Insurance: હવે ગાયની સાથે દૂધાળી ભેંસનો પણ થશે ઈન્શ્યોરન્સ, સરકાર ચૂકવશે પ્રિમિયમ

Mukhyamantri Kamdhenu Pashudhan Bima Yojana: પશુપાલકોના કલ્યાણને ટોચ પર રાખીને રાજ્ય સરકારે હવે વીમા પ્રિમિયમની  (Insurance Premium) રકમ ઉપાડવાની જવાબદારી ઉપાડી છે. હવે પશુપાલકો વધતી મોંઘવારીમાં રાહત સાથે અદ્યતન પશુપાલન કરી શકશે. આ વીમા યોજના સમગ્ર દેશમાં એક અનોખી યોજના છે અને આ યોજના પશુ વીમા ક્ષેત્રે દેશની સૌથી મોટી યોજના સાબિત થશે.

Insurance: હવે ગાયની સાથે દૂધાળી ભેંસનો પણ થશે ઈન્શ્યોરન્સ, સરકાર ચૂકવશે પ્રિમિયમ

Government Schemes: પશુપાલકો માટે સારા સમાચાર છે. ગાય બાદ હવે પશુપાલકો ભેંસનો વીમો (Insuracen) મેળવી શકશે. રાજસ્થાન સરકાર ભેંસોનો મફત વીમો પણ આપશે. રાજ્યમાં 24 એપ્રિલથી 30 જૂન દરમિયાન આયોજિત મોંઘવારી રાહત શિબિર અંતર્ગત મુખ્ય 10 યોજનાઓમાં સમાવિષ્ટ મુખ્ય મંત્રી કામધેનુ પશુ વીમા યોજના (Mukhyamantri Kamdhenu Pashudhan Bima Yojana) અંતર્ગત દૂધાળા ગાયોની સાથે દૂધાળી ભેંસોનો પણ વીમો ઉતારવામાં આવશે.

વીમાનું પ્રિમિયમ રાજ્ય સરકાર ચૂકવશે
પશુપાલકોના કલ્યાણને ટોચ પર રાખીને રાજ્ય સરકારે હવે વીમા પ્રિમિયમની  (Insurance Premium) રકમ ઉપાડવાની જવાબદારી ઉપાડી છે. હવે પશુપાલકો વધતી મોંઘવારીમાં રાહત સાથે અદ્યતન પશુપાલન કરી શકશે. આ વીમા યોજના સમગ્ર દેશમાં એક અનોખી યોજના છે અને આ યોજના પશુ વીમા ક્ષેત્રે દેશની સૌથી મોટી યોજના સાબિત થશે.

40 હજાર રૂપિયાનો વીમો હશે
મુખ્યમંત્રી કામધેનુ પશુ વીમા યોજના હેઠળ દૂધાળા પશુ દીઠ રૂ. 40,000 સુધીના મફત વીમાને કારણે પશુપાલકો પર કોઈ આર્થિક બોજ પડશે નહીં. પશુપાલકોને પશુપાલનમાં વધતી મોંઘવારીમાં રાહત મળશે. આ જ વીમા હેઠળ દૂધાળી ગાયો સાથે દૂધાળી ભેંસોનો સમાવેશ થવાથી પશુપાલકો હવે  દૂધ ઉત્પાદન વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે.

મુખ્યમંત્રી કામધેનુ પશુ વીમા યોજના હેઠળના લાભો
મુખ્યમંત્રી દ્વારા મોંઘવારી રાહત શિબિરના અવલોકન દરમિયાન દૂધાળી ગાયોની સાથે દૂધાળી ભેંસોને પણ મુખ્યમંત્રી કામધેનુ પશુ વીમા યોજનામાં સામેલ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

14.94 લાખ પરિવારોએ યોજનાનો લાભ લીધો
મોંઘવારી રાહત શિબિરોમાં મોંઘવારીથી રાહત મેળવવા માટેની મુખ્ય 10 યોજનાઓમાં મોટી સંખ્યામાં પશુપાલકો નોંધણી કરાવી રહ્યા છે.  મુખ્યમંત્રી કામધેનુ પશુ વીમા યોજના હેઠળ 14 લાખ 94 હજાર 799 પરિવારોની નોંધણી કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news