INDvsSL U-19 : અર્જુન તેન્ડુલકરને બોલિંગ કરતો જુઓ LIVE

18 વર્ષના ડાબોડી બોલર અર્જુન તેન્ડુલકર અંડર -19  ટીમમાં પસંદગી થઈ ત્યારથી જ ચર્ચામાં છે

INDvsSL U-19 : અર્જુન તેન્ડુલકરને બોલિંગ કરતો જુઓ LIVE

નવી દિલ્હી : ભારત અને શ્રીલંકાની અંડર-19 ટીમ વચ્ચે ચાર દિવસીય સ્પર્ધાની શરૂઆત 17 જુલાઈથી થઈ ગઈ છે. આ મેચ એક બીજા કારણોસર ખાસ છે કારણ કે આ સિરિઝથી ક્રિકેટના 'ભગવાન' ગણાતા સચિન તેન્ડુલકરનો દીકરો અર્જુન પોતાની આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત કરી રહ્યો છે. મેચના પહેલા દિવસે જ અર્જુને 12મા બોલ પર પોતાની ઇન્ટરનેશનલ કરિયરની પહેલી વિકેટ મેળવી હતી. તેણે શ્રીલંકાના કામિલ મિસારાને પોતાના સ્વિંગનો શિકાર બનાવ્યો હતો અને 9 રનના પર્સનલ સ્કોર પર પેવેલિયન ભેગો કરી દીધો હતો. પહેલી વિકેટ મેળવતા જ અર્જુન ફરીવાર ચર્ચામાં આવી ગયો હતો. 

કોલંબોમાં રમાઈ રહેલી આ મેચમાં શ્રીલંકાના કેપ્ટન નિપુણ ધનંજયે  પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. અંડર-19 ટીમના કેપ્ટન અનુજ રાવતે બોલિંગના આક્રમણની શરૂઆત અર્જુન તેન્ડુલકર પાસે કરાવી અને અર્જુને તેને નિરાશ નથી કર્યો. 

લાઈવ મેચ 

18 વર્ષનો ડાબોડી બોલર અર્જુન અંડર-19 ટીમ સિલેક્ટ થયો છે ત્યારથી ચર્ચામાં છે. અર્જુન તેન્ડુલકર મુંબઈ અંડર-14 અને અંડર-19માં રમી ચૂક્યો છે. ભારતીય અંડર-19 ટીમ શ્રીલંકાના પ્રવાસ દરમિયાન બે ચાર દિવસીય અને પાંચ વન-ડે મેચ રમવાની છે. પહેલો ચાર દિવસીય મુકાબલો 17થી 20 જુલાઈ દરમિયાન અને બીજો મુકાબલો 27 જુલાઈ સુધી રમવામાં આવશે. આ સિવાય વન-ડે મેચ 30 જુલાઈ, 2 ઓગસ્ટ, 5 ઓગસ્ટ, 7 ઓગસ્ટ તેમજ 10 ઓગસ્ટે રમાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news