LIC ની યોજનામાં 1 રૂપિયામાં મળી રહ્યો છે એક કરોડનો ફાયદો! જાણો આ પ્લાનની ડિટેલ્સ

LIC jeevan shiromani Plan: જો તમે પણ સુરક્ષિત રોકાણનો પ્લાન કરી રહ્યા છો તો તમારા માટે જીવન શિરોમણી (LIC jeevan shiromani Plan) એક ઉત્તમ વિકલ્પ છે. અહીં તમને 1 રૂપિયામાં પણ સારો નફો મળી શકશે. LIC ની આ પોલિસીમાં સારો એવો નફો મળે છે. તે પ્રોટેક્શનની સાથે જ સેવિંગ્સ પણ આપે છે. જાણો આ પોલિસી વિશે વિગતવાર માહિતી. 
LIC ની યોજનામાં 1 રૂપિયામાં મળી રહ્યો છે એક કરોડનો ફાયદો! જાણો આ પ્લાનની ડિટેલ્સ

નવી દિલ્હી: LIC jeevan shiromani Plan: જો તમે પણ સુરક્ષિત રોકાણનો પ્લાન કરી રહ્યા છો તો તમારા માટે જીવન શિરોમણી (LIC jeevan shiromani Plan) એક ઉત્તમ વિકલ્પ છે. અહીં તમને 1 રૂપિયામાં પણ સારો નફો મળી શકશે. LIC ની આ પોલિસીમાં સારો એવો નફો મળે છે. તે પ્રોટેક્શનની સાથે જ સેવિંગ્સ પણ આપે છે. જાણો આ પોલિસી વિશે વિગતવાર માહિતી. 

1 કરોડ રૂપિયા એશ્યોર્ડ રકમની ગેરંટી
LIC નો આ પ્લાન (Jeevan Shiromani Plan Benefits) નોન લિંક્ડ પ્લાન છે. તેમાં તમને ઓછામાં ઓછી એક કરોડ રૂપિયા એશ્યોર્ડ રકમની ગેરંટી મળે છે. LIC પોતાના ગ્રાહકોને જીવન સુરક્ષિત કરવા માટે અનેક સારી પોલિસી રજુ કરતી રહે છે. 

શું છે પ્લાન?
LIC ની Jeevan Shiromani (ટેબલ નંબર 847) એ 19 ડિસેમ્બર 2017 ના રોજ આ યોજનાની શરૂઆત કરી હતી. આ એક નોન લિંક્ડ, મર્યાદિત પ્રીમિયમ પેમેન્ટ મની બેક યોજના છે. તે માર્કેટ સંલગ્ન લાભવાળી યોજના છે. આ યોજના ખાસ કરીને એએનઆઈ (ઉચ્ચ નેટવર્થ વ્યક્તિઓ) માટે બનાવવામાં આવી છે. આ યોજના ગંભીર બીમારીઓ માટે કવર પણ આપે છે. તેમાં 3 વૈકલ્પિક રાઈડર્સ પણ ઉપલબ્ધ છે. 

ફાઈનાન્શિયલ સપોર્ટ મળે છે
જીવન શિરોમણી પ્લાન પોલિસી ટર્મ દરમિયાન પોલિસી હોલ્ડર્સ ડેથ બેનિફિટ તરીકે તેમના પરિવારને આર્થિક સપોર્ટ ઉપલબ્ધ કરાવે છે. આ પોલિસીમાં પોલિસી હોલ્ડર્સના સર્વાઈવલ એટલે કે જીવિત રહેવાની સ્થિતિમાં નિશ્ચિત અવધિ દરમિયાન પેમેન્ટની સુવિધા આપવામાં આવી છે. આ ઉપરાંત મેચ્યોરિટી ઉપર પણ એક નિશ્ચિત રકમ અપાય છે. 

જુઓ સર્વાઈવલ બેનિફિટ
સર્વાઈવલ બેનિફિટ એટલે કે પોલિસી હોલ્ડર્સના જીવિત રહેવા પર નિશ્ચિત ચૂકવણી કરવામાં આવે છે. આ પ્રકારની હોય છે ચૂકવણી પ્રક્રિયા...

1. 14 વર્ષની પોલિસી- 10માં અને 12 માં વર્ષે સમ એશ્યોર્ડના 30-30 %
2. 16 વર્ષની પોલિસી- 12માં અને 14માં વર્ષે સમ એશ્યોર્ડના 35-35 %
3. 18 વર્ષની પોલીસી- 14માં અને 16માં વર્ષે સમ એશ્યોર્ડના 40-40 %
4. 20 વર્ષની પોલિસી- 16માં અને 18માં વર્ષે સમ એશ્યોર્ડના 45-45 %.

જાણો કેટલી મળશે લોન
આ પોલિસીની ખાસિયત એ છે કે પોલિસી ટર્મ દરમિયાન કસ્ટમર પોલિસીની સરન્ડર વેલ્યૂના આધારે લોન પણ લઈ શકે છે. પરંતુ આ લોન એલઆઈસીના નિયમો અને શરતો પર જ મળશે. પોલિસી લોન સમયાંતરે નક્કી કરાયેલા વ્યાજ દર પર મળશે. 

નિયમો અને શરતો
1. ન્યૂનતમ સમ એશ્યોર્ડ- એક કરોડ રૂપિયા
2. વધુમાં વધુ એશ્યોર્ડ- કોઈ સીમા નહીં (બિઝેક સમ એશ્યોર્ડ 5 લાખના મલ્ટીપલમાં હશે). 
3. પોલિસી ટર્મ: 14. 16. 18 અને 20 વર્ષ
4. ક્યાં સુધીમાં જમા કરવાનું રહેશે પ્રીમીયમ- 4 વર્ષ
5. એન્ટ્રી માટે ન્યૂનતમ ઉંમર- 18 વર્ષ
6. એન્ટ્રી માટે વધુમાં વધુ ઉંમર- 14 વર્ષની પોલિસી માટે 55 વર્ષ, 16 વર્ષની પોલિસી માટે 51 વર્ષ, 18 વર્ષની પોલિસી માટે 48 વર્ષ અને 20 વર્ષની પોલિસી માટે 45 વર્ષ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news