શ્રીલંકા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, આ ખેલાડીઓને મળી તક

New Zealand vs Sri Lanka શ્રીલંકા વિરુદ્ધ આગામી મહિને શરૂ થતી ટેસ્ટ સિરીઝ માટે ન્યૂઝીલેન્ડ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. 

શ્રીલંકા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, આ ખેલાડીઓને મળી તક

નવી દિલ્હીઃ શ્રીલંકા વિરુદ્ધ રમાનારી ટેસ્ટ સિરીઝ માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર કરવામાં આવી છે. સોમવારે ન્યૂઝીલેન્ડની ટીમની આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પ્રથમ સિરીઝ માટે જાહેરાત થઈ છે. વિશ્વ કપ 2019ની ફાઇનલમાં થયેલા પરાજય બાદ કીવી ટીમનો આ પ્રથમ પ્રવાસ છે. 

કેન વિલિયમસનની આગેવાનીમાં કીવી ટીમ શ્રીલંકામાં બે ટેસ્ટ મેચ રમશે. બંન્ને દેશો વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની આ બે મેચ 14થી 18 ઓગસ્ટ અને 22થી 26 ઓગસ્ટ વચ્ચે રમાશે. આ સિવાય શ્રીલંકાના પ્રવાસ પર ન્યૂઝીલેન્ડની ટીમ ત્રણ મેચોની ટી20 સિરીઝ પણ રમશે. 

એશિયામાં રમવા માટે ન્યૂઝીલેન્ડ ટીમની પસંદગીકારોએ સ્પિનરો પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને 15 સભ્યોની ટીમમાં 4 સ્પિનરોને સ્થાન આપવામાં આવ્યું છે. આ વિશે ન્યૂઝીલેન્ડ ટીમના હેડ કોચ ગૈરી સ્ટેડનું માનવું છે કે, શ્રીલંકામાં સ્પિનરોને મદદ મળશે. તેથી સ્પિનરોની ચોકડીના રૂપમાં એજાજ પટેલ, વિલ સમરવિલે, મિશેલ સેન્ટનર અને ટોડ એસલેને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. 

તમને જણાવી દઈએ કે ન્યૂઝીલેન્ડની ટીમ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 14 ટેસ્ટ મેચની સિરીઝ 6 દેશો વિરુદ્ધ રમશે. 9 દેશો વચ્ચે 1 ઓગસ્ટથી 2021 સુધી રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 27 ટેસ્ટ સિરીઝ રમાવાની છે. 

શ્રીલંકા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ માટે ન્યૂઝીલેન્ડની ટીમ
કેન વિલિયમસન (કેપ્ટન), ટોમ લાથમ, જીત રાવલ, રોસ ટેલર, હેનરી નિકોલ્સ, બીજે વેટલિંગ, ટોમ બ્લુંડેલ, કોલિન ડિ ગ્રાન્ડહોમ, મિશેલ સેન્ટનર, ટોડ એસલે, ટિમ સાઉદી, વિલ સમરવિલે, નેલ વેગ્નર, એજાજ પટેલ અને ટ્રેન્ટ બોલ્ટ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news