નિકોલમાં હીટ એન્ડ રનના ડરામણા દ્રશ્યો! રસ્તા પર એક પરિવારને ઉડાવીને કારચાલક ફરાર

વધુ એક અકસ્માતનો બનાવ અમદાવાદના નિકોલ વિસ્તારમાં સામે આવ્યો છે. 31મી મેની રાત્રે નિકોલના બિલમેરી કોમ્પ્લેક્ષની સામે આવેલ ગુરુકુળ નજીક એક કાર ચાલકે પરિવારને અડફેટે લઇને ફરાર થયો હતો.

નિકોલમાં હીટ એન્ડ રનના ડરામણા દ્રશ્યો! રસ્તા પર એક પરિવારને ઉડાવીને કારચાલક ફરાર

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદના રસ્તા જાણે અકસ્માતના રસ્તા બની ગયા હોય એવા દ્રશ્યો અને બનાવો દિવસેને દિવસે સામે આવી રહયા છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ અમદાવાદના નિકોલ વિસ્તારમાં સામે આવ્યો છે. 31મી મેની રાત્રે નિકોલના બિલમેરી કોમ્પ્લેક્ષની સામે આવેલ ગુરુકુળ નજીક એક કાર ચાલકે પરિવારને અડફેટે લઇને ફરાર થયો હતો.

આ હિટ એન્ડ રનની ઘટનામાં ત્રણ સભ્યો ઇજાગ્રસ્ત થયા હતા જેમાં અંકિત વિરાણી અર્જુન કથીરિયા અને નાની બાળકી મનસ્વી નો સમાવેશ થવા પામ્યો છે. આ પરિવાર સાંજે જમ્યા પછી બાળકને સાયકલ પર ફેરવવા અને ચાલવા માટે નીકળ્યા હતા ત્યારે એક કાર ચાલકથી પૂર ઝડપે આવી અકસ્માત કરીને ફરાર થઇ ગયો હતો. લોકોને કાર ચાલકને પકડવા પીછો પણ કર્યો હતો પણ નિષ્ફળ નીવડયો હતો. 

આ આખા અકસ્માતનો બનાવ નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થયો હતો, ત્યારે પરિવારને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અને પોલીસ ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી તો કાર ચાલકનું નામ અર્જુન માનસિંગ ઠાકોર હોવાનું અને ઓઢવમાં રહેતા હોવાનું સામે આવ્યું હતું. 

પોલીસે કાર ચાલકના ઘરે તપાસ કરી તો તાળું મારી કાર ચાલક પરિવાર સાથે ફરાર થઇ ગયો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ કાર ચાલકની ધરપકડ કરવા માટે તજવીજ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news