સબંધી તમારી કન્ફોર્મ ઇ-ટિકીટ પર કરી શકશે મુસાફરી , જાણો ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા

રેલવેના કન્ફોર્મ ઇ-ટિકીટથી યાત્રા કરનારા યાત્રીઓ માટે નવી સુવિધાઓની શરૂઆત કરવામાં આવી છે જેની જાણકારી મોટા ભાગના લોકો પાસે નથી. 

સબંધી તમારી કન્ફોર્મ ઇ-ટિકીટ પર કરી શકશે મુસાફરી , જાણો ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા

નવી દિલ્હી: આઇઆરસીટીસીએ કન્ફોર્મ ઇ-ટિકીટથી યાત્રા કરનારા લોકો માટે નવી સુવિધાઓ શરૂકરવામાં આવી છે. જેની જાણકારી મોટાભાગના લોકો પાસે નથી. નવી સુવિધાઓને અનુસાર તમારા સગા સબંધી તમારી ટિકીટ પર યાત્રા કરી શકશે. આઇઆરસીટીસી ઇ-ટિકીટને સંબંધીઓના નામ પર ટ્રાન્સફર કરવાની સુવિધા આપવા જઇ રહ્યું છે. રેલવેએ લોકોની સમસ્યાને ધ્યાને રાખીને નિયમોમાં થોડી બાંઘ છોડ રાખી છે. ટિકીટ તો ટ્રાન્સફર કરી શકશે પણ તેને સમય અને તારીખ નહિ નહિ બદલી શકાય. 

આવી રીતે ટ્રાન્સફર કરવા માટે નામ બદલવા માટે યાત્રીએ 24 કલાક પહેલા આવેદન પત્ર આપવાનું રહેશે. પેસેન્જરે ઇ ટીકીટની ઇલેક્ટ્રોનિક સ્લિપની પ્રિન્ટ આઉટ સાથે પાસના રિઝર્વેશન એકાઉન્ટ પર રજૂ કરવી પડશે. પછી જેના નામ પર ટિકીટ ટ્રાન્સફર કરવાની છે તેની સાથે સંબંધનું પ્રમાણ પત્ર, અથવા કોઇ દસ્તાવેજ બતાવવો પડશે. તમામ દસ્તાવેજની ચકાસણી કર્યા બાદ જ એકાઉન્ટ પર બેઠેલો કર્મચારી ટિકીટ પરનું નામ બદલી આપશે.

નામ બદલવા માટે અમુક પ્રકારની શરતો 
નામ બદલવા માટે અમુક પ્રકારની શરતો પણ રેલવે દ્વારા રાખવામાં આવી છે. જેનો ખ્યાલ તમારે રાખવો પડશે. જેમ કે. માત્રા એક વાર જ નામ બદલી શકાશે. યાત્રાની તારીખ અને સમયમાં કોઇ પણ પ્રકારનો બદલાવ કરવામાં નહિં આવે. ટિકીટ માત્ર ભાઇ-બહેન, માતા-પિતા, બાળક, અથવા પત્નીના નામ પર ટ્રાન્ફર કરી શકાશે. આ સુવિધાઓ સરકારી કર્મચારીઓ માટે પણ લાગુ કરવામાં આવી છે. જો કોઇ સરકારી વિભાનો કર્મચારી બીજા વિભાગના કર્મચારીને ટિકીટ ટ્રાન્સફર કરવા માગે છે તો તે કરી શકશે. જ્યારે સરકારી કર્મચારીઓને પણ નામ બદલવા માટે 24 કલાક પહેલા આવેદન આપવું પડશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news