150થી વધુ વર્ષોની આ તારીખોમાં સમાયેલો છે રામમંદિર-બાબરી ધ્વંસનો આખો ઈતિહાસ
આજે સમગ્ર દેશ માટે મહત્વનો દિવસ છે. રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદના વિવાદની આજથી સુપ્રિમ કોર્ટમાં સુનવણી શરૂ થવાની છે. બધાની નજર આ એકમાત્ર કેસ પર છે, જે 26 વર્ષોથી સમગ્ર ભારતમાં ચર્ચાઈ રહ્યો છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ અને જસ્ટિસ સંજયન કિશન કૌલ તેમજ જસ્ટિસ કે.એમ.જોસેફની પીઠ આ મામલે સુનવણી કરશે. ત્યારે નિર્ણય પહેલા જાણી લો કેવી રીતે અને ક્યાંથી વિવાદ શરૂ થયો હતો.
Trending Photos
નવી દિલ્હી : આજે સમગ્ર દેશ માટે મહત્વનો દિવસ છે. રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદના વિવાદની આજથી સુપ્રિમ કોર્ટમાં સુનવણી શરૂ થવાની છે. બધાની નજર આ એકમાત્ર કેસ પર છે, જે 26 વર્ષોથી સમગ્ર ભારતમાં ચર્ચાઈ રહ્યો છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ અને જસ્ટિસ સંજયન કિશન કૌલ તેમજ જસ્ટિસ કે.એમ.જોસેફની પીઠ આ મામલે સુનવણી કરશે. ત્યારે નિર્ણય પહેલા જાણી લો કેવી રીતે અને ક્યાંથી વિવાદ શરૂ થયો હતો.
વિવાદિત સ્થળ પર કબજાને લઈને 1857ની ક્રાંતિના બે વર્ષ બાદ 1859થી જ વિવાદ શરૂ થયો હતો. આ મામલે બ્રિટિશ શાસકોએ દખલગીરી કરતા સ્થળને બે અલગ અલગ ભાગમાં વહેંચી દીધું હતું. જેમાં એક હિસ્સા પર હિન્દુઓ પૂજા કરશે, અને બીજા હિસ્સામાં મુસ્લિમો ઈબાદત કશે તેવું કહ્યું હતું. જોકે, 1885માં મહંત રઘુબર દાસે રામ ચબૂતરા પર છત નાંખવાની મંજૂરી માટે અરજી રી હતી. ત્યાર બાદ વર્ષોવર્ષ આ મુદ્દો ચર્ચાતો રહ્યો.
1949
લગભગ 50 હિન્દુઓએ મળીને મસ્જિદના કેન્દ્રીય સ્થળ પર ભગવાન રામની મૂર્તિ સ્થાપિત કરી હતી. તેના બાદ ત્યાં પૂજા કરવાથી મુસ્લિમોનું નમાજ પઢવાનું બંધ થયું હતું.
1950
16 જાન્યુઆરી, 1950ના રોજ ફૈઝાબાદ કોર્ટમાં ગોપાલ સિંહ વિશારદે એક અપીલ દાખલ કરીને રામલલ્લાની પૂજાની વિશેષ પરમિશન માંગી હતી. તેની સાથે જ તેમણે મૂર્તિ હટાવવાની ન્યાયિક પ્રતિબંધની ડિમાન્ડ કરી હતી. ત્યાર બાદ 5 ડિસેમ્બર, 1950ના રોજ મહંત પરમહંસ રામચંદ્ર દાસે હિન્દુ પ્રાર્થના ચાલુ રાખવા માટે અને બાબરી મસ્જિદમાં રામમૂર્તિને રાખવા માટે એક કેસ દાખલ કર્યો. અરજીમાં મસ્જિદના ઢાંચાનું નામ આપવામાં આવ્યું હતું.
1959
નિર્મોહી અખાડાએ રામજન્મભૂમિ બાબરી મસ્જિદ વિવાદિત સ્થળ હસ્તાંતરિત કરવાનો કેસ દાખલ કર્યો હતો.
1961
ઉત્તર પ્રદેશ સુન્ની વકફ બોર્ડે બાબરી મસ્જિદના માલિકાના હક માટે કેસ દાખલ કર્યો હતો.
1984
વિશ્વ હિન્દુ પરિષદે બાબરી મસ્જિદના તાળા ખોલવા, રામ જન્મભૂમિને સ્વતંત્ર કરાવવા અને મંદિરના નિર્માણ માટે એક અભિયાન શરૂ કરાવ્યું હતું. તેની સાથે જ તેના માટે એક સમિતિ બનાવાઈ હતી.
1986
ફૈઝાબાદ જિલ્લા અદાલતે વિવાદિત સ્થાન પર હિન્દુઓને પ્રાર્થના કરવાની પરમિશન આપી હતી. તેના બાદ તાળા ફરીથી ખોલવામાં આવ્યા હતા. જેનાથી નારાજ મુસ્લિમ સમુદાયે એક કિમિટી બાબર મસ્જિદ એક્શન બનાવી હતી.
