અંબાણી બ્રધર્સઃ એક આકાશ અને બીજા પાતાળમાં કેવી રીતે પહોંચ્યા? જાણો અનિલ અંબાણી આ ભૂલોને કારણે થઈ ગયા બરબાદ

​Ambani Brothers stroy:  રિલાયન્સના વિભાજન બાદ અંબાણી પરિવારના બંને ભાઈઓના ભાગમાં બરાબરનો કારોબાર આવ્યો. પરંતુ એક ભાઈ એશિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિ છે તો બીજો ભાઈ નાદાર થઈ ચુક્યો છે. અનિલ અંબાણીએ ખુદે પોતાની બરબાદીની કહાની લખી. 
 

અંબાણી બ્રધર્સઃ એક આકાશ અને બીજા પાતાળમાં કેવી રીતે પહોંચ્યા? જાણો અનિલ અંબાણી આ ભૂલોને કારણે થઈ ગયા બરબાદ

નવી દિલ્હીઃ રિલાયન્સ એડીએ ગ્રુપ ( Reliance ADA Group)ના ચેરમેન અનિલ અંબાણી (Anil Ambani)આ દિવસોમાં ચર્ચામાં છે. વિદેશી મુદ્રા નિયમો ફેમા (FEMA)ના મામલામાં તેમના અને તેમની પત્ની ટીના અંબાણી ( Tina Ambani)ની પૂછપરછ થઈ રહી છે. ઈડીએ અનિલ અંબાણીની કલાકો સુધી પૂછપરછ કરી છે. અંબાણી પરિવાર દેશના મોટા કારોબારી પરિવારમાંથી એક છે. જે કારોબારનો પાયો ધીરૂભાઈ અંબાણીએ નાખ્યો હતો, તે કારોબારના બે ટૂકડા થઈ ગયા. એક ભાગ મુકેશ અંબાણી અને બીજો ભાગ અનિલ અંબાણી પાસે આવ્યો. મુકેશ અંબાણીના શેરમાં જે ભાગ આવ્યો, આજે તે વિશ્વની અગ્રણી કંપનીઓમાં જોડાઈ ગયો છે. બીજી તરફ અનિલ અંબાણીને જે શેર મળ્યો તે મોટા દેવાના બોજ હેઠળ દટાયેલો છે. મોટા ભાઈએ પોતાનો બિઝનેસ એટલો મોટો બનાવ્યો કે તે દુનિયાના ટોપ 10 સૌથી અમીર લોકોમાં સામેલ થઈ ગયો. જ્યારે બીજો ભાઈ ધંધો સંભાળી શક્યો નહીં અને નાદાર થઈ ગયો. આજે આપણે અંબાણી બ્રધર્સની વાર્તા અને અનિલ અંબાણીની ભૂલો વિશે વાત કરીશું જેણે એક સફળ કંપનીને નાદાર બનાવી દીધી.

ક્યાંથી શરૂ થઈ કહાની
ધીરુભાઈ અંબાણીએ રિલાયન્સનો પાયો નાખ્યો. ધીરે ધીરે, તેણે તેના બે પુત્રોને તે વ્યવસાયમાં જોડાયા. મુકેશ અંબાણી વર્ષ 1981માં અને અનિલ અંબાણી વર્ષ 1983માં રિલાયન્સ સાથે જોડાયા હતા. જુલાઈ 2002માં ધીરુભાઈ અંબાણીના અવસાન બાદ મુકેશ અંબાણીને રિલાયન્સ ગ્રુપના ચેરમેન બનાવવામાં આવ્યા અને અનિલ અંબાણી મેનેજિંગ ડિરેક્ટર બન્યા. થોડાં જ વર્ષોમાં બંને ભાઈઓ વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો. જોકે, બંને ભાઈઓ વચ્ચેના વિવાદની રિલાયન્સના બિઝનેસ પર કોઈ અસર થઈ ન હતી. જ્યારે મુકેશ અને અનિલ અંબાણીએ રિલાયન્સની જવાબદારી સંભાળી ત્યારે તે સમયે બંને ભાઈઓની સંયુક્ત નેટવર્થ $2.8 બિલિયન હતી. જ્યારે વર્ષ 2004માં તે $6 બિલિયન અને વર્ષ 2005માં વધીને $7 બિલિયન પર પહોંચી ગયું હતું.

વિવાદ બાદ કારોબારમાં ભાગલા
​વર્ષ 20041માં પહેલીવાર મુકેશ અને અનિલ અંબાણી વચ્ચેનો ઝઘડો સામે આવ્યો હતો. વર્ષ 2005માં રિલાયન્સનો બિઝનેસ બંને વચ્ચે વહેંચાઈ ગયો હતો. રિલાયન્સના વિભાજન પછી, મુકેશ અંબાણીના પેટ્રોકેમિકલ બિઝનેસમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ડિયન પેટ્રો કેમિકલ્સ કોર્પ લિમિટેડ, રિલાયન્સ પેટ્રોલિયમ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ આવી, જ્યારે આરકોમ, રિલાયન્સ કેપિટલ, રિલાયન્સ એનર્જી, રિલાયન્સ નેચરલ રિસોર્સ જેવી કંપનીઓ અનિલ અંબાણીના ભાગમાં આવી હતી. 

દેવામાં ડૂબતા ગયા અનિલ અંબાણી
તેમનું દેવું અનિલ અંબાણી પર ભારે પડવા લાગ્યું. તેના પર ઘી નાખવાનું કામ મુકેશ અંબાણીની ટેલિકોમ કંપનીએ કર્યું. રિલાયન્સ ઈન્ફોકોમ નાના ભાઈ અનિલના ભાગમાં હતી. બિઝનેસના વિભાજન સમયે બંને ભાઈઓ વચ્ચે સમજૂતી થઈ હતી, જેમાં એવી શરત રાખવામાં આવી હતી કે મુકેશ એવો કોઈ બિઝનેસ શરૂ નહીં કરે, જેનાથી અનિલને નુકસાન થાય, પરંતુ આ કરાર વર્ષ 2010માં સમાપ્ત થઈ ગયો. આ કરારની સમાપ્તિ પછી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ઇન્ફોટેલ બ્રોડબેન્ડ સર્વિસ લિમિટેડ (IBSL) નો 95% હિસ્સો ખરીદ્યો. બાદમાં તેને અહીં રિલાયન્સ જિયો તરીકે લોન્ચ કરવામાં આવ્યું હતું. વર્ષ 2016માં રિલાયન્સ જિયોના લોન્ચિંગે ટેલિકોમ સેક્ટરમાં હલચલ મચાવી દીધી હતી. લોકોને 6 મહિના માટે ફ્રી કોલિંગ અને ડેટા સર્વિસ આપવામાં આવી હતી, જેના કારણે Jio લોકોમાં લોકપ્રિય બન્યું હતું. આ સાથે જ રિલાયન્સ ઈન્ફોકોમને મોટો ઝટકો લાગ્યો હતો. અનિલ અંબાણીની ટેલિકોમ કંપનીને Jio સામે ચાલી રહેલા પડકારો અને પ્રાઇસ વોરના કારણે મોટો આંચકો લાગ્યો છે. વર્ષ 2020 સુધીમાં જિયોના 38 કરોડથી વધુ ગ્રાહકો હતા, જ્યારે રિલાયન્સના ગ્રાહકોની સંખ્યા ઘટીને માત્ર 18 હજાર થઈ ગઈ હતી.

પોતાની ભૂલથી બરબાર થઈ ગયા અનિલ અંબાણી
રિલાયન્સના વિભાજન પછી અનિલ અંબાણીને નવા જમાનાનો બિઝનેસ મળ્યો, પરંતુ અધૂરો બિઝનેસ પ્લાન, સચોટ પ્લાનિંગ અને વિઝનના અભાવને કારણે અનિલ અંબાણીના બિઝનેસમાં ઘટાડો થતો ગયો. બિઝનેસના વિભાજન પછી, અનિલને સૌર ઉર્જાથી લઈને ટેલિકોમ સેક્ટરમાં રસ હતો. તેણે આ ક્ષેત્રોમાં પોતાનો વિકાસ કરવા માટે નવા પ્રોજેક્ટ્સ પર દાવ લગાવ્યો, પરંતુ તે ખર્ચનો અંદાજ લગાવી શક્યા નહીં. તેમને ખર્ચની સરખામણીમાં વળતર મળ્યું નથી. તેના પતનનું આ એક મોટું કારણ બન્યું. બિઝનેસ પર ફોકસનો અભાવ અને એક બિઝનેસમાંથી બીજા બિઝનેસમાં દોડવાથી અનિલ અંબાણીને બરબાદ કરી દીધા. અનિલ અંબાણીમાં વ્યૂહરચનાનો અભાવ હતો. તેણે ઘણા વ્યવસાયોમાં સાહસ કર્યું જેના માટે તેની પાસે ન તો અનુભવ હતો કે ન તો વ્યૂહરચના. જેના કારણે તેમના પર દેવાનો બોજ વધતો જ ગયો.

મોટા ભાઈ એશિયાના સૌથી ધનવાન કારોબારી, બીજો નાદાર
અનિલ અંબાણી પોતાની ભૂલને કારણે ફસાતા ગયા. તો મુકેશ અંબાણીની સંપત્તિમાં સતત વધારો થતો ગયો. આજે સ્થિતિ એવી છે કે મુકેશ અંબાણી દુનિયાના ટોપ-10 ધનીકોમાં સામેલ છે. એશિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિ છે. તો બીજા ભાઈની સંપત્તિ સતત ઘટતી રહી. અનિલ અંબાણી દેવામાં એવા ફસાયા કે તેમણે ખુદને નાદાર જાહેર કરી દીધા. મુકેશ અંબાણીએ પોતાના બિઝનેસ પ્લાનથી ખુદને દેવા મુક્ત કરી લીધા તો નાના ભાઈ દેવામાં દબાયને બરબાદ થઈ ગયા. ફોર્બ્સ પ્રમાણે મુકેશ અંબાણી પાસે 85 અબજ ડોલરથી વધુની સંપત્તિ છે. તો અનિલ અંબાણી નાદાર થઈ ચુક્યા છે. અનિલ અંબાણી ઘણા મામલામાં ફસાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news