આગામી બે મહિનામાં થશે IPOs નો વરસાદ, શેર બજારમાં રોકાણ કરી મોટી કમાણી કરવાની તક

આગામી બે મહિના શેરબજાર માટે મહત્વના રહેવાના છે. ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન આશરે 30 કંપનીઓના આઈપીઓ બજારમાં આવી શકે છે. 

આગામી બે મહિનામાં થશે IPOs નો વરસાદ, શેર બજારમાં રોકાણ કરી મોટી કમાણી કરવાની તક

નવી દિલ્હીઃ ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન કંપનીઓ દ્વારા આઈપીઓના માધ્યમથી મોટી રકમ ભેગી કરવાની આશા છે. આ દરમિયાન ઓછામાં ઓછી 30 કંપનીઓ શેરનું વેચાણ કરી કુલ 45,000 કરોડ રૂપિયાથી વધુની રકમ ભેગી કરી શકે છે. સૂત્રો પ્રમાણે ભેગા કરાયેલા નાણાનો મોટો ભાગ ટેક્નોલોજી સંબંધી કંપનીઓના ખાતામાં જશે. ફૂડ ડિલીવરી કંપની ઝોમેટોના સફળ આઈપીઓએ નવી ટેકનીક કંપનીઓને આઈપીઓ માટે પ્રોત્સાહિત કરી છે. ઝોમેટોના આઈપીઓનું 38 ગણું સબ્સક્રિપ્શન થયું હતું. 

એક મર્ચેટ બેન્કિંગ સૂત્રોએ જણાવ્યુ કે, જે કંપનીઓ દ્વારા ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન આઈપીઓ દ્વારા પૈસા ભેગા કરવાની આશા છે તેમાં પોલિસીબજાર (રૂ. 6,017 કરોડ), એમક્યુર ફાર્માસ્યુટિકલ્સ (રૂ. 4,500 કરોડ), નાયકા (રૂ. 4,000 કરોડ), સીએમએસ ઇન્ફો સિસ્ટમ્સ (રૂ. 2,000 કરોડ), મોબીક્વિક સિસ્ટમ્સ (રૂ. 1,900 કરોડ). આ સિવાય નોર્ધન આર્ક કેપિટલ (રૂ. 1,800 કરોડ), એક્ઝીગો (રૂ. 1600 કરોડ), નીલમ ફૂડ્સ (રૂ. 1500 કરોડ), ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેન્ક (રૂ. 1,330 કરોડ), સ્ટરલાઇટ પાવર (રૂ. 1,250 કરોડ), રેટેગિન ટ્રાવેલ ટેકનોલોજી (રૂ. રૂ. 1,200 કરોડ). ₹ કરોડ) અને સુપ્રિયા લાઇફસાયન્સ (રૂ. 1,200 કરોડ) પોતાનો આઈપીઓ લાવી શકે છે. 

શું હોય છે  IPO
આઈપીઓ એટલે કે ઇનિશિયલ પબ્લિક ઓફર. આ પ્રક્રિયા દ્વારા કોઈ કંપની ઇશ્યૂ લાવી પ્રથમવાર પોતાનો શેરોને સામાન્ય લોકોને ઓફર કરે છે. કોઈપણ જૂની, નવી કે ઉભરતી કંપની લિસ્ટિંગ માટે જઈ શકે છે. 

IPO માં આ રીતે કરી શકો રોકાણ
જો તમે કોઈ આઈપીઓમાં રોકાણ કરવા ઈચ્છો છો તો તે માટે પહેલી શરત છે કે તમારી ડીમેટ એકાઉન્ટ હોવું જોઈએ. તમે તમારા ડીમેટ એકાઉન્ટ દ્વારા આઈપીઓ સબ્સક્રાઇબ કરી શકો છો. તમે જેટલી રકમ રોકાણ કરવા ઈચ્છો છો તેને UPI દ્વારા અપ્રુવ કરવી પડશે. આ રકમ તમારા ખાતામાં બ્લોક થઈ જશે. જો તમને શેરની ફાળવણી થાય તો રકમ કટ થઈ જશે. જો શેર તમને લાગતા નથી તો તમારી રકમ અનબ્લોક થઈ જશે. 

જો તમને કંપનીના બિઝનેસ વિશે ખ્યાલ હોય તો તમે આઈપીઓમાં રોકાણ કરવાનું વિચારી શકો છો. જો તમને ખબર પડતી નથી તો તમારે રોકાણ કરવાથી દૂર રહેવું જોઈએ. આ સિવાય કંપનીનું મેનેજમેન્ટ કેવું છે, તે ક્યા સેક્ટરમાં કામ કરે છે, કંપનીનું ભવિષ્ય કેવું છે. આ તમામ વાતોનો અભ્યાસ કર્યા બાદ તેના આઈપીઓમાં રોકાણ કરી શકાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news