વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બન્યા એમેઝોનના સંસ્થાપક જેફ બેઝોસ, કુલ સંપત્તિ જાણી ચોંકી જશો...
દુનિયાની દિગ્ગજ ઇ કોમર્સ કંપની એમેઝોનના સીઇઓ જેફ બેઝોસે અમીરીના મામલે તમામ ઇતિહાસ તોડી દીધા છે. તે આજના આધુનિક ઇતિહાસના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે.
Trending Photos
નવી દિલ્હી : દુનિયાની દિગ્ગજ ઇ કોમર્સ કંપની એમેઝોનના સીઇઓ જેફ બેઝોસે અમીરીના મામલે ઇતિહાસ રચ્યો છે. તે આજના આધુનિક ઇતિહાસમાં સૌથી અમીર શખ્સ બની ગયા છે. જેફ બેઝોસ પાસે કુલ 150 અરબ ડોલરથી વધુની સંપત્તિ છે. તમને જણાવીએ કે જેફ બેઝોસને લોકો એમેઝોનના સંસ્થાપક સીઇઓ તરીકે ઓળખે છે પરંતુ તે વિવિધ 15 કંપનીઓના માલિક છે.
બ્લૂમબર્ગ બિલિનિયર્સ ઇન્ડેક્ષની યાદીમાં માઇક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ પાછળ રહી ગયા છે. જેમની સંપત્તિ 83 મિલિયન ડોલર છે. બ્લૂમબર્ગ બિલિનિયર્સ ઇન્ડેક્ષ અનુસાર 54 વર્ષિય જેફ બેઝોસ નંબર વન ધન કુબેર બન્યા છે.
અમેઝોનના સંસ્થાપક જેફ બેઝોસે પોતાના કેરિયરની શરૂઆત ઓનલાઇન પુસ્તકો વેચવાથી કરી હતી. સૌછી પહેલા આ માટે એમણે જ્યાં ઓફિસ બનાવી એ પહેલા કાર ગેરેજ હતું. જ્યાંથી એમણે આ બિઝનેસ આગળ વધાર્યો હતો. ત્યાર બાદ એમણે એમેઝોનની સ્થાપના કરી. એમેઝોનમાં એમની ભાગીદારી માત્ર 16 ટકા જ છે.
આ ઉપરાંત એમની પાસે એક અખબાર, રોકેટ કંપની, કૂપન અને ગ્રોસરીની વેબસાઇટ છે. આ બધા વેપારથી તેઓ છેલ્લા એક વર્ષથી દરરોજ 430 કરોડ રૂપિયા કમાઇ રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે