અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે કોતરણી કામ કરેલા 65% પથ્થર, નિર્મોહી અખાડાએ વ્યક્ત કર્યો વિરોધ

મુખ્ય અદાલતે 27 સપ્ટેમ્બર 1994માં તેમનો તે નિર્ણય પર પુન:વિચારના મુદ્દાને પાંચ જજ વાળી બંધારણીય પીઠને સોંપવાની ના પાડી હતી.

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે કોતરણી કામ કરેલા 65% પથ્થર, નિર્મોહી અખાડાએ વ્યક્ત કર્યો વિરોધ

અયોધ્યા: સુપ્રીમ કોર્ટે અયોધ્યાના રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીનને ત્રણ ભાગમાં વહેંચી દેવાના 2010ના અલાહાબાદ હાઇકોર્ટના નિર્ણયની સામે દાખલ અરજીઓ પર સોમવારે સુનાવણી કરી શકે છે. મુખ્ય જજ રંજન ગોગોઇ અને જજ સંજય કિનશ કૌલ તેમજ જજ કે.એમ જોસેફની પીઠ આ મામલે દાખલ અરજીઓ પર સુનાવણી કરશે. મુખ્ય અદાલતે 27 સપ્ટેમ્બર 1994માં તેમનો તે નિર્ણય પર પુન:વિચારના મુદ્દાને પાંચ જજ વાળી બંધારણીય પીઠને સોંપવાની ના પાડી હતી. મસ્જિદ ઇસ્લામનો એક આવશ્યક ભાગ નથી. આ મુદ્દો અયોધ્યા ભૂમિ વિવાદની સુનાવણી દરમિયાન ઉઠાવ્યો હતો.

રામ મંદિર નિર્માણ માટે કોતરણી કામ કરેલા પથ્થર પર વિવાદ
આયોધ્યા રામ મંદિર નિર્માણ કાર્યશાળામાં પથ્થર પર કોતરણી કામ વર્ષ 1990થી અત્યાર સુધી લગભગ એક લાખ ઘનફૂટ પથ્થર પર કોતરણી કામ કરવામાં આવ્યું છે અને સતત ચાલી રહ્યું છે. વીએચપીની પ્રાન્તીય પ્રવક્તા શરદ શર્માએ જણાવ્યું કે મંદિર નિર્માણ માટે 60થી 65 ટકા કાર્ય થઇ ગયુ છે. અહીંયા બીજા રાજ્યના શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવેલ છે. રામ મંદિર નિર્માણ માટે તેમની ભાવનાને પ્રકટ કરતા તેમની પ્રતિક્રિયા વયક્ત કરે છે.

અયોધ્યા નિર્મહો અખરાના પક્ષના નેતાએ કહ્યું કે નિર્મહી અખાડા પોતાનો પક્ષ રાખે છે અને વિશ્વ હિન્દુ પરિષદના આ સિલેક્ટ કરેલા પથ્થરને અમે ઉપયોગ નહીં કરીએ. અમારા પક્ષમાં નિર્ણય આવશે તો અમે રામજીની કૃપાથી અમારી વ્યવસ્થા સ્વયંમ કરી લઇશું.

Image result for Ayodhya zee news

દિપક મિશ્રાની અધ્યક્ષતામાં પઠીને 2:1ની બહુમતીએ નિર્ણય સાંભળ્યો હતો
મુખ્ય અદાલતમાં તાત્કાલીક પ્રઘાન ન્યાયાધીશ દિપક મિશ્રાની અધ્યક્ષતા વાળી ત્રણ જજની પીઠને 2:1ની બહુમતીએ તેમનો નિર્ણયમાં કહ્યું કે અયોધ્યામાં રામ જન્માભૂમિ-બાબરી મસ્જિદ વિવાદમાં દીવાની બાદનો નિર્ણય સાબિતીના આધારે હશે અને અગાઉનો નિર્ણય આ કેસમાં સુસંગત નથી.

જજ અશોક ભૂષણે તેમની અને મુખ્ય ન્યાયમૂર્તિ દિપક મિશ્રાની તરફથી નિર્ણય સભળાવતા કહ્યું હતું કે તેમને ચે જોવાનું રહેશે કે 1994માં પાંચ જજની બંધારણીય પીઠે કયા સંદર્ભમાં આ નિર્ણય સભળાવ્યો હતો.

Image result for Ayodhya zee news

બીજી બાજૂ, ખંડપીઠના ત્રીજા સભ્ય જજ એસ અબ્દુલ નઝીરે બન્ને જજ સાથે અસહમતિ વ્યક્ત દર્શાવતા ધારમિક આસ્થાને ધ્યાનમાં રાખે આઆ નિર્ણય કરવાનો હશે કે મસ્જિદ ઇસ્લામનો અંગ છે અને તેના માટે વિસ્તારપૂર્વક વિચારવાની જરૂરીયા છે.

Image result for Ayodhya zee news

ત્રણ પક્ષોની સરખી જમીન આપવાનો આવ્યો હતો નિર્ણય
કોર્ટે 27 સપ્ટેમ્બરે કહ્યું હતું કે જમીન વિવાદ પર દીવાની બાદની સુનાવણી ત્રણ જજની પીઠે 29 ઓક્ટોબરે કરશે. મસ્જિદ ઇસ્લામનો અનિવાર્ય અંગ છે કે નહીં, આ મુદ્દો તે સમયે ઉઠ્યો જ્યારે ત્રણ જજની પીઠ અલહાબાદ ઉચ્ચ કોર્ટના નિર્ણયની સામે દાખલ અરજી પર સુનાવણી કરી રહ્યા હતા. સુપ્રીમ કોર્ટેની ત્રણ સભ્ય પીઠે 30 સપ્ટેમ્બર 2010ને 2:1ના બહુમત સાથે નિર્ણય આપ્યો હતો. 2.77 એકડ જમીનને ત્રણ પક્ષો- સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામ લલામાં એક સરખી વહેંચી દેવામાં આવે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news