાં રાજનીતિક સ્થિરતા જારી રહેશે. તેામાં બુલ રન યથાવત રહી શકે છે. તેમણે આગળ કહ્યું કે જો સરકાર મજબૂતીથી આવે છે તો બિઝનેસ કરવામાં સરળતા લાગૂ કરવી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કોઈ સેક્ટર માટે વિશેષ નીતિ સરળતાથી લાવી શકસે. તેનાથી ઈન્વેસ્ટરોનો વિશ્વાસ વધશે અને બજારને બૂસ્ટ મળશે. તનવીએ ઈન્વેસ્ટરોને સલાહ આપી છે કે જો કોઈ ઘટાડો આવે છે તો તેમાં ખરીદી કરો.

અપટ્રેન્ડ યથાવત રહેવાની સંભાવના
એમકે વેલ્થ મેનેજમેન્ટના રિસર્ચ હેડ, ડો જોસેફ થોમસે કહ્યું કે આગામી સપ્તાહે ચૂંટણી પરિણામને કારણે બજારમાં ઉતાર-ચઢાવ જારી રહેશે. અર્થવ્યવસ્થાનો આધાર મજબૂત છે અને તેના કારણે અપટ્રેન્ડ યથાવત રહેવાની સંભાવના છે. પરંતુ બજાર હજુ મોંઘુ છે, જેના કારણે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news