1989
ભારતીય જનતા પાર્ટીએ વિશ્વ હિન્દુ પરિષદને સમર્થન આપવાનું શરૂ કર્યું હતું. 1 જુલાઈ, 1989ના રોજ કોર્ટમાં પાંચમો કેસ દાખલ કરાયો, જેમાં ભગવાન રામલલ્લા બિરાજમાન નામ આપવામાં આવ્યું. 9 નવેમ્બર, 1989ના રોજ દેશના તત્કાલીન પીએમ રાજીવ ગાંદીએ બાબરી મસ્જિદની પાસે મંદિરના શિલાન્યાસની પરમિશન આપી હતી.
1990
પહેલો પ્રયાસ 1990માં તયો હતો. જ્યારે તત્કાલીન વડાપ્રધાન ચંદ્રશેખરે એકવાર ફરીથી આ મુદ્દાને સોલ્વ કરવાનો પ્રયાસ કર્યો હતો. ચંદ્રશેખરે વિશ્વ હિન્દુ પરિષદના લોકોને આ મામલે સમાધાન માટે વાતચીતનો પ્રયાસ શરૂ કર્યો હતો. પરંતુ કંઈ આગળ વધ્યું ન હતું. આ જ વર્ષે તત્કાલીન બીજેપી અધ્યક્ષ અને વરિષ્ઠ લાલ કૃષ્ણ અડવાણીએ એક રથયાત્રા કાઢી હતી. પરંતુ બિહારના સમસ્તીપુરામાં તત્કાલીન મુખ્યમંત્રી લાલુ પ્રસાદની સરકારે તેમને રોકીને તેમની ધરપકડ કરી હતી. તેના બાદ તત્કાલીન વડાપ્રધાન વીપી સિંહની સરકારે સમર્થન પરત લીધું હતું.
1992
6 ડિસેમ્બર, 1992ના રોજ બાબરી મસ્જિદના ઢાંચાને ધ્વંસ કરવામાં આવ્યો હતો. તેના 10 દિવસ બાદ તત્કાલીન વડાપ્રધાન નરસીમ્હા રાવના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકારે જસ્ટિસ લિબ્રાહનના નેતૃત્વમાં એક ઈન્ક્વાયરી આયોગનું ગઠન કર્યું હતું. તેના 17 વર્ષ બાદ 2009માં તેમણે રિપોર્ટ સોંપી હતી. તેમાં શું લખાયું હતું, તે ક્યારેય સાર્વજનિક કરાયું ન હતું.
2010
આ વર્ષે સુપ્રિમ કોર્ટે ઈલાહાબાદ હાઈકોર્ટના વિવાદિત સ્થળના મામલામાં નિર્ણય આપવાને રોકતી અરજીને નકારી કાઢી હતી. આ જ વર્ષે ઈલાહાબાદ હાઈકોર્ટે વિવાદિત સ્થળને ત્રણ ભાગમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનો આદેશ આપ્યો હતો. જેમાં જમીનનો એક ટુકડો સુન્ની વકફ બોર્ડ, બીજો નિર્મોહી અખાડો અને ત્રીજો હિસ્સો રામલલ્લાનું પ્રતનિધિત્વ કરી રહેલા હિન્દુ મહાસભાને આપવાનો આદેશ કર્યો હતો.
2011
સુપ્રિમ કોર્ટે ઈલાહાબાદ હાઈકોર્ટ દ્વારા લેવાયેલ નિર્ણય પર પ્રતિબંધ મૂક્યો.
2015
24 ફેબ્રુઆરી, 2015ના રોજ બાબરી મસ્જિદના સૌથી વૃદ્ધ પક્ષકાર હાશિમ અંસારીએ અખાડા પરિષદના અધ્યક્ષ મહંત જ્ઞાનદાસ સાથે મુલાકાત કરી હતી. આ વાતચીતમાં સુપ્રિમ કોર્ટની સમક્ષ વાતચીત માટે પ્રસ્તાવ રજૂ કરવાની વાત થઈ હતી. પરંતુ આ મુદ્દો પણ આગળ વધ્યો ન હતો.
2002
તત્કાલીન પીએમ અટલ બિહારી વાજયેપીએ પોતાની ઓફિસમાં અયોધ્યા સેલ બનાવ્યું હતું. પરંતુ આ વાત માત્ર જાહેરાતમાં જ રહી હતી, તે સેલ ક્યારેય બન્યું ન હતું.
2017
21 માર્ચ, 2017ના રોજ સુનવણી દરમિયાન તત્કાલીન ચીફ જસ્ટિસ જેએસ ખેરની અધ્યક્ષતાવાળી પીઠે બંને પક્ષોને આખો મુદ્દો શાંતિથી સોલ્વ કરવાની સલાહ આપી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે