આખરે આતુરતાનો અંત, LIC IPO 4 મેના રોજ ખુલશે! 9 મે સુધી રોકાણની તક, જાણો અન્ય માહિતી

અગાઉ સરકાર દેશની સૌથી મોટી જીવન વીમા કંપનીમાં 5% હિસ્સો વેચવા જઈ રહી હતી, પરંતુ હવે સરકાર IPO માટે માત્ર 3.5% હિસ્સો ઓફર કરશે. IPO માટે LICનું વેલ્યૂવેશન રૂ. 6 લાખ કરોડ કરવામાં આવ્યું છે. તે હિસાબથી હવે આ IPOનું કદ રૂ. 21,000 કરોડ થશે. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

આખરે આતુરતાનો અંત, LIC IPO 4 મેના રોજ ખુલશે! 9 મે સુધી રોકાણની તક, જાણો અન્ય માહિતી

નવી દિલ્હી: લોકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેનો અંત આવ્યો છે. દેશના સૌથી મોટા IPOની લોન્ચિંગ તારીખ નક્કી કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર LICનો IPO 4 મેના રોજ લોન્ચ થશે અને 9 મે સુધી રોકાણકારો આ IPOમાં અરજી કરી શકશે. એક અગ્રણી અખબારના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, આ સંદર્ભે મંગળવારે એલઆઈસી બોર્ડની એક મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે, જેમાં લોન્ચિંગની તારીખ પર મહોર મારવામાં આવશે. બેઠકમાં તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

અગાઉ સરકાર દેશની સૌથી મોટી જીવન વીમા કંપનીમાં 5% હિસ્સો વેચવા જઈ રહી હતી, પરંતુ હવે સરકાર IPO માટે માત્ર 3.5% હિસ્સો ઓફર કરશે. IPO માટે LICનું વેલ્યૂવેશન રૂ. 6 લાખ કરોડ કરવામાં આવ્યું છે. તે હિસાબથી હવે આ IPOનું કદ રૂ. 21,000 કરોડ થશે. જોકે એક અધિકારીનું કહેવું છે કે જો બજારમાં માંગ સારી રહેશે તો સરકાર તેમાં 5% વધારો કરી શકે છે. જણાવી દઈએ કે 13 ફેબ્રુઆરીએ સેબીમાં ફાઈલ કરવામાં આવેલા ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP)માં સરકારે 31.62 કરોડ શેર ઓફર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જે કુલ ઈક્વિટી શેરના લગભગ 5 ટકા હતો.

નોંધનીય છે કે સરકારી વીમા કંપનીનો આ IPO સરકારના ડિસઇન્વેસ્ટમેન્ટ લક્ષ્યાંકને પૂરો કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. LIC IPOના લોન્ચિંગમાં ઘણા મહિનાઓથી વિલંબ થયો છે. રશિયા-યુક્રેન યુદ્ધ સહિતના અનેક કારણોસર બજારમાં છેલ્લા કેટલાક સમયથી વેચવાલી જોવા મળી રહી છે. આ જ કારણ છે કે LIC IPOમાં વિલંબ થઈ રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news