હવે ટ્રેનના જનરલ ડબ્બામાં સીટ માટે નહી થાય મારામારી, બાયોમેટ્રિક સિસ્ટમથી મળશે ટિકીટ

ભારતીય રેલવેમાં પહેલીવાર ટિકિટ માટે બાયોમેટ્રિક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. રેલવે મંત્રાલય રિઝર્વેશન ડબ્બા અથવા જનરલ ડબ્બામાં બાયોમેટ્રિક સિસ્ટમથી ટિકીટ આપવાની શરૂઆત કરી રહ્યું છે. તેમાં મુસાફરોને સીટ મળવી આસાન થશે, પ્લેટફોર્મ પર ટિકીટ લેવા અને ટ્રેન પકડવામાં અને અસામાજિક તત્વોની મનમાનીથી પણ છુટકારો મળશે. આ પાયલોટ પ્રોજેક્ટ વેસ્ટર્ન રેલવે ડિવીઝનના મુંબઇ સેંટ્રલ રેલવે સ્ટેશન અને બાંદ્વા ટર્મિનસ પર પહેલાં જ શરૂ કરવામાં આવ્યો છે. તેના માટે બંને સ્ટેશન્સ પર 2-2 બાયોમેટ્રિક મશીન લગાવવામાં આવ્યા છે. 
હવે ટ્રેનના જનરલ ડબ્બામાં સીટ માટે નહી થાય મારામારી, બાયોમેટ્રિક સિસ્ટમથી મળશે ટિકીટ

નવી દિલ્હી: ભારતીય રેલવેમાં પહેલીવાર ટિકિટ માટે બાયોમેટ્રિક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. રેલવે મંત્રાલય રિઝર્વેશન ડબ્બા અથવા જનરલ ડબ્બામાં બાયોમેટ્રિક સિસ્ટમથી ટિકીટ આપવાની શરૂઆત કરી રહ્યું છે. તેમાં મુસાફરોને સીટ મળવી આસાન થશે, પ્લેટફોર્મ પર ટિકીટ લેવા અને ટ્રેન પકડવામાં અને અસામાજિક તત્વોની મનમાનીથી પણ છુટકારો મળશે. આ પાયલોટ પ્રોજેક્ટ વેસ્ટર્ન રેલવે ડિવીઝનના મુંબઇ સેંટ્રલ રેલવે સ્ટેશન અને બાંદ્વા ટર્મિનસ પર પહેલાં જ શરૂ કરવામાં આવ્યો છે. તેના માટે બંને સ્ટેશન્સ પર 2-2 બાયોમેટ્રિક મશીન લગાવવામાં આવ્યા છે. 

કેવી રીતે થશે ઉપયોગ
જનરલ ડબ્બા માટે ટિકીટ ખરીદી રહેલા મુસાફરોને બાયોમેટ્રિક મશીન પર પોતાની ફિંગરપ્રિન્ટ આપવી પડશે, ત્યારબાદ એક ટોકન જનરેટ કરવામાં આવશે. આ ટોકન નંબર જનરલ ક્લાસના કોચ સીટોના નંબરના ક્રમમાં એલોટ કરવામાં આવશે. ત્યારબાદ મુસાફરોને પોતાનો ટોકન નંબરના ક્રમમાં લાઇનમાં ઉભા રહેવું પડશે. એક આરપીએફ સ્ટાફ એન્ટ્રી પોઇન્ટ પર ઉભો રહેશે જે ટોકનનો સીરીયલ નંબર ચેક કરશે અને પેસેંજર્સને તે ઓર્ડરમાં કોચમાં આવવા દેશે. 

આ ટ્રેનોના જનરલ કોચોમાં લાગૂ થશે સિસ્ટમ
મુંબઇ સેંટ્રલ સ્ટેશનથી ચાલનાર અમરાવતી એક્સપ્રેસ, જયપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ, કર્ણાવતી એક્સપ્રેસ, ગુજરાત મેલ, ગોલ્ડેન ટેંપલ મેલ. બાંદ્વા ટર્મિનસથી ચાલનાર પશ્વિમ એક્સપ્રેસ, અમરાવતી એક્સપ્રેસ, અવધ એક્સપ્રેસ, મહારાષ્ટ્ર સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news